મોટાપો એ જીવનશૈલી સાથે જોડાયેલી એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે આજકાલ મોટાભાગના લોકો પરેશાન થઇ રહયા છે. આનું મુખ્ય કારણ શારીરિક પ્રવૃત્તિનો ન કરવી એ પણ છે. વધતું વજન માત્ર અકળામણનું કારણ નથી, પણ ઘણી બીમારીઓ ઉદ્ભવ સ્થાન પણ છે.
લોકો તેમની સ્થૂળતા ઘટાડવા માટે ઘણા ઉપાયો અજમાવતા હોય છે. કેટલાક લોકો હેવી વર્કઆઉટ કરે છે તો કેટલાક અલગ-અલગ પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરે છે. એટલું જ નહીં કેટલાક લોકો વજન ઘટાડવા માટે ખાવાનું પણ બંધ કરી દે છે.
પરંતુ, હવે તમારે આવું કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમે એવી 3 આદતો વિશે જણાવી રહ્યા છીએ, જેને સવારની દિનચર્યામાં સામેલ કરીને તમે વજન ઘટાડી શકો છો.
એક્સપર્ટ કહે છે, “આજની વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો કે, પોતાના માટે સમય કાઢવો પણ વધુ મુશ્કેલ બની રહ્યો છે. આના કારણે સ્થૂળતા વધવા લાગે છે અને શરીરમાં અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. જો તમે સવારે પોતાના માટે થોડો સમય કાઢશો અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરશો તો તમે સ્વસ્થ રહી શકો છો.
1. ઓઇલ પુલિંગ
પહેલાના સમયમાં લોકો ઓઇલ પુલિંગ કરીને શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરતા હતા. આયુર્વેદમાં પણ આ કરવાની સલાહ આપવામાં આવી છે. નિયમિત ઓઇલ પુલિંગ કરવાથી મોઢાના બેક્ટેરિયા અને દુર્ગંધ દૂર થાય છે, પેઢાનો સોજો દૂર થાય છે, શરીર ડિટોક્સ થાય છે અને શરીરને એનર્જી મળે છે.
વિધિ : તમારા મોંમાં એક ચમચી તલનું તેલ અથવા વર્જિન નાળિયેરનું તેલ લો. તેને લગભગ 5 થી 20 મિનિટ સુધી મોઢામાં રાખો અને ગોળ ગોળ ફેરવો. આ પછી તેને થૂંકી દો.
સાવધાની : ઓઇલ પુલિંગ કરતી વખતે ગળવાનું ટાળો, કારણ કે તેમાં ઘણા બેક્ટેરિયા હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે.
આ જરૂર વાંચો : લાંબા વાળ માટે બધા ઉપાયો કરીને થાકી ગયા હોય તો ઈંડાનો કરો આ રીતે ઉપયોગ થોડાક જ દિવસોમાં વાળ કાળા થઇ ઘૂંટણે વાળ અડી જશે
2. બે ગ્લાસ પાણી
દરરોજ ખાલી પેટે 2 ગ્લાસ પાણી પીવાની આદત શરીરના જરૂરી અંગોને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખે છે, જેથી તે યોગ્ય રીતે કામ કરી શકે. પાણી રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે, જે કોષોમાં પોષક તત્વોનું વહન કરે છે અને ઝેર દૂર કરે છે.
જો તમે સવારે ઉઠ્યા બાદ પાણી પીવો છો તો શરીર હાઇડ્રેટ રહે છે. આ તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય સવારે ઉઠીને પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમે તમારી જાતને બીમારીઓથી બચાવી શકો છો. આ સિવાય પાણી શરીરને ડિટોક્સ કરે છે, જે ચહેરા પર ચમક લાવે છે અને વાળનું સ્વાસ્થ્ય સારું રાખે છે.
3. પલાળેલા નટ્સ અને બીજ
જ્યારે નટ્સ અને બીજને પાણીમાં પલાળીને ખાવામાં આવે છે, ત્યારે હાનિકારક ઉત્સેચકો દૂર થાય છે અને તેમાં હાજર પોષક તત્વો વધે છે. તેઓ ફેટી એસિડ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, એમિનો એસિડ વગેરેથી ભરપૂર હોય છે. આને ખાવાથી તમે ન માત્ર અનેક બીમારીઓથી દૂર રહી શકો છો, પરંતુ ત્વચા અને વાળના સ્વાસ્થ્ય અને સુંદરતામાં પણ વધારો કરે છે.
સવારે પલાળેલા બદામ, અખરોટ અને બીજ ખાવાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે, તે તમારા બ્લડ શુગર લેવલ અને વજનને નિયંત્રિત કરે છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. તે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે અને હોર્મોન્સને નિયંત્રણમાં રાખે છે.
આ જરૂર વાંચો :સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવાથી માથાનો દુખાવો, ભૂખ, પાચનતંત્ર અને ત્વચાને થાય છે આ ફાયદા
તમે પણ સવારે ઉઠીને આ 3 આદતો અપનાવીને વજનને નિયંત્રિત કરી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.