તમને ફણગાવેલા કઠોર ખાવાના ફાયદાઓ વિશે જાણતા જ હશો. નિષ્ણાતોથી લઈને ડોક્ટર્સ સુધી દરેક તેને ખાવાની સલાહ આપે છે. તમારે તમારા નાસ્તામાં એક વાટકી બીજ જેવા કે મગ, ચણા અને મગફળીના ફણગાવીને ખાવા જોઈએ. તે કહેવું ખૂબ જ સરળ છે કે મગ, ચણા અને અન્ય બીજને ફણગાવીને તેનું સેવન કરવું જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે તેમને અંકુરિત કરવું કેટલું અઘરું છે.
આ બીજને અંકુરિત કરવાની એક રીત હોય છે, જે ઘણા લોકો હજુ પણ જાણતા નથી. તમારી રીત સાચી ન હોવાને કારણે અંકુરિત થતા નથી. તેથી આજે અમે અમારા વાચકોને બીજને ઝડપથી અંકુરિત કરવાની કેટલીક ટિપ્સ જણાવીશું, જેનાથી તમારા બીજ ઝડપથી અને સરળતાથી અંકુરિત થશે.
બીજને ભીના ટુવાલમાં રાખો
મગ, ચણા અને મગફળીને ઝડપથી અંકુરિત કરવા માટે, તેમને પહેલા પલાળી રાખો. હવે ટુવાલને ગરમ પાણીમાં પલાળી દો અને તેને સારી રીતે નિચોવો અને તેમાં પલાળેલા બીજને લપેટીને આખી રાત રાખી દો. જાડા ટુવાલ અને ગરમ પાણીની હૂંફ બીજને વધુ ઝડપથી અંકુરિત કરવામાં મદદ કરશે.
ગરમ જગ્યાએ સ્ટોર કરો
જો બીજમાં અંકુરણ ન આવતું હોય, તો તાપમાનમાં ગરબડ હોઈ શકે છે. અંકુરણ માટે હંમેશા ગરમ તાપમાનની જરૂર પડે છે, તેથી જ્યારે તમે બીજને અંકુરણ માટે રાખો, ત્યારે તેને ટુવાલમાં લપેટી લો અને તેને ગરમ તાપમાનવાળી જગ્યાએ રાખો, તેનાથી ઝડપથી અંકુરિત થશે.
પહેલાથી પાણીમાં પલાળીને રાખો
વધુ અને સારા અંકુરણ માટે તમારા બીજને પહેલાથી પલાળી રાખો. જ્યારે બીજ સારી રીતે પલાળવામાં આવે, ત્યારે તે સરળતાથી અને ઝડપથી અંકુરિત થાય છે. સૌપ્રથમ બીજને પલાળી દો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને બાઉલમાં રાખો. આ સાથે, 2-3 ચમચી પાણી ઉમેરો જેથી અંકુરિત થવામાં મદદ મળે.
ગરમ પાણી છાંટો
ઘણા પ્રયત્નો પછી પણ જો બીજ ઝડપથી અંકુરિત ન થાય તો તેને ગરમ પાણીમાં નીચોવેલા ટુવાલમાં લપેટી રાખો, તેમજ વચ્ચે વચ્ચે ગરમ પાણીનો છંટકાવ કરો. ગરમ પાણીની હૂંફથી બીજ ઝડપથી અંકુરિત થશે.
આ પણ વાંચોઃ વારંવાર લસણ અંકુરિત થઇ જાય છે તો અપનાવો આ ટિપ્સ
આ ટીપ્સની મદદથી તમે તમારા બીજને ઝડપથી અંકુરિત કરી શકો છો. જો તમારી પાસે અમારી ટિપ્સ સંબંધિત કેટલાક પ્રશ્નો હોય, તો લેખની નીચે કોમેન્ટમાં અમને જણાવો. અમે તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ લેખ ગમ્યો હોય તો, આવી વધુ ટિપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.