ચટણી માટે સામગ્રી
- 12 થી 15 લસણની કળી
- સમારેલા લીલા મરચા
- 2 ચમચી લાલ મરચું પાવડર
- ½ ટીસ્પૂન મીઠું
- અડધો કપ દહીં
- ½ ટીસ્પૂન ધાણા જીરું પાવડર
- ½ ચમચી ખાંડ
- સમારેલી કોથમીર
ગોટા બનાવવા માટે સામગ્રી
- 1 કપ બાજરીનો લોટ
- ⅛ કપ બેસન (ચણાનો લોટ)
- 1 કપ સમારેલા મેથીના પાન (લીલી મેથી)
- ½ કપ ઝીણું સમારેલું તાજુ લીલું લસણ
- 1 ટીસ્પૂન લસણ લીલા મરચાની પેસ્ટ
- અડધો ઇંચ ઝીણું સમારેલું આદુ
- 1 ચમચી ધાણા
- ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર
- ¼ ટીસ્પૂન હળદર પાવડર
- ¾ ચમચી મીઠું
- ⅛ ચમચી ખાવાનો સોડા
- અડધુ લીંબુ
- 1 ચમચી તેલ
- જરૂર મુજબ પાણી
લસણ મરચાની ચટણી બનાવવાની રીત
સૌથી પહેલા ખાંડણીમાં લસણની કળી અને લીલા મરચાના ટુકડા નાખી અધકચરા વાટી લો. તમે મિક્ચરમાં માં પણ વાટી શકો છો. પરંતુ ખાંડણીમાં વાટવાથી સ્વાદ સારો આવશે. હવે તેમાંથી 1 ટીસ્પૂન લસણ મરચા એક વાટકીમાં કાઢી લો જેનો ઉપયોગ ગોટામાં નાખવા કરવાનો છે. બાકીના ખાંડણીમાં રહેવા દો.
હવે ખાંડણીમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી મીઠું નાખીને વાટી લો જેથી લસણ મરચામાં સારી રીતે મિક્સ થઇ જાય. અહીંયા ચટણી બનીને તૈયાર થઇ ગઈ છે. હવે તેમાં અડધો કપ દહીં, ધાણાજીરું પાવડર અને ખાંડ ઉમેરીને બધું મિક્સ કરો. હવે ઉપર થોડી કોથમીર નાખીને મિક્સ કરો. તો અહીંયા લસણ અને દહીંની ચટણી બનીને તૈયાર છે.
ગોટા બનાવવાની રીત
સૌથી પહેલા એક વાસણમાં બાજરીનો લોટ, ચણાનો લોટ, એક કપ સમારેલી લીલી મેથી, અડધો કપ ઝીણું સમારેલું લીલી લસણ, લસણ મરચાની પેસ્ટ, ઝીણું સમારેલું આદુ, ધાણા, લાલ મરચું, હળદર, મીઠું, બેકિંગ સોડા અને લીંબુ નો રસ એડ કરો. લીંબુ નાખવાથી ગોટા નો કલર આવશે. છેલ્લે એક ચમચી તેલ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દો.
થોડું થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. ખીરું એવું બનાવો કે ગોટા પાડી શકીએ. ખીરું તૈયાર થઇ ગયા પછી તેને 5 મિનિટ માટે સાઈડ પર રાખો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એક ચમચી તેલ બાજરીના ખીરુંમાં ઉમરો. ખીરાંમાં તેલ બરાબર મિક્સ કરી લો. હવે હાથમાં ખીરું લઈને તેલમાં ગોટા પાડો. ગોટા ને બંને બાજુથી સારી રીતે તળી લો. લગભગ 3 થી 4 મિનિટ ગોટાને તળતા થશે. ગોટા બનીને તૈયાર થઇ જાય એટલે એક વાસણમાં કાઢી લો અને ચટણી સાથે સર્વ કરો.