અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફળ અને શાકભાજીને સાચવવા માટે આપણે ફ્રીજ નો ઉપયોગ કરીએ છીએ પરંતુ થોડી શાકભાજી અને ફળો એવા પણ હોય છે જેને ફ્રીજમાં રાખવાથી ખરાબ થઇ જતા હોય છે. આવું જ એક ફળ છે કેળા.

કેળા લગભગ બારેમાસ જ સરળતાથી મળી આવે છે. તેની કિંમત પણ ખૂબ નજીવી હોય છે. જેથી ગરીબથી માંડીને પૈસાવાળા દરેક લોકોને પરવડે છે. ઘણી વાર આપણે સફરજન, દ્રાક્ષ અને દાડમ સાથે કેળા ને પણ ફ્રિઝમાં મૂકીએ છીએ પરંતુ આવું કરવું જોઈએ નહીં. કારણ કે કેળા ને ફ્રીજ માં મૂકી દેવાથી તે ખરાબ થવા લાગે છે.

કેળાનું ઉત્પાદન ઉપોષ્ણ એટલે કે (sub Tropical) જળવાયુમાં થાય છે અને આ જળવાયુ અમુક સમય ગરમીમાં અને બાકીના સમય ઠંડીમાં હોય છે. કેળા ઠંડીને સહન કરી શકતું નથી અને ઠંડીમાં ખરાબ થઈ જાય છે. તમે જોયું હશે કે જ્યારે તમે કેળા ને ફ્રીજમાં રાખો છો ત્યારે તે કાળું પડવા લાગતું હોય છે.

સમય જતાં તેનું સેવન કરવાથી ઘણું નુકસાન થતું હોય છે. આ પ્રકારના ખરાબ થઈ ગયેલા કેળાની અંદર ઓક્સિડેજ નામનું એન્ઝાઇમ પણ ઉત્પન્ન થાય છે. જેના કારણે કેળાની છાલ ધીમે ધીમે ખાલી પડવા લાગે છે અને તે લાંબો સમય રહેવાથી ઝેર બની જતું હોય છે.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા