ઉપવાસ દરમિયાન કેટલીકવાર આપણને સમજાતું નથી હોતું કે, નાસ્તામાં એવું શું બનાવી શકાય જે ઝડપથી બની જાય અને ખાવામાં સ્વાદિષ્ટ હોય અને બનાવવામાં પણ ઓછો સમય લાગે, તો આ માટે તમારે વધારે વિચારવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને સામાનો નાસ્તો બનાવવાની રીત જણાવીશું, જે માત્ર 10 થી 15 મિનિટમાં ઝડપથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં એટલો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે કે જો તમે તેને એકવાર બનાવીને ખાશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે.
જો કે ઘણા લોકો ઉપવાસ માટે સાબુદાણાનો નાસ્તો બનાવતા હોય છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો, જો તમે આ રીતે સામાનો નાસ્તો બનાવીને ખાશો તો તમને તે ખૂબ જ ગમશે.
સામગ્રી
- પલાળેલા સામા – 1 કપ
- કાચા બટેટા – 2
- તેલ – 1 ચમચી
- જીરું – 1 ચમચી
- છીણેલું આદુ – 1 ચમચી
- લીલા મરચા – 2
- પાણી – 200 મિલી
- સેંધા મીઠું – 1/2 ચમચી સ્વાદ માટે
- કાળા મરી પાવડર – 1/2 ચમચી
- થોડી કોથમીર
નાસ્તો બનાવવાની રીત
નાસ્તો તૈયાર કરવા માટે, પહેલા સામાને પાણીથી ધોઈ લો, પછી તેમાંથી પાણી નીતાળી લો અને પાણીને સૂકવવા માટે પંખાની નીચે ફેલાવો. આ પછી, સામાને મિક્સર જારમાં નાખીને ઝીણો લોટ બની જાય એવી રીતે પીસી લો.
હવે એક ઊંડા વાસણમાં પાણી લો અને તેમાં કાચા બટાકાને છીણી લો. બટાકાને છીણી લીધા પછી તેને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો. પછી બટાકાને ગાળી લો અને બધુ જ પાણી નિચોવી લો.
હવે એક પેનને ગેસ પર મૂકો, તેમાં એક ચમચી તેલ ઉમેરો અને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને તતડવા દો, પછી તેમાં છીણેલું આદુ નાખીને હળવા સોનેરી રંગનું થાય ત્યાં સુધી સાંતળો જેથી આદુમાં કચાશ ન રહે. પછી તેમાં સમારેલા લીલા મરચા નાખીને મિક્સ કરો.
હવે તેમાં છીણેલા બટેટા, એક કપ પાણી, કાળા મરીનો પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી પેન પર ઢાંકણ મૂકી બટાકાને મધ્યમ તાપ પર ત્રણથી ચાર મિનિટ સુધી પકાવો.
બટાકાને રાંધ્યા પછી તેમાં થોડી ઝીણી સમારેલી લીલા ધાણા ઉમેરીને મિક્સ કરો. આ પછી, સામાના લોટને સારી રીતે મિક્સ કરો અને કણક બને ત્યાં સુધી પકાવો. લોટ સારી રીતે ચડી જાય પછી ગેસ બંધ કરી લો અને લોટને એક વાસણમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો.
આ પણ વાંચો: વધેલી રસોઈને ફેંકી દેવાને બદલે, વધેલા ખોરાકમાંથી બનાવો કેટલીક નવી વાનગી, જાણો 21 કુકીંગ ટિપ્સ
જ્યારે લોટ ઠંડો થઈ જાય, ત્યારે તેને એકવાર મસળી લો અને નાસ્તા માટે નાના નાના ગુલ્લાં બનાવો. આ પછી તમારા હાથમાં લોટનું એક ગુલ્લુ લો અને તેને સારી રીતે મેશ કરો અને વડાનો આકાર આપો. તમે આ નાસ્તો તમારી પસંદગી મુજબ કોઈપણ આકારમાં બનાવી શકો છો. એ જ રીતે, પહેલા બધા ગુલ્લાને આકાર આપો.
હવે નાસ્તાને તળવા માટે કડાઈમાં તેલ મૂકીને ગરમ કરો. જ્યારે તેલમાંથી આછો ધુમાડો નીકળવા લાગે ત્યારે ગેસને મીડીયમ કરી દો અને એક સમયે પેનમાં જેટલી જગ્યા હોય તેટલા વડા તળવા માટે મુકો. આ પછી, તેને ઉપરથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર તળો.
નાસ્તો તળ્યા પછી, તેને તેલમાંથી કાઢીને પ્લેટમાં કાઢી લો અને બીજા બધા નાસ્તાને આ રીતે તળી લો. ઉપવાસ માટે તૈયાર છે સમાનો ક્રિસ્પી નાસ્તો. હવે લીલી ચટણી સાથે ગરમાગરમ નાસ્તાની મજા લો.
નોંધ :
- નાસ્તામાં સમા ચોખાને પલાળી ન રાખો, ફક્ત સામાને પાણીથી ધોઈ લો અને પંખાની હવામાં સૂકવી દો કારણ કે આ ચોખાના દાણા ખૂબ જ નાના હોય છે, તેથી તે ઝડપથી ફૂલી જાય છે.
- નાસ્તાને વધુ આંચ પર તળશો નહીં કારણ કે આનાથી નાસ્તો બહારથી ઝડપથી લાલ થઈ જશે અને અંદરથી કાચો રહેશે. તેથી, નાસ્તાને મધ્યમ આંચ પર તળો.