અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
સામગ્રી
- ¾ કપ કાજુ
- ¾ કપ ગાંઠિયા
- 2 બારીક સમારેલી ડુંગળી
- ¾ કપ ટામેટાની પ્યુરી
- 1.5-2 ચમચી આદુ-લસણ પેસ્ટ
- 2 લાલ સૂકા મરચા
- 2 તમાલપત્ર
- 5-6 કાળા મરીના દાણા
- 4-5 લવિંગ
- 2 તજની લાકડીઓ
- 1 ચક્રફુલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર પાવડર
- 1.5-2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1-1.5 ચમચી ધાણા જીરા પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- કોથમીર
- મીઠું
- પાણી
- ઘી
કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત
- એક પેન લો અને તેમાં કાજુને ઘીમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. શેકેલા કાજુને એક બાઉલમાં કાઢી લો.
- હવે એ જ પેનમાં થોડું ઘી ઉમેરો અને તેમાં જીરું, હિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લવિંગ, કાળા મરીના દાણા, તજની દાળ અને ચક્રફુલ ઉમેરો. તેને સારી રીતે સાંતળો.
- હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો.
- આદુ-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- ટામેટાની પ્યુરી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- હવે અડધી ચમચી હળદળ પાવડર, 1 – 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરો. હવે મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.
- ગ્રેવી તૈયાર કરવા માટે થોડું પાણી ઉમેરો અને સારી રીતે હલાવો. મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
- તેને ઉકળવા દો પછી કાજુ અને ગાઠીયા ઉમેરો. બરાબર હલાવો અને કોથમીરથી ગાર્નિશ કરો. કાજુ ગઢિયા નુ શાક તૈયાર છે.