Appam Banavani Rit : ફ્રેન્ડ, આજે આપણે બનાવિશુ દિલ્હી નો ફેમસ મુંગલેટ અપ્પમ(Appam). જેને આંબલીની અને ખજુર ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો આ નવી રેસિપી શિખવા માટે એકવાર આ રેસિપી જરૂર થી વાંચી અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો.
સામગ્રી:
- ૮૦ ગ્રામ – ૧/૩ કપ મગ ની મોગળ દાળ
- ૨ ચમચી અડદ ની દાળ
- પાણી
- ૩૦ ગ્રામ ચણાનો લોટ
- મીઠું
- હળદળ
- ૫-૬ લીલા મરચાંના ટુકડા
- ૨ ઇંચ આદુનો ટુકડો
- ૧ ચમચી ઝીણી સમારેલી ડુંગળી
- ૧ ચમચી સમારેલું કેપ્સીકમ
- ૧ ચમચી લીલી સમારેલી ડુંગળી
- ૧ ચમચી સમારેલી કોથમીર
- ૧ ચમચી સમારેલી કોબીજ
- ૧ પાઉચ ઇનો
અપ્પમ બનાવાની રીત:
એક બાઉલમાં મોગળ દાળ અને અડદ ની દાળ મિક્ષ કરી તેમા થોડું ગરમ પાણી એડ કરી ૨-૩ કલાક માટે પલારવા મુકો. ૨ કલાક પછી દાળ પલળીને તૈયાર થઈ જાય પછી તેમાંથી પાણી કાઢી લો.
હવે એક મિક્સર બાઉલમાં દાળ ને લઈ તેમાં ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદળ, લીલા મરચા ના ટુકડાં, આદુનો ટુકડો એડ કરી મિક્સર માં ક્રશ કરી લો. ક્રશ કરતા સમયે તમારે જેટલુ પાણી જરૂર પડે તે પ્રમાણે પાણી એડ કરી ક્રશ કરી લો. અહિયા તમારે ક્રશ કરીને એકદમ સરસ બેટર તૈયારી કરવાનું છે.
બેટર તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં લઈ લો. હવે આ બેટર માં સમારેલી ડુંગળી, કેપ્સીકમ, કોથમીર, કોબીજ એડ કરો. હવે બધુ બરાબર મિક્ષ કરી લો. બધું મિક્ષ થઈ જાય પછી તેને ૧૦ મીનીટ માટે બાજુમાં મુકો દો.
૧૦ મીનીટ થયાં પછી તેમાં ઇનો એડ કરો. હવે થોડું પાણી ઇનો પર એડ કરો.હવે ઇનો એક્ટિવ થઈ જસે. ઇનો એક્ટિવ થાય પછી તેને સારી રીત મિક્ષ કરી લો.
હવે એક અપ્પમ પાત્ર લો. તેને ગેસ પર ગરમ થવા દો. હવે અપ્પમ પાત્ર નાં દરેક ખાના માં તેેેલ એડ કરો. હવે જે બેટર તૈયાર કર્યુ હતું તે ૧-૧ ચમચી દરેક ખાના માં એડ કરો. હવે દરેક ખાના માં થોડું તેલ એડ કરી ઢાંકણું ઢાંકી તેને ૪-૫ મીનીટ સુધી કુક થવા દો. ૪-૫ મીનીટ પછી ઢાંકણ ખોલી જોસો તો એકબાજુ અપ્પમ સારી રીત ગોલ્ડન બ્રાઉન થઇ ગયા હસે. હવે આ અપ્પમ બીજી બાજુ ફેરવી થોડું તેલ એડ કરી ૪-૫ મીનીટ માટે કુક થવા દો. ૪-૫ મીનીટ પછી તમેં જોઇ શકશો કે તમારાં અપ્પમ બંને બાજુ સારી રીતે કુક થઈ ગયાં છે. હવે આ અપ્પમ ને એક પ્લેટ માં લઈ લો.
અહિયાં તમારા મૂંગલેટ અપ્પમ તૈયાર થઈ ગયા છે જે તમે લીલી ચટણી કે પછી ખજુર ની ચટણી સાથે સર્વ કરી શકો છો.મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા