આપણે બધા નોકરી કે ધંધા પર જતી વખતે લંચ માટે ટીફીન બોક્સનો ઉપયોગ કરીએ છીએ, પછી ભલે બાળકોને શાળાએ જવું હોય કે તમારે ઓફિસ જવાનું હોય. તમારું ભોજન લઈ જવા માટે લંચ બોક્સ અથવા ટિફિન બોક્સ જરૂર પડે જ છે.
સામાન્ય રીતે, આપણે અનુકૂળતા મુજબ આ ટિફિન બોક્સ બેગમાં રાખીએ છીએ. જો કે, એવું જોવામાં આવે છે કે સાંજે ઓફિસેથી ઘરે પાછા ફર્યા પછી જ્યારે આપણે ટિફિન બોક્સ સાફ કરીએ છીએ ત્યારે તેમાંથી ખૂબ જ વિચિત્ર દુર્ગંધ આવે છે. તમે તેમને સાફ કરો છો, પરંતુ તેમ છતાં તેની દુર્ગંધ સંપૂર્ણપણે દૂર થતી નથી.
આવું તમારી સાથે થાય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ટિફિન બોક્સમાંથી આવતી દુર્ગંધને નાના-નાના ઉપાય કરીને દૂર કરી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે દરેક ગૃહિણીએ કામ આવશે.
ટિફિન બોક્સ ખુલ્લું રાખો
ઘણીવાર એવું બને છે કે આપણે ટિફિન બોક્સ સાફ કરીને પછી તરત જ બંધ કરી દઈએ છીએ. જો કે ટિફિન બોક્સની દુર્ગંધ દૂર કરવી હોય તો તેને બંધ કરવાને બદલે તેને ખુલ્લું રાખો. જ્યારે તમે આવું કરો ત્યારે, ટિફિન બોક્સમાંથી વધારાનું પાણી દૂર થઇ જાય છે અને તેમાંથી આવતી દુર્ગંધ પણ આપમેળે દૂર થઈ જાય છે.
કાચા બટાકા
બટાકાનો ઉપયોગ ખાવા માટે જ નહીં, પરંતુ સાફ-સફાઈમાં પણ થાય છે. ખાસ કરીને, ટિફિન બોક્સમાંથી આવતી વિચિત્ર ગંધને દૂર કરવા માટે બટાકાનો ઉપયોગ કરી શકાય છે. તમારે ફક્ત બટાકાના ટુકડાને મીઠું સાથે કોટ કરવાનું છે છે. હવે આ બટાકાને બોક્સની અંદરના ભાગે ઘસો. હવે તેને લગભગ 15-20 મિનિટ માટે રહેવા દો. તે પછી ટિફિન બોક્સ સાફ કરો.
આ પણ વાંચો : વૉશ બેસિનમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે કરી લો આ ઉપાય, હંમેશા સુગંધિત રહેશે
તજ
ટિફિન બોક્સમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા તજનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં, તજમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ટિફિન બોક્સમાંથી આવતી વાસને ઓછી કરે છે. આ માટે એક વાસણમાં થોડું પાણી અને તજની લાકડી નાખીને ઉકાળો. આ પાણીને ટિફિન બોક્સમાં નાખો અને દસથી પંદર મિનિટ માટે આમ જ રહેવા દો. છેલ્લે, ટિફિન બોક્સને ગરમ પાણીથી ધોઈ લો.
લીંબુની છાલ
ઘણીવાર આપણે લીંબુનો રસ કાઢવા માટે લીંબુને નિચોવીએ છીએ અને તેની છાલને ખરાબ સમજીને ફેંકી દઈએ છીએ. જ્યારે હકીકતમાં લીંબુની છાલ સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે. લીંબુની છાલમાં હાજર સાઇટ્રિક એસિડ માત્ર સાફ જ નથી કરતું, પરંતુ ટિફિન બોક્સમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે.
આ માટે તાજા લીંબુની છાલને પાણીમાં ઉકાળવાની છે. આ પછી, તમે આ પાણીને ટિફિન બોક્સમાં નાખો અને લગભગ અડધા કલાક સુધી આ રીતે છોડી દો. છેલ્લે ટિફિન બોક્સને સાદા પાણીની મદદથી સાફ કરો.
તો આ ટિપ્સ દરેક ગૃહિણીને કામ આવશે. હવે તમે પણ આ ટિપ્સ ફોલો કરો અને ટિફિન બોક્સમાંથી આવતી દુર્ગંધને સરળતાથી દૂર કરો. તમે પણ અમને આ લેખ વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો અને રસોઈનીદુનિયા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.