હેલો મિત્રો! આજે હું તમારી સાથે શેર કરીશ કે ઘરે થી ખૂબ જ સહેલાઇ થી બની જાય એવી અને શરીર માટે ખૂબ જ હેલ્થી બ્રેક ફાસ્ટ રેસિપી. આજે અમે ચાર રેસીપી વિશે વાત કરીશુ.. ૧. ઓટ્સ ઢોંસા ૨. ગળ્યા અને મીઠાં આમળા ૩. ચ્યમનપ્રાસ ૪. મેંગો પાપડ.
૧. ઓટ્સ ઢોંસા : આ ઢોંસા ફટાફટ બનાવી શકાય છે. જો સવાર માં તમારી જોડે ટાઈમ ના હોય તો તમે આ સામગ્રી પેહલા થી તૈયાર રાખી ને બનાવી શકો છો.
સામગ્રી :
- ૧ કપ ઓટ્સ
- ૧/૨ કપ ચોખાનો લોટ
- ૧/૪ કપ રવો
- ૧/૪ કપ ખાટી છાસ
- ૧ મીડીયમ ઝીણી સમારેલ ડુંગળી
- ૧ ઝીણું સમારેલ મરચું
- ૧ ચમચી જીરું
- મીઠું
- સમારેલ કોથમીર
રીત : સૌ પ્રથમ એક પેનમાં ઓટ્સ લઇ ૪ ૫ મિનીટ ધીમા ગેસ પર શેકવા. તેને બીજા વાસણમાં લઇ ઠંડુ કરવું, ઠંડુ થાય એટલે તેને મિક્ષર જારમાં લઇ પીસી લેવું. પછી એક વાસણમાં ઓટ્સનો ભુક્કો, રવો, ચોખાનો લોટ, છાસ, જીરું, મીઠું લેવું. પછી આશરે દોઢ કપ જેવું પાણી હળવે હળવે મિક્ષ કરવું અને હલાવતા જવું ધ્યાન રહે કે ગંઠા ન પડે, હવે તેને ૨૦ મિનીટ માટે રેસ્ટ આપવાનો.
૨૦ મિનીટ બાદ તેમાં ડુંગળી, કોથમીર, લીલું મરચું મિક્ષ કરવાનું. રવો પાણી શોષી ગયો હોય તો તે પ્રમાણે પાણી નાખવાનું. પછી નોનસ્ટીક તવો ગરમ થાય એટલે ખીરું રેડી તવાને ગોળ ફેરવવો, ખીરું તેની મેળે ફેલાઈ જશે, અને બાકી રહી ગયેલ જગ્યા પર થોડું ખીરું નાખી ફિલઅપ કરી દેવું, અને ફરતી કિનારીએ તેલ રેડવું. તો તૈયાર છે ઓટ્સના ઢોસા.
- ગળ્યા અને મીઠાં આમળા :
આમળા ને લાંબા સમય સુધી કેવી રીતે રાખી શકાય ? શિયાળા માં આમળા બજાર માં મળતા હોય છે પણ તે ઉનાળા માં અને ચોમાસાં માં જોવા નથી મળતા તો તમે પણ આ રીતે ગળ્યા મીઠાં આમળા બનાવી ને લાંબા સમય સુધી રાખી શકો છો. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.
સામગ્રી :
- ૧ કિલો આમળા,
- ૪ કપ ખાંડ,
- ૨ tbsp દળેલી ખાંડ,
- ૧/૨ tbsp વરીયાળી પાઉડર,
- ૧/૨ tbsp સંચર
રીત : સૌ પ્રથમ આમળાને બરાબર ધોઈ લેવા, ફરતી બાજુ આમળામાં ચીરા કરી લેવા. એક મોટા વાસણમાં પાણી લઇ તેમાં વરીયાળી પાઉડર, સંચર નાખી ગેસ પર મુકો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં ચીરા કરેલા આમળા ૨-૩ મિનીટ રાખવા. પછી ગેસ બંધ કરી ૫ મિનીટ માટે ઢાંકી રાકવા. પછી આમળાને ચારણીમાં લઇ નીતરી લેવા. ઠંડા થાય એટલે તેની પેસી અલગ કરી બીયા અલગ કરવા. ત્રાસ કે મોટા વાસણમાં આમળાની પેસી લઇ તેમાં ખાંડ નાખી ઢાંકી મૂકી દેવું. બીજા દિવસે તે વાસણમાં જોસુ તો તે ખાંડ ચાસણી બની ગઈ હશે.
ચમચા વડે બરાબર હલાવી હજી બે દિવસ માટે રાખી મુકવાના. બે દિવસ પછી આમળા તળિયે બેસી ગયા હશે,આમળાને ચારણીમાં નીતરી અલગ કરવા. પછી બધા આમળાના ટુકડાને એક થાળીમાં લઇ તડકે સુકાવા રાખવા. જયારે આમળા બરાબર સુકાય જાય પછી તેના પર દળેલી ખાંડ છાંટવી. પછી બધા આમળા સુકી એર ટાઈટ બરણીમાં ભરી દેવા. તો તૈયાર છે ગળ્યા આમળા.
