(૧) તમને ખબર હસે કે લીલા વટાણા નું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય છે. પરંતુ તમે ઈચ્છતા હોય કે આવું ન થાય એનાં માટે પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતાં સમયે આજ પાણીનો ઉપયોગ કરવો.
(૨)પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમા નાખી દો. પુલાવનો એક એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે (૩)જૂના બટાકા બાફતી વખતે લીંબુ નો રસ નાખવાથી બટાકા સફેદ રહેસે.
(૪) એકદમ દહી ની જરૂરિયાત ઉભી થાય ત્યારે નવશેકા દુધ માં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મુકી દો. દહીં બે કલાક થી પણ ઓછા સમય માં તૈયાર થઈ જસે. (૫) અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.
(૬) કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કડવાશ ઓછી થાય છે અથવા કરેલા બનાવતાં પહેલાં કાપીને મીઠાના પાણીમાં પલાળી દો. કારેલાની કડવાશ નીકળી જસે. (૭) રોટલી શેક્યા બાદ તવી પર લીંબુ ની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી થઈ જસે.
(૮) ફ્રીઝ માં કડક થયેલા લીંબુ માં જો રસ ન નિકળે તો તેને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખવા. આમ કરવાથી લીંબુ માં રસ વધારે નીકળશે. (૯) તાજા બ્રેડ ને ભીના ચાકુથી કાપવાથી બ્રેડ જલ્દીથી કપાઈ જશે. બ્રેડ ની કિનારી ને પણ ભીની છરીથી કાપી શકાશે.
(૧૦) ભરેલા પરવળ બનાવતી વખતે પરવળ માં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સરળતા રહે છે અને પરવળ તૂટતાં નથી. (૧૧) ૧ મહિનામાં ૧ વખત મિક્સર મા મીઠું નાંખીને હલાવવાથી મિક્સર ની બ્લેડ ઝડપી બનશે.
(૧૨) બટાકા ઉકાળતી વખતે પાણીમાં થોડુ મીઠુ મિક્સ કરી લો. આમ કરવાથી બટાકા ફાટશે નહિ અને સહેલાઇ થી છોલાઈ જસે. (૧૩) એક ચમચી ખાંડ ને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને કેક નાં મીક્ષર માં ગરમ કરેલી ખાંડને મિક્ષ કરી નાખો. એનાથી કેક નો રંગ સારો થઈ જસે.
(૧૪) ખુબ વધુ પ્રમાણ માં ટામેટા નો સંગ્રહ કરવો હોય,તો સૌ પ્રથમ એનો રસ કરીને એને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝ માં મૂકી દો. જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગ માં ભરી ફ્રીઝ માં રાખી મૂકો. ગ્રેવી, સોસ, અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.
(૧૫) બટાકા અને ડુંગળીને એકજ ટોપલીમાં એક સાથે ન રાખો. આવું કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જસે. (૧૬) નુડલ્સ ને બોઇલ કર્યાં બાદ તેના પર ઠંડું પાણી રેડવાથી નુડલ્સ. એકબીજા સાથે ચોંટશે નહિ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.