હવે ઉનાળાની સિઝન શરુ થવાની છે. ઉનાળા મા બજાર મા મળતી કેરીમાથી આજે આપણે ખાટી મીઠી ચટપટી બનાવિશુ. આ ચટણી એકદમ ઓછા સમય મા તૈયાર થઈ જાય છે. આ ચટણી ને તમે ભાખરી, રોટલી કે ખિચડી સાથે ખાઈ શકો છો. નાના મોટાં સૌંને ભાવે એવી આ ચટણી કેવી રીતે બનાવવી તે આજે જોઈલો.
સામગ્રી:-
- ૨ કાચી કેરી
- સ્વાદ પ્રમાણે મીઠું
- મરચુ
- શેકી ને વાટેલું જીરૂ
- ગોળ
બનાવાની રીત:-
સૌ પ્રથમ કાચી કેરી ને છોલી તેના નાના નાના ટુકડા કરી લો. કેરી નાં ટુકડાં થઈ ગયાં પછી એક મિક્સર બાઉલ માં કેરી નાં ટુકડાં, મીઠુ, લાલ મરચું અને ગોળ એડ કરો.
હવે મિક્સર ચાલુ કરી તેને ક્રશ કરી લો. બધું ક્રશ કર્યાં પછી ત મે જોઈ શકસો કે તમારી એકદમ ચટપટી, ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Image Credit: Busy Brains