ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા આપણે શું શું નથી કરતા? કારણ કે સ્વાદિષ્ટ ખોરાક ખાવાનું કોને પસંદ નથી અને ખાવાનું બનાવનાર પણ વિચારે છે કે ભોજન સ્વાદિષ્ટ બને, જેથી ખાનારાઓ તેમના વખાણ કરે. પરંતુ કેટલીકવાર રસોઈ બનાવતી વખતે નાની-નાની ભૂલોને કારણે આપણી મહેનત વ્યર્થ જાય છે. આજે અમે તમારી સાથે રસોઈને લગતી આવી જ 14 ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સની મદદથી તમે નાની-નાની ભૂલોને સુધારી શકો છો તેમજ ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકો છો. જે પછી બધા તમારા ખાવાના વખાણ કરવા લાગશે.
14 બેસ્ટ કિચન ટિપ્સ
- જો દાળ રાંધતી વખતે, પ્રેશર કૂકરની સીટી વાગે ત્યારે ઢાંકણમાંથી વારંવાર પાણી નીકળે છે અને કૂકર ગંદુ થઈ જાય છે, તો તેના માટે આ ઉપાયો અપનાવો. દાળને પ્રેશર કૂકરમાં બાફવા માટે રાખતી વખતે તેમાં સ્ટીલની નાની વાટકી મુકો. આના કારણે દાળ બહાર આવશે નહીં અને સીટીમાંથી માત્ર વરાળ નીકળશે.
- દાળનો તડકો સહેજ બળી જાય તો દાળમાં બેથી ત્રણ ચમચી દેશી ઘી નાખીને મિક્સ કરી લો. દેશી ઘીની સુગંધ દાળમાં બળેલા તડકાનો સ્વાદ ઓછી કરી નાખે છે અને દાળ સ્વાદિષ્ટ લાગશે.
- પુરીઓના કણકમાં એક ચપટી ખાંડ નાખવાથી પુરીઓ લાંબા સમય સુધી ફૂલેલી રહે છે અને પુરીઓ પણ સ્વાદિષ્ટ લાગે છે.
- ઘણી વાર ઘણા લોકો શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં દહીં ઉમેરતા હોય છે. પરંતુ ધ્યાનમાં રાખો, જો તમે શાકમાં દહીં મિક્સ કરી રહ્યા છો, તો શાકમાં દહીં મિક્સ કરો અને તેને પહેલા ઉકાળો, ત્યારપછી શાકમાં મીઠું નાખીને મિક્સ કરો. કારણ કે શાક ઉકળતા પહેલા તેમાં મીઠું નાખવાથી દહીં ફાટી જાય છે.
આ પણ વાંચો: રોજબરોજ ઉપયોગમાં આવતી 30 રસોઈ ટિપ્સ, તમે પણ જાણ્યા પછી રસોઈનીરાણી બની જશો
- મુરબ્બો બનાવતી વખતે ખાંડની ચાસણીમાં એકથી બે ચમચી લીંબુનો રસ ઉમેરવાથી મુરબ્બો સ્વાદિષ્ટ અને ટકાઉ બને છે.
- ભેજવાળા વાતાવરણમાં સોજી ઝડપથી બગડી જાય છે. તેના માટે એક કડાઈમાં સોજીને ધીમી આંચ પર બેથી ત્રણ મિનિટ શેકી લો અને પછી સોજીને એક ડબ્બામાં ભરી લો. આના કારણે સોજી ઝડપથી બગડશે નહીં.
- રાયતા બનાવતી વખતે, કેટલાક લોકો દહીંમાં બધી સામગ્રી સાથે મીઠું ઉમેરીને તેને મિક્સ કરે છે. આમ કરવાથી રાયતા થોડા સમય પછી ખાટા થઈ જાય છે. તેથી આવું કરવાનું ટાળો, સૌ પ્રથમ દહીંમાં બધી સામગ્રી મિક્સ કરો અને પછી પીરસતી વખતે રાયતામાં મીઠું ઉમેરો.
- આલુ પરાઠા બાળકો અને વડીલો બધાને ગમે છે. પરંતુ જો તમારે પરાઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવો હોય તો બટાકાના મિશ્રણમાં થોડી કસૂરી મેથી ઉમેરી દો, તે પરાઠાને વધુ સ્વાદિષ્ટ બનાવશે.
આ પણ વાંચો: ચા બનાવતી વખતે તમે પણ કરો આ ભૂલો છો તો ચા નો સ્વાદ બગડી શકે છે
- વધેલી વાસી જૂની બ્રેડને ફેંકી દેવાને બદલે તેને પીસીને હવાચુસ્ત પાત્રમાં રાખો. બાદમાં, જો તમે તેનો ઉપયોગ કબાબ અથવા કટલેટ બનાવવા માટે કરશો, તો તે તૂટશે નહીં અને સ્વાદિષ્ટ રીતે ક્રન્ચી પણ બનશે.
- ભાત બનાવતી વખતે તેના પાણીમાં એક ચમચી ઘી અને લીંબુના રસના થોડા ટીપાં નાંખવાથી ભાત સફેદ અને છૂટા બનશે.
- શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે, ડુંગળીને સાંતળતી વખતે તેમાં એક ચમચી ચણાનો લોટ નાખો, તેનાથી શાકની ગ્રેવી ઘટ્ટ થશે અને સ્વાદ પણ સારો આવશે.
- શાકમાં વટાણા ઉમેરાયા પછી સંકોચાઈ જાય છે. જો તમે એવું ન ઈચ્છતા હોવ અને શાકમાં વટાણા લીલા રહે તો વટાણાને પાણીમાં એક ચમચી ખાંડ નાખી ઉકાળો. પછી ગ્રેવીમાં પાણી ઉમેરી વટાણાને પકાવો.
- મસાલેદાર શાક બનાવતી વખતે ધ્યાન રાખો કે તેમાં વધુ પાકેલા ટામેટાં અને ખાટા દહીંનો ઉપયોગ ન કરો. તેનાથી શાકનો સ્વાદ સારો આવતો નથી.
- દૂધનો માવો બનાવતી વખતે ગેસની આંચ ઉંચી રાખો અને દૂધ થોડું ઘટ્ટ થાય પછી તેને સતત હલાવતા રહો. આના કારણે વાસણના તળિયે દૂધ બળશે નહીં અને માવો સફેદ બનશે.