papad pauva
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાપડ પૌવા રેસિપી જે એકદમ ખાવામાં ટેસ્ટી, ચટપટી અને બાળકો ને જોતાજ મોઢામાં પાણી આવી જાય એવી બને છે. તમે બાળકો ને સાંજ નાં નાસ્તામાં કે બાળકોને ટિફિન માં તમે પાપડ પૌવા આપી શકો છો. તો રેસીપી એકવાર જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી:

  • ૨૦૦ ગ્રામ નાયલોન પૌવા
  • ૬ નંગ અળદ નાં પાપડ
  • ૧ ચમચી દળેલી ખાંડ
  • ૧ ચમચી ચાટ મસાલો
  • ૧ ચમચી તિખાની ભુક્કી
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧ ચમચી સંચળ
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • અડધી ચમચી હરદળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ

બનાવાની રીત:-

papad pauva recipe

સૌ પ્રથમ એક કડાઈ લઈ તેમાં પૌવા એડ કરી શકી લો. અહીં તેલ માં પૌવા શેકવાનાં નથી.૩-૪ મિનિટ માં તમારાં પૌવા શેકાઈ જશે. પૌવા શેકાઈ જાય પછી તે કાઢી લો.

papad pauva recipe

પાપડ તળવા માટે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય પછી તેમાં પાપડ ને તળી લો.

Papad Pauva

હવે તળેલાં પાપડ ને હાથ વડે નાના નાના ટૂકડાં કરી લો. પાપડ નાં ટુકડા પૌવા માં એડ કરી લો. હવે તેમાં આપડે મસાલા એડ કરીશુ. તો તમ સંચળ, હરદળ, ચાટ મસાલો, આમચૂર પાઉડર, તીખાની ભૂકી, દળેલી ખાંડ, મીઠું અને લાલ મરચું એડ કરી.

બધાં મસાલા એડ કરી ને બધાં ને બરાબર મિક્ષ કરી લો. મિક્સ કર્યાં પછી તમે ચેક કરીને મરચુ કે બીજા વધઘટ મસાલા એડ કરી શકો છો. તો તૈયાર છે તમારાં ટેસ્ટી, ચટપટા પાપડ પૌવા રેસિપી.

 Papad Pauva

મિત્રો તમને કેવી લાગી આજની આ (tomato ketchup recipe) રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો 👉 રસોઈ ની દુનિયા

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા