જીરું ખાવાના ફાયદા (Jiru na Fayda) : આજે આપને જીરુંના ઘરગથ્થુ ઉપચારો વિષે તેમજ જૂના ઘરગથ્થુ પ્રયોગો વિશે જણાવીશું. ફાગણ અને ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે દરેક ઘરની ગૃહિણીઓ ભારે ઉત્સાહ માં હોય છે. જો પાડોશમાં રહેતા લોકો હળદર,મેથી, ધાણા, મરચું વગેરે મસાલા ઘરે લાવી દીધા હોય તો આસપાસમાં રહેતી ગૃહિણી દોડધામ કરી મૂકે છે. આ મસાલામાં જીરું એકદરું સ્થાન છે. ઔષધશાસ્ત્ર ની દ્રષ્ટિએ વિચારીએ તો જીરૂ એક અદ્ભુત ગુણકારી ઔષધ છે. આયુર્વેદના તમામ ગ્રંથોમાં જીરુના ઔષધીય ગુણો બતાવવામાં આવ્યા છે.
સામાન્ય રીતે ભારતમાં અનેક રાજ્યોમાં જીરુંનું ઉત્પાદન થાય છે. બંગાળ અને આસામમાં સફેદ જીરું ઉત્પાદન થતું નથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન થાય છે. ઉત્તર અમેરિકા અને યુરોપના દેશોમાં પણ જીરૂ ની ખેતી થાય છે.
હવે આપણે પ્રયોગો જાણીશું
સફેદ જીરું નું બારીક ચૂર્ણ બનાવવું. દિવસમાં ત્રણ વખત થોડું થોડું લેવાથી ભોજન પ્રત્યે રૂચિ ઉત્પન્ન થાય છે. મંદાગ્નિ દૂર થાય છે. ઉલટી પણ બંધ થાય છે અને ભૂખ ઉઘડે છે. ખોરાકનું બરાબર પાચન થાય છે. સફેદ જીરું અને લીંડીપીપર સમાન ભાગે લઇ તેનું બારીક ચૂર્ણ બનાવવું.દિવસમાં ત્રણ વખત થોડું થોડું લેવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે અને અગ્નિ પ્રદિપ્ત થાય તો જ ખોરાકનું બરાબર પાચન થાય છેે બરાબર પાચન થાય એ શરીર માટે ખૂબ જ જરૂરી છે.
શેકેલું જીરું તથા ગોળ મિક્સ કરી ગોળી બનાવવી. આ ગોળીનું સેવન કરવાથી પણ અગ્નિ પ્રદીપ્ત થાય છે. ખોરાકનું બરાબર પાચન થાય છે. પરંતુ ગોળ જૂૂનો હોવો જોઈએ. આ પ્રયોગ કરવાથી મેલેરીયા તથા વા એટલે કે વાયુના રોગો પણ શાંત થાય છે. સફેદ જીરું અને સાકર સરખેભાગે લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું.દરરોજ ત્રણ સમય એટલે કે ત્રણ ટાઈમ ૩-૩ ગ્રામ લેવાથી હરસ ની સમસ્યા મટે છે. ચુર્ણ પાણી સાથે લેવાનું છે.
સફેદ જીરું, સૂંઠ, કાળાં મરી, લીંડીપીપર અને જવખાર તેનું બારીક ચૂર્ણ બનાવવું. આ પ્રયોગથી અજીર્ણ ની સમસ્યા સંપૂર્ણ દૂર થાય છે. જીરું, લીંડીપીપર,સાજીખાર આ ત્રણેય ભાગ લઈ તેનું ચૂર્ણ બનાવવું. દરરોજ ત્રણ વખત ૨-૨ ગ્રામ લેવાથી અજીર્ણ મટે છે અને મંદાગ્નિ પણ દૂર થાય છે.
સફેદ જીરું ને શેકીને તેનું ચૂર્ણ બનાવવું.દરરોજ ત્રણ વખત ચૂર્ણ સાકર સાથે લેવાથી શ્વેતપ્રદર નામનો રોગ મટી જાય છે. જીરું, હજી જીરું અને ઠળિયા વગરની ખારેકને ખાંડવી. ત્યારબાદ સવાર-સાંજ લેવાથી બળતરા શાંત થાય છે.આ બધી વસ્તુને સરખાભાગે લેેવાની. જીરું, નસોતર, સૂંઠ, કાળાં મરી અને લીંડીપીપર સમભાગે લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું.
સવારે જીરાનું ચુર્ણ, કારેલાના રસ સાથે અને સાંજે ગોળ સાથે લેવાથી ઠંડી વાઈને આવેલો તાવ સંપૂર્ણ મટી જાય છે. જીરુંનું ચૂર્ણ ૫ ગ્રામ અને ત્રિકટુ ૨ ગ્રામ લઈ મધ સાથે ચાટવાથી કફ નો તાવ સંપૂર્ણ મટી જાય છે. જીરુંનું ચૂર્ણ છ ગ્રામ અને મધ છ ગ્રામ લઇ મિક્સ કરી ચાટવાથી જુનો તાવ મટે છે.
આ ચૂર્ણ ત્રિફળા ના ઉકાળા સાથે લેવાથી કફના સોજા મટવા લાગે છે એટલે કે કફને લીધે શરીરમાં આવેલા સોજા મટી જાય છે. જીરું અને ખસ ને પાણી સાથે લસોટીને આપવાથી ટાયફોઇડમાં રાહત થાય છે. જીરું ૩ ગ્રામ, કાળામરી ૩ દાણા લઇ બન્નેને તુલસીના રસમાં લેવાથી ટાઈફોડ મટે છે. માટી ખાવાથી જેને પાંડુરોગ થાય છે તેને જીરાનું ચુર્ણ માહિતી આપવાથી પાંડુરોગ મટવા લાગે છે. માટી ખાવાની આદત પણ છૂટી જાય છે. જીરું,ગોખરું અને ગળો સમભાગ લઈને તેનું બારીક ચૂર્ણ બનાવવું. દરરોજ ૫-૫ ગ્રામ ચૂર્ણ પાણી સાથે લેવાથી પેશાબની સંપૂર્ણ તકલીફમાં રાહત થાય છે.
જીરું અને વરિયાળી સરખા ભાગે લઈ તેને શેકીને ચૂર્ણ બનાવવું. દરરોજ ત્રણ વખત ૩-૩ ગ્રામ ઠંડા પાણી સાથે લેવાથી ઝાડા મટી જાય છે. જીરાનું ચૂર્ણ દહીં સાથે લેવાથી પણ ઝાડા મટી જાય છે. જીરૂ, સૂંઠ અને સિંધવનું 5 ગ્રામ ચૂર્ણ દરરોજ ત્રણ વખત છાશ સાથે લેવાથી મરડો મટી જાય છે.
જીરું ધાણા અને સંચળ સમભાગ લઈને તેનું બારીક ચૂર્ણ બનાવવું. દરરોજ ત્રણ વખત પાંચ ગ્રામ ચૂર્ણ પાણી સાથે લેવાથી તરસ છીપે છે કે જેને વારંવાર તરસ લાગતી હોય તેવા લોકોએ આ પ્રયોગ જોઈએ.
હવે જીરું આપણે બાહ્ય પ્રયોગો જોઈએ:-ું
શેકેલું જીરું અને સિંધાલૂણ સમભાગ લઈને તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણનું મંજન કરવાથી દાંતનો દુખાવો, પાયોરિયા અને પેઢા ફુલવા વગેરે મટવા લાગે છે. જીવાત કરડી હોય તે સ્થાન પર જીરું અને સુંઠ નો લેપ કરવાથી સંપૂર્ણ રાહત મળે છે. જીરું ને લસોટી તેને ગરમ કરી હરસ પર બાંધવાથી કે લગાવવાથી હરસ ની પીડા શાંત થાય છે. જીરું પાણીમાં ઉકાળવું અને તે પાણીથી મોં ધોવાથી ખીલના ડાઘ મટવા લાગે છે. જીરૂનો લેપ પેટ પર કરવાથી પેટનો દુખાવો મટે છે અને સંપૂર્ણ રાહત થાય છે. જીરું આ ઉકાળાથી નાહવાથી ખસ નામનો રોગ મટે છે અને તેમાં રાહત અનુભવાય છે.
જીરું એ લસોટી તેનો લેપ હોઠ પર કરવાથી હોઠ નો પાક મટવા લાગે છે. મિત્રો અહી તમને આ બાહ્ય પ્રયોગો પણ જણાવ્યા અને જીવના ઘરગથ્થુ પ્રયોગો પણ જણાવ્યા. જીરુ આપણા શરીર માટે અને આપણા આરોગ્ય માટે રસોડાનું એક એવું દ્રવ્ય છે કે જે આપણને નિરોગિતા આપનારું છે.
તો મિત્રો જીરું આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીશું અને આ બધા પ્રયોગો જાણી સમજીને આપણા શરીરની તાસીર એટલે કે કફ- પિત્ત અને વાયુ ત્રીદોષની તાસિરની ઓળખીને જો કરીશું તો આપણે સો ટકા લાભ મળશે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે.