આજે આ લેખમાં જાણીશું એલોવેરા ના ફાયદા એટલે કે કુંવારપાઠાના ફાયદા. એલોવેરા એટલે (કુંવારપાઠું) એક ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતમાં એલોવેરા અક્સીર ઇલાજ છે.
ચામડીમાં કરચલી પડી ગઈ હોય અથવા પહેલા જેવી ચમક ન રહી હોય તો એલોવેરા ધરાવતી બ્યુટી ક્રીમનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખીલ કે ડાઘા પડ્યા હોય ત્યારે એલોવેરા ઉપયોગી થાય છે. ઘરમાં પણ આસાનીથી ઉગાવી શકાય એવું આ પ્લાન્ટ ફક્ત શરીરને બહારથી જાળવી રાખવા માટે જ નહીં પરંતુ અંદરથી પણ ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે.
સુપર પ્લાન્ટ ગણવામાં આવતું એલોવેરાના રસની અસર પણ હવે ઘણી પ્રસિદ્ધ થઈ ચૂકી છે. એલોવેરા એ મલ્ટી પર્પસ ઔષધી છે. વાળનું સૌંદર્ય વધારવા કે વાળની ચમક પાછી લાવવા એલોવેરા એક ઘરેલું ઉપચાર છે. ખુબસુરત અને મુલાયમ વાળ કોને પસંદ ન હોય, પરંતુ આવા વાળની માત્ર ઈચ્છાથી જ કંઈ નથી થતું તેના માટે ખાસ મહેનત પણ કરવી પડે છે. પોતાના વાળની ખાસ દેખભાળ કરવી પડે છે.
એલોવેરા ફક્ત ચહેરાની સુંદરતા વધારવાનાં જ કામમાં આવે છે એવું નથી પરંતુ આયુર્વેદિક ઔષધી વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઓઈલી વાળની સમસ્યાને દૂર કરવામાં એલોવેરા જેલ ખૂબ કારગર છે અને તેલની વધારાની માત્રાને સામાન્ય કરી વાળની શક્તિને પણ વધારવામાં એલોવેરા જેલનો કોઈ જવાબ નથી.
એલોવેરાથી ટાલિયાપણું પણ દૂર કરી શકાય છે. એલોવેરાને સ્કલ્પ પર શેમ્પુની માફક ઉપયોગ કરી શકાય છે. એનાથી વાળ મજબૂત બને છે. તેની સાથે સાથે ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. કેશ સંબંધી સમસ્યાઓને એલોવેરાના પ્રયોગથી દૂર કરી શકાય છે. એનાથી વાળનું ખરવુ ,ડ્રાય વાળ, વાળમાં ખોડો વગેરે સમસ્યાઓને દૂર કરી શકાય છે.
એલોવેરા જેલને ફક્ત અડધો કલાક લગાવ્યા બાદ વાળને ધોઈ શકાય છે. જો મહિનામાં બે વાર તેને વાળમાં લગાવવામાં આવે તો થોડા મહિનામાં જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. બજારમાં વાળ માટે અનેક રાસાયણિક ઉત્પાદનો મળે છે.
જેના કેટલાક પ્રતિકૂળ પ્રભાવના કારણે વાળની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. તો બીજી તરફ એલોવેરા સંપૂર્ણ પ્રાકૃતિક છે. એના વપરાશથી જરાય નુકસાન થતું નથી. વાળ માટે એલોવેરા જ્યુસ સારું કંડીશનર છે તેના રસને માથામાં લગાવવાથી વાળ મુલાયમ કાળા અને લાંબા થઈ જાય છે.