નોંધ: વરીયાળી વાળા પાણીનો અને નીતરેલી ચાસણીનો શરબતમાં ઉપયોગ કરી લેવો.
- આમળા નું ચ્યમનપ્રાસ :
શિયાળામાં બસ એક ચમચી તમને ગરમ રાખશે અને બધી બીમારી સામે રક્ષણ પણ આપશે. આમળા માંથી બનતો આ ચ્યમનપ્રાસ ટેસ્ટી ની સાથે આયુર્વેદીક ઔષધિ થી ભરપુર હોય છે. અને બાળકો માટે તો સ્પેશિયલ કેહવામાં આવે છે.
સામગ્રી :
- 1. ૧૪-૧૬ આમળા
- ૧.૫ કપ ખાંડ અથવા ૧ કપ છીણેલો ગોળ
- ૧ કપ મધ ચપટી મીઠું
- ૫-૬ એલચી
- ૮-૧૦ મરી
- ૧ ટુકડો તજ
- ૧ ચમચી જીરું
- ૨ ચમચી વરીયાળી
- ૫-૬ ચમચી ઘી
રીત : સૌ પ્રથમ એલચી, મરી, તજ, જીરું, વરીયાળીને મિક્ષરમાં બરાબર ભુક્કો કરી ગરમ મસાલો બનાવો. આમળાને કુકરમાં લઇ એક સીટી કરીલેવી,ઠંડા થાય એટલે બીયા કાઢી મેસર વડે દબાવી માવો બનાવો. હવે કડાઈમાં ઘી લેવું,ગરમ થાય એટલે તેમાં આમળાનો માવો નાખવો. ૫-૭ મિનીટ ઘીમાં ગેસે પકાવું,જયારે આમળાનું પાણી બરી જાય એટલે ગોળ કે ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું.
પછી મધ ઉમેરી હલાવતા રહેવું જ્યાં સુધી પાણીનો ભાગ બરી ન જાય અને જાડું મિક્ષણ થાય. જયારે મિક્ષણ કિનારી છોડવા લાગે ત્યારે મીઠું અને જે ગરમ મસાલો બનાવેલો તે મિક્ષ બરાબર કરવો. ગેસ બંધ કરી ચ્યાવાનપ્રાસ ને ઠંડુ થવા દેવું. બોટલમાં ભરી ફ્રીજમાં રાખી લાંબા ગાળા સુધી સાચવી શકાય છે. તો તૈયાર છે આમળાનું ચ્યાવાનપ્રાસ.
- મેંગો પાપડ :
આમ પાપડ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગતા હોય છે અને આ કાચી કેરી અને પાકી કેરી બંને માંથી બનતા હોય છે. અહીંયા આપડે પાકી કેરી માંથી કેવી રીતે બનાવવા તે જોઈશું.
- સામગ્રી :
- પાકી કેરી – ૩ નંગ
- ખાંડ – ચમચી
- ઘી – ૧ ચમચી
રીત : પાકી કેરીને ધોઇને છાલ કાઢી પાણી ઉમેર્યા વગર મીક્સર માં પલ્પ બનાવી ગારી લો. જેથી ગાંઠા ના રહી જાય અને સ્મૂધ પલ્પ બને. નૉન સ્ટીક પૅનમાંઘી લઇ કેરી નો પલ્પ અને ખાંડ ઉમેરો. મીડીયમ ફ્લેમ પર કુક કરો. પલ્પ જાડો થાય અને પૅન છોડવા લાગે ત્યારે ગૅસ બંધ કરો.
તેલ થી ગ્રીઝ કરેલી સ્ટીલની મોટી થાડી માં પલ્પ પાથરો. બહું જાડુ કે બહું પાતડું નહી મીડીયમ અને એકસરખુ પાથરવું. હવે થાડી ની ઉપર નેટ ઢાંકી ને ઘર માં જ મુકી રાખો. ઘરમાં તડકો આવતો હોઇ તો તડકા માં મુકવું. પાપડ ની ધાર થોડી છૂટી પડવા લાગશે. એટલે સમજવું કે પાપડ તૈયાર છે. પાપડ ૨, ૩ દિવસમાં તૈયાર થઇ જશે. મનપસંદ શૅપ માં કટ કરી શકો છો. તૈયાર છે મૅંગો પાપડ. મૅંગો લેધર પણ કહી શકાય.
નોંધ : ખાંડનુ માપ કેરીની મીઠાશ પ્રમાણે લેવુ. આ પાપડ ને વધારે પડતા સુકાવવા ના નથી. બસ મોઇશ્ચર ઉડી જાય અને પાપડ થાડીમાંથી ઉખાડી શકાય એવો થાય એટલે પાપડ તૈયાર છે. આ પાપડ ફ્રિઝ માં ૧ મહિના થી પણ વધારે સમય સ્ટોર કરી શકાય છે.
તાપ માં પણ સૂકવી શકાય. પણ બહાર તડકા માં રાખવાથી પાપડ માં ડસ્ટ ઉડી શકે છે. અને એ ચોંટી જશે. તડકા માં સૂકવેલા પાપડ કરતાં ઘર માં સૂકવીને બનાવેલાં પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.