આજે આપણી રેસિપી છે લીલા ચણાનુ ખાટિયું એટલે કે લીલા ચણા ની કઢી બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરી ના રોટલા જોડે તો ખૂબ જ ખાવા ની મજા આવે છે. જો તમને આ કઢી પસંદ આવે તો જરૂર તમર ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો.
સામગ્રી:
- લીલા ચણા : ૧ વાટકી
બેસન નું ખીરું બનાવો માટે:
- ૩ નાના ચમચા બેસન
- ખાટી છાસ ૧.૫ કપ ( ડોડ કપ )
વગાર માટે :
- ૨ ચમચી તેલ
- રાઇ, જીરું
- અદહી ચમચી હિંગ,
- મીઠાં લીંબડાના પાન
- ૨ સુકા મરચા
- ૨ તમાલપત્ર
- ૩ મોટી ચમચી લીલું લસણ (જીણું સમારેલું)
- ૨ ચમચા આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ
- ૨ ચમચી ગોળ
બનાવાની રીત:
સૌ પ્રથમ આપડે લીલા ચણા ને બાફવા માટે.મૂકવાના છે. તો આપણે એક કુકર માં ૧ વાટકી લીલા ચણા ને બાફવા મુકીશું. તેણે સરસ ફોલી ને સાફ કરી.લેવાના છે અને તેમાં આપણે અડધો કપ જેટલું પાણી, થોડુક મીઠું અને થોડીક હળદળ એડ કરીશું. આપણે ૨ સિટી વાગે ત્યાં સુધી બાફવાના છે.
બેસન નું ખીરુ બનાવવા માટે:
- સૌ પ્રથમ એક બાઉલ માં ૩ ચમચા ચણાનું બેસન એડ કરીશું. હવે એમાં થોડી છાસ એડ કરીશું. બંને ને સરસ રીતે મિક્સ કરી લેવું. આપણે અહીંયા ખાટી છાસ નો ઉપયોગ કરેલ છે( તમે દહીં નો ઉપયોગ પણ કરી શકો છો). ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી એડ કરીશું જે પ્રમાણે છાસ ખાટી હોય તે પ્રમાણે પાણી એડ કરી લઈશું. તો હવે આ આપણું બેસન નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.
વગાર 🧉 માટે:
- એક કડાઈ લો. ૨ ચમચી તેલ એડ કરો. તેલ ગરમ થઈ જાય એટલે આપડે રાઇ એડ કરીશું. રાઇ તતડી જાય એટલે જીરું એડ કરી લઈશું. અડધી ચમચી હીંગ, ત્યારબાદ મીઠા લીંબડાના પાન એડ કરી લઈશું (મીઠા લીમડા ના પાન વગર કઢી અધુરી લાગે).
- હવે તેમાં ૨ સૂકા મરચાં અને ૨ તમાલપત્ર, 3 મોટી ચમચી જિણું સમારેલું લીલું લસણ અને ૨ ચમચા જેવું આદુ,લસણ,મરચાની પેસ્ટ એડ કરીશું (આ બધું તમે તમારા પોતાના ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો). હવે આપણે ૧ મિનિટ સાંતરી લઈશું પછી તેમાં હળદળ એડ કરી ને સરસ રીતે મિક્સ કરી લઈશું.
- હવે આપણે એમાં બનાવેલું બેસન નું મિશ્રણ એડ કરી લઈશું. ( જેને જાડી કે પાતળી કઢી જોઇતી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકાય). હવે છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. ૧ મીનીટ પછી ૨ ચમચી ગોળ એડ કરીશું (ગોળ ની જગ્યાએ તમ ખાંડ નો ઉપયોગ કરી શકો છો).
ત્યારબાદ તમે લીલા બાફેલા ચણા એડ કરી દઈશું (પાણી સાથે જે એડ કરી લેવાના છે). ચણા ને એડ કર્યા પછી કાઢી ને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે તેમાં ધાણાજીરૂ પાઉડર એડ કરીશું. હવે ધીમા ગેસ પર રાખી ને ૫/૬ મિનિટ સુધી ઉકરવા દેવાની છે ત્યાં સુધી રાહ જુવો. (જાડી પાતળી પ્રમાણે પાણી એડ કરી શકો છો). તો તૈયાર છે લીલા ચણા નું ખાટિયું ( કઢી ). હવે ઉપર થી કોથમીરના પાન એડ કરીને ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરો.
આ પણ વાંચો:
તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો: રસોઈ ની દુનિયા.