આજે આપણે બનાવિશુ ટામેટા કેચપ (tomato ketchup recipe) જે એકદમ સરસ માર્કેટ કરતા સસ્તો અને ચોખ્ખો ટમેટા કેચપ ઘરે બનાવી શકો છો. તમે આ કેચપ ને કેવી રીતે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો તે પણ જણાવીશું.
સામગ્રી (tomato ketchup recipe) :
- ૧ કિલો લાલ ટમેટા
- ૧ મલમલ નું કાપડ
- ૧ ચમચી જીરૂ
- ૧ ટુકડો તજ
- ૫-૬ મરી નાં દાણા
- ૨-૩ લવિંગ
- પાણી
- આંબલી નો પલ્પ
- ૨૨૫ ગ્રામ ખાંડ
- મીઠું
- ૧ ચમચી લાલ મરચું
- ૩ ચમચી વિનેગર
બનાવાની રીત:
સૌ પ્રથમ એકદમ લાલ ટમેટા ને ધોઇ તેને કોળા કરી લેવા. હવે ટમેટા ને કાપી લો. અહીં તમારે દેશી ટમેટા નો ઉપયોગ નથી કરવાનો કારણ કે તે થોડાં ખાટા હોય છે તો તેમાં થોડી વધારે ખાંડ ઉમેરવી પડેછે . બધા ટમેટા ને કાપી લો. જો તમે લાલ ટામેટાં લેશો તો તમારે કોઇ કલર નાખવાની જરૂર નહી પડે.
હવે એક કુકર માં બધા ટામેટા નાં ટુકડાં એડ કરી દો. અહીં આપડે ટમેટા ને બાફવાનાં છે. એક કોટનનું મલમલ કાપડ લઈ તેમાં જીરૂ, તજ, મરી નાં દાણા , લવિંગ નાંખી તેની એક પોટલી તૈયાર કરી દો. હવે આ પોટલી ને ટામેટા ની વચ્ચે મૂકી તેમા ફકત ૨ ચમચી પાણી એડ કરો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી તેની ૩ વિશલ કરી દો. ૩ વિશલ થયા પછી તેને નીચે ઉતારી તેનું પ્રેસર જાતે ઓછુ થવા દો. લગભગ ૧૦ મિનિટ જેવો સમૈય લાગશે. હવે કુકર નું ઢાંકણ ખોલી તેમાંથી જે પોટલી મૂકી હતી તેને બરાબર હાથ વડે દબાવી તેમાંથી મસાલાનો કસ કાઢી લો.
હવે ૧૦ મિનિટ માટે ટમેટા ને ઠંડાં થવા દો. ૧૦ મિનિટ પછી તેને મિક્ષર માં લઇ તેને ક્રશ કરી લો. હવે બનેલી પ્યોરી ને એક ગરણી વડે ગાળી લો. પ્યોરી ગાળવાથી તેમાં રહેલા બી અને છાલ જુદી થઈ જશે. હવે આ પ્યોરી માંથી ટમેટા કેચપ બનાવિશું
એક કડાઈ ને ગેસ પર ગરમ થવા મૂકો. કડાઈ ગરમ થયા પછી તેમાં પ્યોરી ને એડ કરો. ૪-૫ મિનિટ માટે મીડિયમ ગેસ પર ટમેટા ની પ્યોરી ને હલાવતાં જાઓ. અહિયાં પ્યોરી માંથી થોડું પાણી બળી જશે. હવે ૩ ચમચી આંબલી નો પલ્પ એડ કરો.( આંબલી નો પલ્પ તમારે નાં એડ કરવો હોય તો તમે સ્કિપ કરી શકો છો) આંબલી નાં ટુકડાને ૧૦ મિનિટ માટે પાણી માં પાલાડી તેને ચોળી ને તેમાંથી પલ્પ કાઢવો. હવે ૨૨૫ ગ્રામ ખાંડ ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો. હવે જ્યા સુધી ખાંડ ની પાણી બળી નાં જાય ત્યાં સુધી ધીમા ગેસ પર લગાવતા જાઓ. લગભગ ૧૦ મિનિટ જેટલો સમય લાગશે.
હવે એક પ્લેટ માં થોડો કેચપ કાઢી ચેક કરતા જાઓ. જો કેચપ માં થોડું પાણી દેખાય તો તમે ફરી ૬-૭ મિનિટ માટે ગેસ પર રાખી ફરી ચેક કરો. જ્યારે બરાબર કેચપ બની જાય ત્યાર પછી તેમા થોડી મીઠું એડ કરો. હવે તેમા કાશ્મીરી લાલ મરચું, ૩ ચમચી વિનેગર એડ કરો.( વિનેગર તમે સ્કીપ કરી શકો). ૨ મિનિટ માટે ગેસ પર ટમેટો કેચપ ને થવા દો.હવે ગેસ બંધ કરી દો અને ટમેટા કેચપ ને ૩૦ મિનિટ માટે રહેવા દો.
તો તૈયાર છે તમારો ટમેટો કેચપ. જો તમે વધારે ટમેટો કેચપ બનાવતાં હોય તો બજાર માં કેચપ માં ઉમેરવાનું પ્રિઝર્વેટિવ મળે છે તેમાં પ્રિઝર્વેટિવ કેટલું એડ કરવું તે લખેલું હોય છે. અહીં આપડે વિનેગર એડ કર્યુ છે એટલે આપડો કેચપ એક થી દોઢ મહિના સુધી ફ્રીઝ માં એવો ને એવો જ રહેશે.
મિત્રો તમને કેવી લાગી આજની આ (tomato ketchup recipe) રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.