Top 25 health tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમય મા નિરોગી કેમ રહેવું તે બહુ મોટો પ્રશ્ન છે. જો આપણુ શરીર નિરોગી હસે તો આપણે સારુ જીવન જીવી શકીએ માટે અહી થોડી વાતો તમારા સમક્ષ રજુ કરી છે. તો જોઈએ  વાતો કઈ છે.

Health Tips In Gujarati

(૧) દાંતને સળી કરવાનું ટાળો. દાંતમાં ક્યારેય પણ જગ્યા નહીં થાય. દાંત સંબંધી કોઈપણ રોગ નઇ આવે. દાંતના દવાખાને ક્યારેક જવું નહીં પડે.

(૨) સવારનું વાસી થુંક ગળે ઉતારો હોજરી નરવી રહેશે.

(૩)અઠવાડિયે બે ત્રણ વાર તેલનું માલિશ કરો. હાડકા મજબુત થશે તથા ચામડી પણ સુંવાળી રહેશે.

(૪) વાળમાં તેલ નાખો. વાળના કોઈપણ રોગ નહીં થાય

 (૫) નખમાં તેલ પૂરતા શીખો. નખ ક્યારેય ફિકા નહીં પડે. વિટામીનની ખામીઓ નહી સર્જાય.

(૬) આંખને ઠંડા જળથી ધોવો. આંખ તેજવાળી રહેશે.

(૭)દૂધમાં હંમેશા હળદર ઉકાળીને પીવો સદાય પ્રસન્નતા જળવાશે, કોલેસ્ટ્રોલ જેવા રોગો પણ આપણાથી દૂર રહેશે અને કેન્સરમાં પણ ખૂબ જ હળદર ફાયદારૂપ છે, કેન્સર થતું અટકાવશે 

 Health Tips In Gujarati

(૮) નેણ તથા પાપણ વાળને યથાવત રાખવો, ચહેરો ભરાવદાર રહેશે.

(૯) નાકમાં વાળ ખેંચવાનું બંધ કરો. આંખનાં નંબર આવતા અટકશે.

(૧૦) તુલસી, અરડુસી અને આદુનો પ્રયોગ કરવો જોઇએ તો કફ ઉધરસ અને તાવ પણ શાંત રહેશે વધારે ગળ્યું તીખું ખારૂં ખાટું અમલ તથા કડવું ન ખાવ ત્રિદોષ એટલે કે વાત પિત્ત અને કફ સરખો રહેશે જો વાત પિત્ત અને કફ ત્રિદોષ રહે તો કોઈપણ રોગ આપણા શરીરમાં થવાના નથી.

(૧૧) લીસા દ્રવ્યોને બદલે કરકરા દ્રવ્યો ખાઓ, કબજિયાત ક્યારેય પણ નહીં થાય.

(૧૨) કાચબાની ગતિએ કામ કરો, મન શાંત રહેશે અને પ્રગતિ થશે.

(૧૩) ઉતાવળે શ્વાસ ન લેવો જોઇએ, ફેફસાં અને હૃદય નિરોગી રેહસે.

 Health Tips In Gujarati

(૧૪) દાંતમાં જીભને ન કાલવો, જીભ ને નુકશાન નહી થાય.

(૧૫) તીવ્ર પ્રકાશ સામે ક્યારેય પણ ન જોવો, આંખો સારી રહેશે.

(૧૫) ઘોંઘાટવાળાા સ્થળો નો ત્યાગ કરો મન અને કાન બંને સ્વસ્થ રહેશે.

(૧૬)હંમેશા કટાણે ખાવાનું બંધ કરો, હોજરી નરવી રહેશે.

(૧૭) દાંતેથી મીઠું જ ચાવીને કોગળા કરો. દાંત, પેઢા તથા કાકડા ના રોગ શાંત રહેશે.

(૧૮) બોલવામાં અધરાઈ ન કરો. સામેની વ્યક્તિ માન થી જોશે.

(૧૯) ભરી સભા, સમૂહ, પ્રાર્થના વગેરે સ્થાને  છીંક, ઉધરસ અને બગાસા ન ખાવ, અરુચિ શાંત રહે છે.

 Health Tips In Gujarati

(૨૦) કોમ્પ્રોમાઇઝ કરતા શીખો. તૃષ્ણા અટકશે, આપણી ઇચ્છાશક્તિ કાબુમાં આવશે.

(૨૧) હંમેશા વધારાનો ખર્ચ ન કરો. હંમેશા વધારાનો અનર્થ કરવાનું ટાળો, મન રાજી રહેશે.

(૨૨) સંદેહ તથા શંકાઓને સ્થગિત રાખો. શ્રદ્ધા અને વિશ્વાસથી જીવન જીવતા આવડી જશે.

(૨૩) અજાણતા કાંઈક કરો તો, માફી માગતાં શીખો. નમ્રતા વધશે.

(૨૪) હંમેશા અવસરોને આધીન ન રહો. પ્રારબ્ધ દોડતું આવશે.

(૨૫) મીઠી, તાજી છાશ પીવો. ઝાડા, ઉલટી, બંધકોષ, મૂત્ર રોગ નહીં થાય.

 Health Tips In Gujarati

જો તમે આટલી વસ્તુ જો જીવનમાં કરતા શીખી જશો તો આપણે સ્વસ્થ જીવન જીવીશું તથા આપણા-આપણી આજુબાજુના લોકોને પણ આપણે રાજી રાખી શકીશું તથા આપણા શરીરમાં કોઇ નાના મોટા રોગ પણ આવતા અટકશે.

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા