ફાગણ માસની પુનમનાં દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી(Holi). હોળી એ રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળી ને હુતાસણી થી ઓળખવામાં આવે છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી હોય છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડા ની હોડી ખડકાવવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા ત્યા ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્ત્વોનો નાશ કરવો અને દેવી શક્તિ નું આગમન કરવું.
હિન્દુ ધર્મના ને લગતી હોલિકા અને પ્રહલાદ ની કથા બહુ જાણીતી છે. હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો અને તેમણે બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર ,ભૂમિ પર કે આકાશમાં ,માનવ દ્વારા કે પ્રાણી ,દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂછવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું. એણે એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું.
પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કઈ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવીને તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. ત્યારે પ્રહ્લાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઇશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ પ્રહ્લાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો.
હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાડી શકતી નથી. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરે છે અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના વસ્તુ પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો.
આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી. હવે બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા પછી પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી એને હિરણ્યકશિપુનો વધ કર્યો. આ અસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે.જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામ ની કથા પણ આવે છે .
હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન પ્રમાણમાં અલગ-અલગ કિરણો પ્રવેશે છે જે વાતાવરણમાં અલગ-અલગ રંગો અને આ ભાવો પ્રકાશિત કરે છે. હોળીના બીજા દિવસને ધુળેટી કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે-ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવું, ત્રીજો પળો એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષ દ્વારા દાંડિયા રાસ રમવા નો રિવાજ પણ છે. ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આકૃતિ કરવામાં આવી છે તેમજ આ દિવસે હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરવાનું એક અલગ જ મહત્વ છે .