ઉનાળાની સિઝન બધા ને ઠંડું ખાવાની ઇચ્છા થતી હોય છે. તો આજે અમે તમને ઘરે સરળ રીતે ઠંડી ઠંડી, જોતાજ ખાવાનુ માં થઈ જાય, બહાર કરતા પણ સારી એવી ગુલ બહાર આઇસ્ક્રીમ( Gul Bahar Ice Cream )બનાવતાં શીખવીશું. તો આ આઇસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણી લો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.
- સામગ્રી :
- ૧ લિટર દૂધ
- ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ
- ૨૦૦ ગ્રામ ક્રીમ
- ૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
- ૫ ટેબલસ્પૂન ગુલકંદ અથવા એક કપ રોઝ સીરપ, બદામ,પિસ્તાં
ગુલ બહાર આઇસ્ક્રીમ બનાવવાની રીત: એક વાસણ લઈ તેેેમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી દૂધમાં નાખવો. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થવા દો. ઠંડું થાય એટલે નાળિયેરનું ખમણ, ક્રીમ અને ગુલકંદ અથવા રોઝ સીરપ નાંખી, મિક્સરમાં મિક્સ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ડીપ ફ્રીઝરમાં મુકી દો.
ફ્રીઝમાં જામી જાય એટલે બહાર કાઢી ફરી મિક્સરમાં એકરસ કરી લો.જેથી બરફની કણી ભાંગી જાય. હવે ફરી ડબ્બામાં ભરી, છોલેલી બદામની કાતરી અને પિસ્તાંની કાતરીથી સજાવટ કરી, ફ્રીઝરમાં મૂકી સેટ થવા દો. સેટ થાય એટલે બહાર કાઢી લો.
નોંધ લેવી: ગુલકંદ અને રોઝ સીરપને લીધે ખાંડ નાંખવાની તમારે ખાસ જરુર પડતી નથી. જો તમારે ગુલકંદ અથવા રોઝ સીપર નાંખવો ન હોય તો તેને બદલે તમે ગુલાબની પાંદડીઓ, ખાંડ અને એસેન્સ નાંખી આઈસક્રીમ બનાવી શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.