ઘણી વખત વાસણો ધોયા પછી પણ સાફ દેખાતા નથી. આનું કારણ છે ચીકણાઈ, જે સામાન્ય ડીશ વોશથી દૂર થતી નથી. આ જ કારણ છે કે વાસણોમાં ડાઘા રહે છે જે થોડા સમય પછી ખૂબ જ ગંદા દેખાય છે. હઠીલા દાગથી છુટકારો મેળવવા માટે, તમે પણ વાસણોને કેમિકલથી સાફ કરતા હશો.
આ માટે, તમારે મોંઘી પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી, તમારા વાસણોને ફક્ત ઘરની વસ્તુઓથી જ ચમકાવો. તમારા રસોડામાં અને ફ્રીજમાં રાખવામાં આવેલી આ વસ્તુઓ વાસણોમાંથી ચીકણાઈ પણ દૂર કરશે અને તેને જંતુમુક્ત પણ કરશે. ચાલો આ લેખમાં આવી જ કેટલીક સરળ ટિપ્સ વિશે જાણીએ.
1. રાખથી સાફ કરો : રાખ ઘર્ષક ક્લીનર તરીકે કામ કરે છે અને મેટલ, કાચ, એલ્યુમિનિયમ, સ્ટીલ વગેરેને સાફ કરી શકે છે. વાસણોમાંથી હઠીલા દાઢ અને ચીકણાઈ અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે વાસણોની દુર્ગંધ દૂર કરે છે અને તેને ચમકદાર બનાવે છે.
2. મીઠું : ગંદા વાસણોને એકવાર સાફ કરી લો, તેમાં મીઠું છાંટીને થોડી વાર માટે રહેવા દો. આનાથી મીઠું ચીકણાઈ શોષી લેશે અને ડાઘને હળવા કરશે. વધુ સારા પરિણામો માટે, તમે તેમાં થોડું રબિંગ આલ્કોહોલ (ગુણોત્તર 1:4) ઉમેરી શકો છો. આ મિશ્રણને ચીકણા વાસણો પર સારી રીતે ઘસો અને પછી સ્ક્રબથી ઘસીને પાણીથી ધોઈ લો.
3. ચોખાનું પાણી : ચોખાનું પાણી માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેનો ઉપયોગ વાસણો સાફ કરવા માટે પણ કરી શકાય છે. તેમાંથી હઠીલા તેલના ડાઘ દૂર કરવામાં અસરકારક છે. તમારા વાસણોમાં ચોખાનું પાણી રેડો અને તેને 20 મિનિટ માટે રહેવા દો. પછી, ડીશ સાબુ અને સ્ક્રબથી ઘસો. વાસણોને ગરમ પાણીથી ધોઈને સૂકવી દો.
4. લીંબુ અને વિનેગર : લીંબુ અને વિનેગર આપણા ઘરોને સ્વચ્છ રાખવા માટે કામ કરે છે. તમારા એલ્યુમિનિયમના વાસણોને ફરીથી ચમકાવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે લીંબુ અને વિનેગરની પેસ્ટ બનાવો અને પછી તે વાસણોને સ્ક્રબ કરો.
5. વનસ્પતિ તેલ : તમને જાણીને નવાઈ લાગશે પણ વાત સાચી છે કે વનસ્પતિ તેલ વાસણોને સાફ કરી શકે છે. તમારા રસોડાના વાસણોમાંથી હઠીલા ડાઘ અને ચીકણાઈ દૂર કરવા માટે, એક કાગળનો ટુવાલ લો અને તેમાં થોડું વનસ્પતિ તેલ, મીઠું અને ખાંડ ઉમેરો અને આ કાગળના ટુવાલને વાસણો પર ચીકણાઈ પડેલા ભાગ પર ઘસો. થોડા સમય પછી તમે જોશો કે વાસણમાંથી ચીકણાઈ અને ડાઘ દૂર થઈ ગયા છે.
6. ગરમ પાણી : ચીકણું પેન કે તવા કે અન્ય કોઈપણ વાસણને સાફ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તવાને ગરમ પાણીથી ભરી લો અને પછી તેમાં 5-10 ટીપાં લીંબુનો રસ નાખો. 10 મિનિટ પછી ડીશ બારથી વાસણો ધોઈ લો.
7. કોર્ન સ્ટાર્ચ અને પાણી : કોર્ન સ્ટાર્ચ અને પાણીની પેસ્ટ હઠીલા તેલના ડાઘને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ પેસ્ટને ભીના કપડાથી ચીકણા વાસણો પર લગાવો અને પછી તેને 10 મિનિટ માટે રહેવા દો. પછી, વાસણોને સ્ક્રબથી ઘસીને સાફ કરો. હવે તેને હુંફાળા પાણીથી ધોઈ લો અને જો જરૂરી હોય તો, પ્રક્રિયાને ફરી એકવાર પુનરાવર્તિત કરો.
8. ખાવાના સોડા : વાસણો પર જમા થયેલી ગંદકીને સાફ કરવા બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય. વાસણો પર ઉપયોગ કરતા પહેલા ક્લિનિંગ સ્પોન્જ પર થોડો બેકિંગ સોડા છાંટો. થોડું ગરમ પાણી ઉમેરો અને ચીકણા થયેલા ભાગને સાફ કરો. તેને ગરમ પાણીથી ધોઈને સૂકવી દો.
9. વિનેગર : વિનેગર સુગંધની સાથે શ્રેષ્ઠ ક્લીનર્સ પણ છે. તમારા રસોડાના વાસણોમાંથી ચીકણા ડાઘથી છુટકારો મેળવવાનો આ સરસ ઉપાય છે. 2:1 ના પ્રમાણમાં પાણી અને વિનેગરનું સોલ્યુશન બનાવો અને તેમાં ચીકણા વાસણોને થોડીવાર પલાળી રાખો. પછી વાસણો બહાર કાઢો અને સ્ક્રબરથી ચીકણાઈ સાફ કરો.
આ બધી વસ્તુઓ તમારા રસોડામાં પણ હશે. હવે આગલી વખતે જ્યારે તમે વાસણ ચીકણા થાય તો આ વસ્તુઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અને તમારા વાસણોને ફરીથી નવા ચમકદાર બનાવો. અમને આશા છે કે આ ટિપ્સ તમારા માટે ઉપયોગી થશે અને આવી વધુ ટીપ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો
આ કુકિંગ ટિપ્સ ફોલો કરશો તો ઘરે બનાવેલી જલેબી ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે
આજથી તમારી રોટલી પણ સોફ્ટ અને ગોળ દડા જેવી ફૂલેલી બનશે, કણક બાંધતી વખતે અપનાવો માસ્ટર શેફ પંકજ ભદોરિયાની 3 ટિપ્સ
બજાર જેવી જ ઘરે તંદુરી નાન બનાવવા માટે ટિપ્સ અને ટ્રિક્સ
Comments are closed.