શું તમે ઘરે આઈસ્ક્રીમની બરફી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને આઈસ્ક્રીમની બરફી એક નવી જ રીતે બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
તમે ઘરે આઈસ્ક્રીમની બરફી કેવી રીતે બને તે વિચારી રહયા છો પરંતુ ખબર નથી પડતી કે કેવી રીતે બનાવવી? તો આવો જાણીયે.
સામગ્રી
- દૂધ પાવડર – 200 ગ્રામ
- ઘી – 200 ગ્રામ
- સમારેલા પિસ્તા
- સમારેલી બદામ
- ખાંડ – 200 ગ્રામ
- પાણી – 3/4 કપ
- વેનીલા એસેન્સ – 1 ચમચી
આઈસ્ક્રીમ બરફી બનાવવાની રીત
- આઈસ્ક્રીમ બરફી બનાવવા માટે, એક બાઉલમાં 200 ગ્રામ મિલ્ક પાવડર લો (ડેરી વ્હાઇટનરનો ઉપયોગ કરશો નહીં).
- હવે તેમાં 200 ગ્રામ ઓગાળેલું ઘી ઉમેરીને હાથ વડે સારી રીતે મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો.
- એક આઈસક્રીમ બરફી જમાવવા માટે ટ્રે લો, તેમાં બટર પેપર મૂકો અને તેને ઘીથી ગ્રીસ કરો.
- ટ્રેમાં સમારેલા પિસ્તા અને બદામ થોડા થોડા નાખો.
- ગેસ પર કઢાઈ મૂકો, તેમાં 200 ગ્રામ ખાંડ અને 3/4 કપ પાણી ઉમેરો અને ખાંડને મધ્યમથી ઊંચી આંચ પર ઓગાળી લો. ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરો.
- ખાંડ ઓગળી જાય પછી તેમાં 1 ચમચી વેનીલા એસેન્સ નાખીને બરાબર મિક્ષ કરી લો.
- ચાસણીની કન્સીસ્ટન્સી તપાસો, ચાસણી હળવી એકતારની હોવી જોઈએ. એકતારની પુરી બનાવવાની નથી.
- હવે ગેસ બંધ કરો, તૈયાર મિશ્રણને ચાસણીમાં રેડો અને સારી રીતે મિક્સ કરો.
આ પણ વાંચો: 10 મિનિટમાં બનાવો કાચી કેરીનો આઈસ્ક્રીમ, જાણો સરળ રેસિપી
- હવે ગેસ ચાલુ કરો અને ગેસની આંચ વધારો અને બરફી ને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે પેન છોડવાનું શરૂ ન કરે.
- બરફી તપાસવા માટે, મિશ્રણનો એક નાનો ભાગ લો અને એક બોલ બનાવો; જો તે તમારા હાથને ચોંટી ન જાય તો તેનો અર્થ છે કે બરફીનું મિશ્રણ પરફેક્ટ છે.
- હવે ગેસ બંધ કરો, મિશ્રણને ગ્રીસ કરેલી ટ્રેમાં રેડો અને તેને સારી રીતે ફેલાવો.
- તેને 1 કલાક માટે સેટ થવા દો. 1 કલાક પછી એક પ્લેટમાં બરફીનું મિશ્રણ કાઢી લો. ટ્રેમાં નીચે મૂકેલું બટર પેપર પણ કાઢી લો.
- હવે બરફીને નાના-નાના ટુકડા કરી લો, અને તમે તેને 15 દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો, અને જ્યારે
- તમે ઈચ્છો ત્યારે તેનો આનંદ માણી શકો છો.
- હવે તમારી આઈસ્ક્રીમ બરફી સંપૂર્ણપણે તૈયાર છે અને તમે તેનો આનંદ માણી શકો છો.
જો તમને અમારી આઈસ્ક્રીમ બરફી બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.