Fulwadi banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું મનપસંદ Fulwadi banavani rit. ફૂલવડી લગભગ બધાને ભાવતી હોય છે. તો એવી જ મસાલેદાર, ક્રીસ્પી અને ખાવામા સોફ્ટ, ઝારા વગર હાથની મદદથી ફૂલવડી કેવી રીતે બનાવવી એ તમને બતાવીશુ.

ફૂલવડી માટે જરૂરી સામગ્રી: 

  • 1 કપ ચણાનો કરકરો લોટ,
  • 1/4 કપ ચણાનો નોર્મલ લોટ
  • 1 કપ રવો
  • અડધી ચમચી હળદર,
  • એકથી દોઢ ચમચી લાલ મરચું,
  • ૧ ચમચી ગરમ મસાલો,
  • 1 ચમચી વરિયાળી,
  • અડધી ચમચી કાળા મરી,
  • અડધી ચમચી આખા ધાણા, 1/4 ચમચી સોડા, 2 ચમચી ખાંડ,
  • અડધો કપ દહી,
  • ૩ ટી.સ્પૂન નવશેકુ તેલ
  • અને સ્વાદ પ્રમાણે મીઠું

ફૂલવડી બનાવવાની રીત (Fulwadi banavani rit): સૌપ્રથમ બાઉલમાં 1 કપ ચણાનો કરકરો લોટ, 1/4 કપ ચણાનો નોર્મલ લોટ, 1 કપ રવો, અડધી ચમચી હળદર, એકથી દોઢ ચમચી લાલ મરચું, ૧ ચમચી ગરમ મસાલો, 1 ચમચી વરિયાળી,અડધી ચમચી કાળા મરી, અડધી ચમચી આખા ધાણા, 1/4 ચમચી સોડા, 2 ચમચી ખાંડ, અડધો કપ દહી, ૩ ટી.સ્પૂન નવશેકુ તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. જે પ્રમાણે પરાઠા માટે લોટ જોઈએ એ પ્રમાણે લોટ બાંધી લઈશું.

બાંધેલા લોટમાંથી હાથની મદદથી ફૂલવડી તૈયાર કરી લઈશું. ફૂલવડી કરવા માટે તમે ઝારા નો પણ ઉપયોગ કરી શકો છો. ગુજરાતીઓના લગ્ન પ્રસંગમાં ફૂલવડી ખાસ બનાવવામાં આવે છે. હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ, તૈયાર કરેલી આ ફૂલવડી ને તરી (Deep fry) લેવી. ફૂલવડી આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ.

ફૂલવડી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થયા બાદ એક બાઉલમાં કાઢી લઈશું. ફૂલવાડી ખાવા માટે તૈયાર છે. આ ફૂલવડી તમે ચા સાથે આનંદ લઇ શકો છો.

મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો 👉 રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા