શું તમે પણ ઘરે સ્ટ્રીટ સ્ટાઇલ વેજ ફ્રાઈડ રાઇસ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને વેજ ફ્રાઈડ રાઇસ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
સામગ્રી
- બાસમતી ચોખા – એક કપ
- પાણી – એક કપ
- તેલ – 2 નાની ચમચી
- તેલ – 1 મોટી ચમચી
- છીણેલું આદુ – 1 ચમચી
- લીલા મરચા – 2
- બારીક સમારેલી ડુંગળી – 2
- કેપ્સીકમ – 1
- ગાજર – 1
- કોબી બારીક સમારેલી
- મીઠું – અડધી ચમચી
- ચિલી સોસ – 1 ચમચી
- ટોમેટો સોસ – 1 ચમચી
- સોયા સોસ – 1 ચમચી
- વિનેગર – 2 ચમચી
- થોડી સમારેલી લીલી ડુંગળી
વેજ ફ્રાઈડ રાઇસ બનાવવાની રીત – Fried Rice Recipe in Gujarati
ફ્રાઈડ રાઈસ બનાવવા માટે સૌપ્રથમ કુકરમાં એક કપ બાસમતી ચોખા, એક કપ પાણી અને બે ચમચી તેલ નાખી ચોખાને મધ્યમ તાપ પર એક સીટી વાગે ત્યાં સુધી રાંધી લો.
આ પછી, પેનને ગેસ પર મૂકો અને તેમાં એક ચમચી તેલ ઉમેરો અને તેને પહેલા ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં છીણેલું આદુ અને લીલા મરચા નાખીને આછું સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. આ પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને હળવા હાથે સાંતળો, જેથી સાંતળ્યા પછી ડુંગળી નરમ થઈ જાય.
ડુંગળી સંતળાઈ ગયા પછી હવે તેમાં સમારેલા કેપ્સિકમ, ગાજર, કોબીજ નાખીને બરાબર મિક્ષ કરી લો અને પછી તેમાં ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો સોસ અને અડધી ચમચી મીઠું સ્વાદ મુજબ નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે પેનને ઢાંકી દો અને શાકભાજીને 2 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.
લગભગ 2 મિનિટ પછી તેમાં રાંધેલા બાસમતી ચોખા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને પછી થોડી ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરો અને મિક્સ કરો. વેજ ફ્રાઈડ રાઈસ સંપૂર્ણ રીતે તૈયાર છે, હવે ગેસ બંધ કરો અને ગરમ વેજ ફ્રાઈડ રાઇસ દરેકને પીરસો, પછી તે બાળકો હોય કે મોટાઓ.
સૂચન –
ચોખાને રાંધતી વખતે ધ્યાનમાં રાખો કે તમે જેટલા ચોખા લીધા છે તેટલું જ પાણી ઉમેરો અને જો તમને વધુ મસાલેદાર વેજ ફ્રાઈડ રાઇસ ખાવાનું પસંદ હોય તો તમે તેમાં શેઝવાન સોસ ઉમેરીને મિક્સ કરી શકો છો.
જો તમને અમારી વેજ ફ્રાઈડ રાઇસ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.