ગેસ્ટ્રીક એટલે કે ગેસ એ આજકાલ એટલો બધો વ્યાપક રોગ થઇ ગયો છે કે નાના બાળકથી માંડી અને વૃદ્ધ લોકો આ રોગથી ભારે પીડા અનુભવી રહ્યા છે. અને આની અપાર દવાઓ છે. એમાં એલોપેથી હોય, હોમિયોપેથી હોય, દેશી હોય, આયુર્વેદીક હોય, યુનાની હોય ખૂબ જાજી પદ્ધતિઓ, અને નુસખાનો પણ કોઈ પાર ન હોય તો એના માટે આપણે સાદી સમજણ કેળવી અને ગેસ્ટ્રીક થી કઈ રીતે આપણે મુક્ત રહી શકીએ એની ઉપાયની મારે તમને સાદી સમજણ અને સરળ વાત કરવી છે.
આજકાલ વાયુ અને જો આ સાવ સામાન્ય અને સૌ કોઈ લોકો ધારણ કરીને બેઠા છે વાયુવિકાર ના મિત્રો નીચેના લક્ષણો છે બરાબર સમજજો કે પેટનું જકડાઈ જવું કારણ શરીરમાં ભારે પણ માથાનો દુખાવો બેચેની પીઠનો દુખાવો ગભરામણ ખાવા પ્રત્યે અરૂચિ,પેટનો દુખાવો, દુર્બળતા અંગો નો દુખાવો મળ નો અવરોધ થવો. આ રોગને મટાડવા માટે નિષ્ણાત વૈદ્યની સલાહ , આટલા આજે અમે તમને કેટલાક લક્ષણો કીધા એના માટે આ રોગને મટાડવા હોય તો નિષ્ણાત વૈદ્યની સલાહ લઈ, હિંગવાદવટી, ચિત્રકાદિવટી, લવણભાસ્કર તથા અવિપત્તિકર ચૂર્ણનો પ્રયોગ સરળતાપૂર્વક કરી શકાય છે.
રાત્રે સુતી વખતે ત્રિફળા,૧ ચમચી ત્રિફળા હુંફાળા પાણી સાાથે અથવા હરડે પણ લઈ શકાય છે. મિત્રો એકી સાથે આ બધા કો પ્રયોગો કરવાના થતા નથી. અને આપણે રીતે કોઈપણ એક ચૂર્ણ અથવા તો બે ચૂર્ણ અડધી અડધી ચમચીમાં કુલ એક ચમચી, એમ આ રીતે પસંદ થવું જોઈએ. અને એ નિષ્ણાત વૈદ ને પૂછી ને આપણે કરવું જોઇએ. ગેસને મટાડવા માટે જવની રોટલી, તુંર્યા ટીનડોરા, કારેલા, દુધી અથવા ની ભાજી મેથી ની ભાજી, પાલકની ભાજી, સરગવો દ્રાક્ષ, લસણ, લીંબુ, આદુ, ફુદીનો, મધ, કોથમીર અજમાં, સિંધવ, નમક, વરીયાળી, લવિંગ વગેરે ખૂબ જ ઉપયોગી છે.
આ આપણા ઘરમાં આપણું રસોડું સંભાળનાર ગૃહિણી બરાબર સમજે તો આ બધા શાકભાજી ઘરમાં આવે અને આજના બીજા જ દ્રવ્યો છે અને લીંબૂ વગેરેનુ, આદુ વગેરેનો પ્રયોગ થાય તો ગેસ્ટ્રિકની સમસ્યા શાંત જ રહે છે. મિત્રો ભૂખ્યા રહેવાની સલાહ છે, પેટ ભરીને ન ખાવું જોઈએ, ઉઠીને નિત્ય હળવો વ્યાયામ કરવો જોઈએ, વાસી ભોજન એમાંય ભીડો,મૂળા, માંસ, વધારે જળપાન વાસી ભાત, પનીર, રાજમા, અડદ આ બધું આપણે ન ખાવું જોઇએ અથવા તો ઓછું ખાવું જોઈએ અથવા તો નો વિપાક દૂર થાય દૂર થાય એ રીતે ભોજન આપણે લેવું જોઈએ.
ચિંતા મુક્ત રહેવું જોઈએ મળ મૂત્ર તથા વાયુના વેગને રોકવા જોઈએ, ખૂબ ચાવીને ખાવું જોઈએ. આસાનીથી પચી જાય તેવા ભોજન લેવા જઈએ. આહાર રુચિ ઉત્પન્ન કરે તેવો હોવો જોઈએ અતિ શોકની સ્થિતિમાં ગભરામણ થતી હોય તે સમયે ભોજન ન કરવું જોઈએ. જમ્યા પછી પાચ્ય પીણું પીવું જોઈએ. તાજા આદુના ટુકડા, લીંબુ ના રસ તથા સિંધવ મેળવીને તે ટુકડા પણ સમયાંતરે ચાવવા જોઈએ. મધનું સેવન કરવું જોઈએ. સવારે ફુદીનાનો રસ, કોથમીર નો રસ સિંધવ નાંખીને પીવું જોઈએ.
આ બહુ જ સાદા અને સરળ ઉપાયો મેં આપને કયા છે. આ પ્રકારે આપણે જો કરશો તો આપણે દવાખાનાનું સેવન નહીં કરીએ. આપણું પેટ પણ તાજુ માજું રાખીશું. આપણે પ્રસન્ન રહીશું. આપણે હંમેશા પોઝિટિવ વિચારશું, આપણે બીજાના દુઃખમાં ભાગ લેશું.અને આપણે સુખને વેચશું. તો મને લાગે છે કે આ ગેસ્ટ્રીક છે એ કંઈ શરીર જન્ય રોગ નથી એ મનની સાથે પણ જોડાયેલો છે. તો આપણે ગેસને આપણા શરીરમાંથી દૂર કરી અને આપણે નિરંતર સાજા રહી શકીશું. ધન્યવાદ
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.