વજન ઘટાડવા માટે લોકો ઘણી મહેનત કરતા હોય છે. લોકો કસરત, તેમના આહારમાં ફેરફાર અને બીજી ઘણી બાબતોનો આશરો લે છે. વજન ઘટાડવા માટે, સૌ પ્રથમ તમારે તમારા શરીરના પ્રકારને સમજવાની ખાસ જરૂર હોય છે. તમારા શરીરના પ્રકાર અનુસાર, તમારે કસરત અને તમારો આહાર પસંદ કરવો જોઈએ, જેથી તમે સારું પરિણામ મેળવી શકો.
જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો સૌ પ્રથમ જાણી લો કે દરેક વ્યક્તિની વજન ઘટાડવાની સફર અલગ-અલગ હોય છે. વજન ઘટાડવાને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે, જેના સાચા જવાબો મેળવવા ખૂબ જ જરૂરી છે. જેથી વજન ઘટાડતી વખતે તમે કોઈ ભૂલ ના કરો. વજન ઘટાડવા માટે ચાલવું કેટલું સારું છે, શું ખરેખર વજન ઓછું કરવું શક્ય છે, આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે, ચાલો જાણીએ આ લેખમાં કે કેવી રીતે ચાલવું જોઈએ અને કેટલું ચાલવું જોઈએ.
વજન ઘટાડવા માટે ચાલવાની સાચી રીત
વજન ઘટાડવા માટે ચાલવું સાચું છે, પરંતુ માત્ર ચાલવાથી વજન ઘટાડી શકાતું નથી. ચાલવાને તમારી દિનચર્યામાં સમાવેશ કરો પરંતુ સાથે સાથે તમારી ખાણીપીણી અને કસરતનું પણ ધ્યાન રાખો.
એક દિવસમાં ઓછામાં ઓછા 4000-5000 પગલાં ચાલવાનો પ્રયત્ન કરો. સારું પરિણામ માટે ચાલતી વખતે ગતિ પર ધ્યાન આપો, એટલે કે તમારે બહુ ઝડપથી ચાલવાની જરૂર નથી કે તમારે ખૂબ ધીમે ચાલવાની પણ જરૂર નથી. ચાલતી વખતે તમારે એક નિશ્ચિત ગતિએ જ ચાલવું જોઈએ.
નિષ્ણાતોના મતે, સારું પરિણામ માટે, તમારે દર અઠવાડિયે લગભગ 150 મિનિટ ચાલવું જોઈએ.
જો તમે તમારા માટે વજન ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અથવા તમે ઓછા સમયમાં વધુ વજન ઘટાડવા માંગતા હોય તો તમારે દરરોજ 10,000 પગલાં ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.
સવાર કે સાંજ બંને વૉકિંગ માટે સારા માનવામાં આવે છે. તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એકમાં ચાલી શકો છો. જમ્યા પછી થોડા ડગલાં ચાલવું પણ ખૂબ જ જરૂરી છે. આ પાચન સુધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ચાલવાથી તણાવ પણ દૂર થાય છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
આ પણ વાંચો: જમ્યાના 10 થી 15 મિનિટ પછી ભૂલ્યા વગર કરો આ એક કામ, વાંચેલું આખી જિંદગી કામ આવશે
જો તમને આજનો અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો. આવી વધુ જીવનઉપયોગી જાણકારી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરજો.