tal nu tel khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને તલ ના તેલ વિશે માહિતી આપીશું જે આપણે ખાવાનું બંધ કર્યું છે. આપણે ઘરમાં એનો કોઈ વપરાશકરતા નથી. આ તેલ અદભુત અને અલોકિક તેલ છે. જો શરીરને નિરોગી રાખવું હોય તો આપણે પુંનહ પાછું આપણે ખાવા માટે તલનું તેલ આપણે અપનાવવું પડશે. કફના શમન માટે મિત્રો મધપૂડા નો ઉજેરેલું જેમ મધ શ્રેષ્ઠ છે, એ જ રીતે વાયુના સમાન માટે તલનું તેલ અને પિત્તના શમન માટે ગાયનું ઘી એ સર્વશ્રેષ્ઠ છે.

 

tal nu tel khavana fayda

તલના તેલની જેટલી આપણે ગુણકારી જાણીએ અને જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં છે. જે તલના તેલનું નિરંતર સેવન કરે એમને મિત્રો ક્યારેય ડાયાબિટિસ એટલે કે મધુપ્રમેહ થતો નથી. જૂના જમાનામાં જે મધુપ્રમેહ થતા એ બધા ભોગવિલાસ અને અતિરેકતાને કારણે તથા પણ જે લોકો તલના તેલનું સેવન કરતા અને ભોગ વૃતિને થી દુર રહેતા એ લોકોને ડાયાબિટીસ ન થતા. જે લોકો તલના તેલનું સેવન કરે એને પક્ષાઘાત કે સંધિવાના રોગ થતાં નથી. એમને માથાના દુખાવા જવલ્લે જ થાય છે.

કફના રોગો પણ થતા નથી. હૃદયનાં કોઈપણ રોગ તલના તેલ ખાનારાને થતા નથી. તલના તેલને કારણે મિત્રો આપણું આયુર્વેદ કહે છે કે બ્લડ પ્રેશર પણ વધતું નથી, ચામડીના રોગ થતા નથી ને આંખના અને દાંતનો રોગ થતા નથી. જે માતાઓ બહેનો અને દીકરીઓ ગર્ભાશયના વિવિધ રોગ ધારણ કર્યા હોય અને એ તલના તેલ ન ખાવાને કારણે પણ અતિરેક થતો હોય છે.

 

પણ તલનું તેલ જે ખાય એને આ પ્રકારના રોગ થતા નથી.  તલનું તેલ વાયુના તમામ રોગને મટાડનાર છે એવું કહેવામાં આવ્યું છે કે બધા રોગોથી બચવું હોય તો તલનું તેલ ખાવું જોઈએ. ગરમ કરી અને પકવેલું તલના તેલનું અઠવાડિયે બે ત્રણ વખત શરીરમાં માલિશ થવું જોઈએ.તલ નાં તેલના વઘારથી વસ્તુ કે દ્રવ્યોમાં જે પિત્તવર્ધક અને કફવર્ધક વાયુવર્ધક સ્થિતિ હોય એનો એ અવગુણો નાશ કરે છે અને એ સપ્રમાણ વાયુ, પિત્ત અને કફને કરનાર છ. તેથી આપણું કોઈ પણ ભોજન તલના તેલમાં વઘારને કારણે એ સંસ્કાર વાળું, ગુણવાન અને પૌષ્ટિક બને છે.

મિત્રો આ શરીરની અંદર વૈદક વિદ્યા અને આધુનિક વિજ્ઞાન કહે છે કે સાડા ત્રણ કરોડ જેટલી કોશિકાઓનો છે અને એમાં જે માર્ગમાં કોઈ અવરોધ ઊભો થાય તેને શાંત કરનાર છે. તલનું તેલ પણ કોઈપણ પ્રકારના અંદર રહેલા કોઈ માર્ગમાં અવરોધ થાય,  શરીરને નડતરરૂપ અથવા તો કોઈ અંગો બગાડનાર હોય અથવા તો રોગ કરનારા હોય તો એ તલ નું તેલ જે સેવન કરતા હોય એને ક્યારેય અવરોધો નડતા નથી.

tal nu tel khavana fayda

તલનું તેલ ક્યારે કપ થવા દેતું નથી. તલનું તેલ ક્યારે વાયું થવા દેતું નથી.  એ ક્યારેય પિત્તવર્ધક નથી. એ શરીરના વર્ણ અને ચામડી એને પણ તેજસ્વી રાખે છે. ખૂબ જ સારી રીતે ચામડી ઉપર તલ નું તેલ નું સિંચન કરવાથી ચામડી મોહક, રૂપાળી અને સૌંદર્ય રહે છે. વળી તલનું તેલ મળમાર્ગ ને પણ શુદ્ધ કરનાર છે. તે યાદ શક્તિ, મેઘાશક્તી, બુદ્ધિ શક્તિ વધારનાર છે. શરીરને સદાય કોમલ રાખનાર છે અને કૃમિઓને પણ નિયંત્રિત કરનાર છે. જેને કૃમિઓ થયા હોય એને પણ કૃમિઓનો નાશ કરનાર છે.

 

આંખો ને તે સદા હિતકારી છે.  આ રીતે તે મુત્રને પણ સુગ્રથિત રાખે છે એટલે આ રીતે તલના તેલનું ખૂબ મહત્ત્વ છે.તલનું તેલ પાતળા માણસને પૃષ્ઠ કરનાર છે અને એ પાછો મેદ પણ વધવા દેતું નથી. કારણકે આપણા શરીરમાં સાંધામાં જે જકડપણું આવી ગયું હોય એને તલના તેલનું સેવન એ ઢીલા કરે છે. સાંધા ની અંદર વાયુના પ્રભાવથી જે માસપેશી સુકાઈ ગઈ હોય એને ગ્લિસરીન જેવા તરલ પદાર્થો સુકાઈ ગયા હોય અને દુખાવો કરતા હોય તેના માં પુનઃ તે ચેતના લાવે છે.

અને ચરબીનું પ્રમાણ વધારે છે. માતા, બહેનો અને દીકરીઓના ગર્ભાશયને પણ તલનું તેલ શુદ્ધ રાખે છે. આ રીતે જૂના જમાનામાં તો હાડકાં ભાંગી ગયા હોય અને તલના તેલ સીંચી અને પછી પટ્ટી બાંધી દેવામાં આવતી અને અઠવાડિયામાં હાડકા જોડાઈ જતા. આ રીતે હાડકાંને પણ સાધનાર છે.

પણ આધુનિક સમયમાં એ ક્રિયાઓ કોઈ કરવાની સ્થિતિમાં નથી. દાત ને પણ નિરોગી રાખવા હોય તો તલ નાં તેલના કોગળા કરવાથી કોહવાઈ ગયેલા પેઢા પણ સજીવન થાય છે. દાત પણ સારા રહે છે. પેઢાનાં દુખાવા પંત બંધ થઈ જાય છે, ગલોફા પણ શુદ્ધ રહે એટલે એકાદ વખત આપણ  તલ નાં તેલ મા કોગળા કરીએ અને તલનું તેલ દાંતે ઘસીએ તો તેનાથી ખૂબ લાભ થાય છે.

 

વૃદ્ધાવસ્થા માં આપણે તલનાં તેલ નું સેવન જીવણભર કર્યું હોય તો એ વા નાં કોઈપણ રોગ થવા દેતું નથી. તેથી તલનાં તેલને વિશિષ્ટ ધાન્ય જાણવામાં આવ્યું છે. હોમ હવનમાં પણ તલ હોમવાની જે પરંપરા છે એ વાતાવરણને શુદ્ધ કરવા માટે છે.  લગ્નની ક્રિયામાં પણ તલ એટલા માટે જ માંગલિક છે. તે નીરોગિતા આપનારા છે અને એ સદાય શુભ છે એટલે આ રીતે પિતૃતર્પણ માટે પણ તલનો ઉપયોગ છે. એ રીતે આપણે તલના તેલની આપણે ઉપયોગીતા વધારશુ. આપણે ભલે અઠવાડિયે કાંઈ નહિ તો એક બે વખત તલના તેલમાં શાકભાજી આપણે બનાવીએ અને ખાઈએ. ધન્યવાદ

tal nu tel khavana fayda

ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા