Dahi Tikhari Recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. જેને તમે વઘારેલું દહીં પણ કહી શકો છો. આ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને ફક્ત ૫ જ મિનિટ માં તૈયાર થઇ જાય છે. આ દહીં તીખારી, જેવી ઢાબા પર હોય એવી જ બનશે. જે ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા પડી જાય છે.

સામગ્રી

  • 8-10 કળી લસણ
  • 2 ચમચી લાલ કાશ્મીરી મરચું.
  • 2૦૦ ગ્રામ પાની વગરનું ખાટું દહીં.
  • 2 મોટાં ચમચા તેલ
  • અડધી ચમચી હીંગ
  • 1 ચામચી ધાણાજીરૂ પાઉડર
  • હરદળ
  • મીઠું
  • કોથમીર

દહીં તીખારી બનાવાની રીત

સૌ પ્રથમ એક ખાડણી માં લસણ ની કળી સાથે મરચું ઉમેરીને તેની અધકચરી ચટણી બનાવી લો. હવે એક પેન માં તેલ ઉમેરો. તેલ ને ધીમા ગેસ પર ગરમ થવાં દો. તેલ ગરમ થાય પછી તેમાં હીંગ અને લસણ ની ચટણી ઉમેરો. તેલ સાથે ચટણીને હલાવતા જાઓ.

લસણ ની ચટણી ને મીડિયમ ગરમ તેલ માં જ ઉમેરવી, જો વધુ ગરમ તેલ હશે તો લસણ બળી જસે અને એનો સારો સ્વાદ નહિ આવે. તો તમારે મીડીયમ ગેસ પર ચટણી ને તેલ સાથે મિક્સ કરી લેવાની છે. જ્યારે ચટણી પર બબલ્સ દેખાવા લાગે ત્યારે હરદળ, મીઠું અને ધાણાજીરું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી ને ગેસ બંધ કરો.

ગેસ બંધ કરીને દહીં ઉમેરો. અહી દહીં ગેસ બંધ કરીને જ ઉમેરવાનું છે. હવે હળવા હાથે દહીંને ગ્રેવી સાથે મિક્સ કરી હલાવો. ધીમેં ધીએ હલાવતા જાઓ. તેલ સાથે જે ગ્રેવી હતી એ હવે દહીં જોડે સારી રીતે મિક્સ થઇ હસે. હવે છેલ્લે કોથમીર ઉમેરો. તો તૈયાર છે તમારી ઢાબા સ્ટાઇલ દહીં તીખારી.

તો મિત્રો તમને આજની આ રેસિપી કેવી લાગી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને કિચન ટિપ્સ જાણવા રસોઈ ની દુનિયા ફેસબૂક પેજને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “કાઠીયાવાડી સ્વાદ સાથે દહીં તિખારી બનાવાની પરફેક્ટ રીત”