તમારી મમ્મીએ અને દાદીએ તમને કહેતા હશે કે વાળમાં તેલ લગાવવું જોઈએ. કારણ કે વાળમાં તેલ લગાવવાના ઘણા બધા ફાયદા છે. વાળમાં તેલ લગાવવાથી તે સ્વસ્થ રહે છે. હેલ્ધી હેર એટલે કે વાળ ખરવા, ડેન્ડ્રફ અને બે મુખવાળા વાળની કોઈ સમસ્યા થતી નથી.
શું તમે જાણો છો કે વાળમાં તેલ લગાવવાની સાચી રીત છે? તમારે જાણવું જ જોઇએ કે તેલ ક્યારે અને કેવી રીતે લગાવવું? કેટલું તેલ લગાવવું જોઈએ? આજે આ લેખમાં અમે તમને વાળમાં તેલ લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવી.
કાંસકો ન કરો : વાળમાં તેલ લગાવ્યા પછી સ્કેલ્પ રિલેક્સ થઇ જાય છે. એવું લાગે છે કે તેલ લગાવ્યા પછી બધો થાક ઉતરી જાય છે. તેલ લગાવ્યા પછી તરત વાળમાં કાંસકો ન કરવો જોઈએ. આમ કરવાથી વાળ તૂટવાની શક્યતા વધુ રહે છે. વાળ વધુ પડતા તૂટવા લાગે છે.
હવે તમે કહેશો કે તેલ લગાવ્યા પછી વાળ ગૂંચવાઈ જાય છે, તો તેની ગૂંચ કાઢવી જરૂરી છે. એટલા માટે તમારે તેલ લગાવતા પહેલા કાંસકો કરવો જોઈએ. આમ કરવાથી માથાની ચામડી અને વાળ બંનેમાં તેલ સારી રીતે લાગી જશે.
આટલો સમય તેલ લગાવીને રાખો : શું તમે પણ માનો છો કે લાંબા સમય સુધી વાળમાં તેલ લગાવવાથી ફાયદો થાય છે? આ એક ખોટી માન્યતા છે. એક કલાક અથવા અડધા કલાક માટે વાળમાં તેલ લગાવીને રહેવા દો. જો તમે લાંબા સમય સુધી તેલ લગાવીને રાખશો તો તેનાથી વાળમાં ધૂળ અને ગંદકી ચોંટી જશે, જેનાથી તમારા વાળ વધુ ગંદા થઈ જશે. હેલ્દી વાળ માટે તમારે આ ન કરવું જોઈએ.
લાંબા સમય સુધી માલિશ કરશો નહીં : વાળમાં તેલ લગાવતી વખતે મસાજ કરીએ છીએ, જેથી સ્કેલ્પમાં પોષણ મળે. તમારે જાણવું જોઈએ કે કેટલા સમય સુધી માલિશ કરવી. લાંબા સમય સુધી માલિશ કરવાથી વાળ કમજોર પડી શકે છે. એટલું જ નહીં, તમારા વાળ પણ ગુંચવાઈ શકે છે. ગૂંચવાયેલા વાળ સૌથી વધુ તૂટી જાય છે. એટલા માટે તમારે 5-8 મિનિટથી વધુ સમય સુધી મસાજ ન કરવી જોઈએ.
વાળ બાંધશો નહીં : વર્ષોથી આપણી મમ્મી તેલ લગાવ્યા પછી વાળ બાંધે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. વાળ બાંધવાથી વાળ સરળતાથી તૂટે છે. એટલા માટે તમારે વાળમાં તેલ લગાવ્યા પછી પોનીટેલ અને વેણી જેવી હેરસ્ટાઈલ ન કરવી જોઈએ. તેના બદલે, ક્લચ અથવા ક્લિપથી વાળને બાંધી લેવા જોઈએ.
આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. જો તમે આવા વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.