આપણા દેશમાં જુદી જુદી વસ્તુઓ પર આસ્થા માનવામાં આવે છે. કેટલાક તેને અંધશ્રદ્ધા પણ માને છે તો કેટલાક સત્ય પણ માને છે. જ્યારે ઘણા ધર્મો અને શાસ્ત્રો છે, તેમની સાથે અનેક રિવાજો અને માન્યતાઓ જોડાયેલી છે. કેટલાક એવા છે જે સદીઓથી ચાલ્યા આવે છે, પરંતુ તે રિવાજો વિશે કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. આપણને ખબર પણ નથી પડતી કે આટલા લાંબા સમયથી આવા રિવાજો કેમ ચાલે છે? ખરાબ નજરથી બચવા માટે લીંબુ મરચાં લટકાવવાનો આવો જ એક રિવાજ વરહોથી ચાલ્યો આવે છે.
તમે પણ લીંબુ અને મરચાને નવી ગાડીમાં, ઘરમાં, દુકાન પર, નવા વેપારના સ્થળે લટકતા જોયા હશે. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજર લાગતી નથી, પરંતુ શું તમે ક્યારેય વિચારવાનો પ્રયાસ કર્યો છે કે માત્ર લીંબુ અને મરચું જ શા માટે? શા માટે બીજી કોઈ વસ્તુ નહીં?
લીંબુ અને મરચા સાથે સંકળાયેલ ધાર્મિક કારણ શું છે?
માન્યતાઓ અનુસાર ધનની દેવી લક્ષ્મીની એક બહેન છે જેનું નામ અલક્ષ્મી છે. જ્યારે લક્ષ્મી એ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે, તો દુઃખ અને ગરીબી અલક્ષ્મી સાથે સંકળાયેલી છે. લક્ષ્મીને ભોજનમાં મીઠાઈઓ અને સુગંધિત વસ્તુઓ ગમે છે, પરંતુ અલક્ષ્મીને ખાટી અને તીખી વસ્તુઓ ગમે છે. એટલા માટે લોકો ઘર અને દરેક શુભ વસ્તુની બહાર લીંબુ અને મરચા લટકાવે છે, જેથી અલક્ષ્મી ઘરની બહારથી સંતુષ્ટ થાય અને ઘરની અંદર ન આવે.
લીંબુ અને મરચાં લટકાવવા પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત શું? અમે જે સિદ્ધાંત વિશે વાત કરી રહ્યા છીએ તે ઇન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય છે. જો કે, તેનો કોઈ નક્કર ખુલાસો નથી.
મુસાફરી સિદ્ધાંત
એક ખૂબ જ લોકપ્રિય સિદ્ધાંત છે જે સૂચવે છે કે પ્રાચીન સમયમાં લોકો જંગલોમાં પગપાળા મુસાફરી કરતા હતા. આવા સમયે લોકો લીંબુ અને મરચા લઈને બહાર જતા હતા . થાકની સ્થિતિમાં લીંબુનો રસ પી શકાય છે. તેમજ ચાલતી વખતે સાપને કરડવાનો ભય રહેતો હતો. આવી સ્થિતિમાં મરચાં ખાઈને સાપ ઝેરી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જો મરચું તીખું હોય તો સાપ કરડવાથી કોઈ સમસ્યા નથી કારણ કે તેમાં કોઈ ઝેર નથી. જો મરચાનો સ્વાદ ન આવ્યો, તો તેનો અર્થ એ કે સાપમાં હતું અને નસો સુન્ન થઈ રહી છે.
આદુ, લીંબુ અને મરચાને સબંધિત કેટલીક ટિપ્સ, જે તમારા રસોડાના કામને સરળ બનાવી શકે છે
કુદરતી જંતુનાશક
અન્ય એક સિદ્ધાંત છે જે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે તે છે જંતુનાશક સાથે સંબંધિત સિદ્ધાંત. લીંબુ અને મરચાને ઘરની બહાર લટકાવવામાં આવે છે કારણ કે તેમાં કુદરતી જંતુનાશકોગુણ હોય છે. આ કારણે જંતુઓ ઘરમાં પ્રવેશી શકતા નથી. લીંબુ મરચા મચ્છર, માખીઓ, જંતુઓ વગેરેને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેથી જ કદાચ ઘરની બહાર લીંબુ અને મરચા લટકાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
આ સિવાય એવું માનવામાં આવે છે કે લીંબુ અને મરચા લટકાવવાથી કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે અને તેથી તેનો સંબંધ ખરાબ નજર સાથે છે.
ઘણા લોકો આ રિવાજનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. જેમ કે કેટલાક 5 મરચાં અને એક લીંબુ લટકાવે છે, કેટલાક 7 મરચાં અથવા 3 લીંબુનો ઉપયોગ કરે છે. લોકોની માન્યતાઓ અલગ હોઈ શકે છે અને તેમની સાથે સંકળાયેલા રિવાજો પણ અલગ હોઈ શકે છે.
આ પણ વાંચો :
- લીંબુનો રસ કાઢીને આ રીતે 2 મહિના સુધી સ્ટોર કરો, કડવો પણ નહીં થાય અને બગડશે પણ નહીં
- લીલા મરચાં 1 મહિના સુધી સુકાશે પણ નહીં અને લાલ પણ નહીં થાય, સ્ટોર કરવાની 3 ટિપ્સ
- દરરોજ આ એક વસ્તુનું સેવન કરવાથી તમને મળે છે અદભુત ફાયદા, કિડની પથરીને પણ થતા અટકાવે છે
- દરરોજ આ એક વસ્તુનો રસ પીવાનું શરુ કરી દો, શરીરમાં રહેલા ઝેરી તત્વોથી લઈને પથરી, હૃદય રોગ, સ્ટ્રોક અને વજન ઘટાડવામાં છે ફાયદાકારક
તમને કયો સિદ્ધાંત સાચો લાગે છે? લેખની નીચેના કોમેન્ટ બોક્સમાં અમને જણાવો. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.