અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મિત્રો ઉનાળો શરૂ થઇ ગયો છે અને આ ઋતુમાં કેરી ના રસ સિવાય લોકો તરસ છુપાવવા માટે અને લૂ થી બચવા માટે શેરડીનો રસ પીવે છે. શેરડીનો રસ કુદરતી રીતે જ ખૂબ લાભદાયી છે. આમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિન્ક જેવાં મિનરલ્સ છે. આ સિવાય આમાં વિટામિન એ, વિટામિન સી, B5, B6 ઉપરાંત પ્રોટીન અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. આ પોષક તત્વો નો લાભ ત્યારે જ મળશે જ્યારે આપણે શેરડીના તરત જ નીકળેલા એટલે કે તાજા રસનું સેવન કરીશું જેથી એ ઓક્સિડાઇસ ન થાય. મિત્રો સામાન્ય શરદી અને તાવ વખતે શેરડીનો રસ તમારા શરીરમાં પ્રોટીનની સ્તર વધારી દે છે. આ ઉપરાંત બીજા અનેક ફાયદાઓ પણ છે.

  • ગરમીમાં કોલ્ડ ડ્રિન્ક ની જગ્યાએ ઠંડો શેરડીનો રસ એક બેસ્ટ વિકલ્પ છે. પેપ્સી, કોક કે અન્ય કોઈપણ કાર્બન ડાયોક્સાઇડ વાળા પીણાં કરતા શેરડી નો રસ રસ્તો, સારો અને આરોગ્યવર્ધક છે. તેમાં ગ્લુકોઝ વધારે પ્રમાણમાં રહેલુ હોય છે. જે પાણીની કમી ને પૂરી કરવાની સાથે શરીરને ઉર્જા આપવાનું કામ કરવામાં મદદરૂપ થાય છે. આ રસ શરીરમાં પ્લાઝમા અને તરલ પદાર્થ બનાવે છે જે થાકને મિનિટમાં દૂર કરી દે છે . 
  • શેરડી નો રસ પીવાથી પેશાબમાં થતા બળતરા નો અંત થાય છે. તે મૂત્ર વિકાર ને પણ દૂર કરે છે.

  • આયુર્વેદ અનુસાર શેરડીનો રસ તમારા લીવરને મજબૂત કરે છે અને આ પ્રકારે કમળાના દર્દીને મદદરૂપ થાય છે. કમળા વખતે શેરડીનો રસ શરીરમાં જરૂરી પોષણ અને પ્રોટીનની ઉણપને પૂરી કરે છે.
  • શેરડીનો રસ પીવાથી પેટમાં બળતરા શરીરની નબળાઈ વગેરે દૂર થાય છે અને ગરમી સહન કરવાની શક્તિ વધે છે. ઉનાળાનું બેસ્ટ પીણું એટલે શેરડીનો રસ.
  • ભોજન કર્યા પછી એક ગ્લાસ જેટલો પીવાથી વાળ તથા ચામડીના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે.
  • શેરડીના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવાં તત્વો હોય છે જે આપણા શરીરના મેટાબોલિઝમ માટે ખૂબ અસરકારક છે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

  • શેરડીનો રસ હેડકીમાં ખૂબ જ લાભદાયક છે.
  • શેરડીનો રસ પથરીમાં ખૂબ લાભકારી છે. પથરીની સારવાર ની સાથે સાથે શેરડીનો રસ પીવામાં આવે તો કિડની સ્ટોન્સ ફટાફટ દૂર થાય છે. આ  તેનો સૌથી મોટો ફાયદો છે.
  • શેરડીના રસ એ મોઢાના સ્વાસ્થ્ય તથા દાંતોને સટ્ટા અટકાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.
  • શેરડીના રસમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી હાડકા મજબુત થાય છે. નિયમિત રૂપે શેરડીના રસનું સેવન કરનાર વ્યક્તિને હાડકાંની તકલીફ બહુ ઓછી થાય છે.

  • પ્રેગ્નન્સી દરમિયાન શેરડીનો રસ સગર્ભા માટે ખૂબ લાભદાયી છે અને તેમાંથી મળતા પોષક તત્વો વિકસતા બાળક માટે ખૂબ ફાયદાકારક છે.
  • શેરડીના રસમાં આયર્ન હોય છે જે મહિલાઓમાં લોહીની કમી એટલે કે એનીમિયા ની તકલીફ થી બચવામાં મદદ કરે છે.
  • શેરડી માં એન્ટી કારસીન નો જેનિક એલિમેન્ટ હોય છે. જે કેન્સર જેવી બીમારીઓથી બચવામાં મદદરૂપ થાય છે.
  • શેરડીના રસમાં એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ ઓછું કરવાની ક્ષમતા હોય છે જેનાથી હાર્ટની બીમારીઓથી બચી શકાય છે.
  • 15. શેરડીના રસમાં પોટેશિયમ વધારે હોવાથી શરીરમાં પાચન વ્યવસ્થિત થાય છે અને પાચન સરસ થાય તો કબજિયાતનો પ્રોબ્લેમ આપવા દૂર થાય છે.

આ પંદર જેટલા મુખ્ય ફાયદાઓ જોયા પછી આપણે આગળ એ પણ જોઈએ કે શેરડીનો રસ કોણે અને ક્યારે ન પીવો જોઈએ

  • જે લોકો એન્ટીબાયોટિક દવા લઈ રહ્યા હોય તેમણે શેરડીના રસનું સેવન કરવું જોઈએ.
  • દાંતમાં સડો હોય તે લોકોએ પણ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ શેરડીના રસમાં રહેલું નેચરલ શુગર દાંતને વધારે નુકસાન પહોંચાડી શકે છે.
  • જે લોકોને પેટ નો પ્રોબ્લેમ હોય તે લોકોએ શેરડીના રસ પીવાથી ઝાડા થઈ શકે છે.
  • ડાયાબીટીસ વાળા વ્યક્તિ માટે સમાજમાં બે પ્રકારના મત પ્રવર્તે છે કેટલાક લોકો એવું કહે છે કે શેરડીનો રસ તેમના માટે સારો અને કેટલાક લોકો એવું કહે છે કે તેમના માટે નુકસાનકારક છે તો ડાયાબિટીસવાળા વ્યક્તિએ ડોક્ટરની સલાહ લીધા પછી જ શેરડીના રસનું સેવન કરવું જોઇએ તો મિત્રો તમારો ખુબ આભાર કે તમે પોતાનો કિંમતી સમય કાઢી ને આર્ટિકલ ને વાંચ્યો. આજનો મારો આ આર્ટિકલ કેવો લાગ્યો?. કમેન્ટ કરીને જરૂર જણાવજો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા