આજે અમે તમને વિટામીન-ડી વિષે સરળ માહિતી આપીશું. વિટામીન-ડી મેળવવાના બે જ રસ્તા છે. તો તે કયા બે રસ્તા છે. વિટામીન-ડી તો સૌપ્રથમ તે ની શું જરૂરિયાત છે આપણા શરીરમાં ?
તો આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન ડી જરૂરી છે. તે અનેક પોષક તત્વોમાંનું એક છે જે શરીરને કેલ્શિયમ શોધવામાં મદદરૂપ થાય છે જેનાથી હાડકાનું સર્જન થાય છે અને હાડકા મજબૂત અને સ્વસ્થ રહે છે. વિટામીન ડી ની હાજરી હોય તો જ આપણે હાડકાઓ મજબૂત બને છે.
વિટામીન ડીના વધુ પડતા નીચા સ્તરથી હાડકા નરમ અને સહેલાઇથી ટુટે તેવા બની જતા હોય છે પરિણામે વધતી ઉંમરે હાથ પગ ના દુખાવા ગોઠણ ના દુખાવા આ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હાડકામાં દુખાવો થઈ શકે છે તથા સ્નાયુઓમાં દુખાવો તથા નબળાઈ રહે છે. વિટામિન ડી સ્વસ્થ રહેવા માટે આપણા શરીર માટે અનેક જરૂરી પોષક તત્વો માંનું એક છે.
વિટામીન ના મુખ્ય કાર્યો
તે કેલ્શિયમ નું શોષણ કરે છે. તો કેલ્શિયમનું શોષણ થાય તો જ આપણે હાડકાઓ મજબૂત રહે છે. વિટામિન ડી કેલ્શિયમ ની સાથે સાથે હાડકાં બનાવવામાં પણ મદદ કરે છે અને હાડકાંને મજબૂત અને સ્વસ્થ રાખે છે. વિટામિન ડી મુખ્ય હાડકા અને આંતરડા ઉપર અસર કરે છે કે વિટામીન ડી ની હાજરી હોય તો જ આપણે હાડકાઓ મજબૂત થશે. મજબૂત હાડકાઓ માટે વિટામિન ડી ખૂબ અગત્યનું માનવામાં આવ્યું છે.
વિટામિન ડી સ્નાયુઓની કામગીરીમાં તથા રોગપ્રતિકારક શક્તિમાં પણ ભૂમિકા ભજવી શકે છે. પ્રતિકારક શક્તિ એ આપણા શરીરની રક્ષા આત્મક વ્યવસ્થા છે કે ચેપ તથા અન્ય બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. દરરોજ વીટામીન-ડી પૂરતાં પ્રમાણમાં લેવાથી મોટી ઉંમરના લોકોમાં પડી જવાનું જોખમ ઘટતું જોવા મળ્યું છે.
હવે મિત્રો આપને જણાવીશ કે વિટામિન ડી શેમાંથી મળે છે
તમે સૂર્યપ્રકાશમાં રહીને અથવા તમારા આહારથી અને અન્ય પોષક તત્વો દ્વારા સરળતાથી મેળવી શકો છો. પહેલો રસ્તો છે સૂર્યપ્રકાશ છે. આપણે કુદરતે આપેલો છે અને બીજો રસ્તો છે વિટામીન ડી થી ભરપુર આપણો ખોરાક. સૂર્યપ્રકાશ ની વાત કરો તો જ્યારે તમારી ત્વચા સૂર્યપ્રકાશ સંપર્કમાં રહે છે ત્યારે વિટામીન-ડી પેદા થાય છે. તમારી ત્વચા કેટલા પ્રમાણમાં વિટામીન ડી પ્રોટીન પેદા કરે છે તે ઋતુ પ્રમાણે છે. હંમેશા મિત્રો કોઈ પણ ઋતુ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય હંમેશા દરેક વ્યક્તિએ સવારે કોમળ તડકામાં થોડીવાર બેસવું જોઈએ. તમે જો કોમળ તડકામાં થોડીવાર બેસવાની ટેવ પાડશો તો તમારા શરીરમાં આપોઆપ વિટામીન-ડી નેચરલ બનશે.તો કોઈપણ એક્સ્ટ્રા ગોળીઓ લેવાની જરૂર રહેશે નહીં.
આજના સમયમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી હાથ પગ ના દુખાવા, ગોઠણ ના દુખાવા, સ્નાયુના દુખાવા આ પ્રકારની સમસ્યા ઉભી થઇ છે તેનું મુખ્ય કારણ છે વિટામિન ડી ની ઉણપ. જો વિટામીન-ડી જો ખૂટવા ન દેવું હોય તો સૂર્યપ્રકાશ આપણને કુદરતે આપેલો છે બેસવાથી આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળી જાય છે. બીજું છે વિટામીન ડીથી ભરપુર આપણો ખોરાક વિટામીન ડીથી આપણા ભરપૂર ખોરાક માટે શું સામેલ કરવું જોઇએ.
તો દુધ પીવાનું રાખવું જોઇએ. ગાયનું દૂધ, ભેંસનું દૂધ છે. તો આ પ્રકારના દૂધને આપણે ખોરાક તરીકે લેશો તો આપણને વીટામીન-ડી પૂરતાં પ્રમાણમાં મળી જશે. વીટામીન-ડી પૂરતાં પ્રમાણમાં મળી રહી છે તો આપણા શરીરના હાડકા મજબુત રહી છે. દૂધ પીવાથી કેલ્શિયમ પણ સહેલાઇથી મળે છે તો કેલ્શિયમ અને વિટામિન ડી એ બંને આપણને સહેલાઈથી એકસાથે મળી જશે. દૂધ તથા દૂધની બનાવટો ખાવાથી પણ આપણને વિટામીન-ડી સહેલાઈથી મળી જતું હોય છે.
પનીર માં પણ વિટામિન મળે છે, લીલી ભાજીઓ ખાવાથી પણ આપણને વિટામિનન સહેલાઈથી મળી શકે છે. વિટામિન-ડીની હંમેશા સમયાંતરે તપાસ કરાવવી આપણે વિટામીન-ડી ઘટતુ તો નથી ને. જો કોઈપણ વ્યક્તિને પૂરતા પ્રમાણમાં વિટામીન ડી ન મળે તો એને અનેક રોગો થઈ શકે છે. હાડકા તૂટી જવા, હાડકામાં દુખાવો થવો, છાતીમાં દુખાવો થવો હાડકાની ઘનતા સાથે સંકળાયેલો રોગ આ પ્રકારના રોગો થઇ શકે છે. આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તો આજે આપણે જે બે રસ્તા જણાવ્યા છે તેમાનો એક રસ્તો છે વિટામીન ડીથી આપણો ખોરાક અને બીજો છે કુદરતે આપેલો સૂર્યપ્રકાશ આ બે જ રસ્તાઓ છે અને તે એકદમ ઘરે થઈ શકે અને એકદમ સરળતાથી આપણાથી દરેક વ્યક્તિ થઈ જાય તેવા છે. તો આ પ્રમાણે આપણે કરીશું તો આપણને ઘરબેઠા વિટામીન-ડી એકદમ સરળ રીતે મળી જશે.
Comments are closed.