આજે તમને જણાવીશું એવી નાની નાની કિચન ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ.
ટિપ્સ 1. આપણે રવા (સોજી) માંથી ઘણા પ્રકારની વાનગી બનાવીએ છીએ. આ રવો જો થોડા દિવસ સુધી ઘરે રાખવામાં આવે તો તેમાં જીવાત પડી જાય છે. તો સોજીને ઘરે લાવો ત્યારે તેને ધીમા તાપે ૪-૫ મીનીટ સુધી શેકી લો. શેકેલા રવા ને બરણીમાં ભરીને રાખવાથી લાંબા સમય સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તેમા જીવાત પડતી નથી.
ટિપ્સ 2. જ્યારે ભીંડા નું શાક બનાવતાં હોય ત્યારે, પેન મા પહેલા મસાલા ઉમેરી લો. હવે તેમાં સમારેલા ભીંડા ઉમેરીને મિક્સ કરો. આ જ સમયે તેમાં આમચૂર પાઉડર ઉમેરો. આમચૂર પાઉડર ઉમેરવાથી ભીંડાનું શાક ચિકાસ વાળું નહીં બને અને તેનો કલર પણ સારો આવશે.
ટિપ્સ 3. રોટલી, પુરી કે પરોઠા બનાવતાં હોય તો તે કડક થઈ જતા હોય કે બરાબર સોફ્ટ નથી બનતા, તો તેના માટે, જ્યારે તમે લોટ બાંધતા હોય ત્યારે તેમાં જેટલુ પાણીની જરૂર પડે તેટલા પ્રમાણમા, તમારે અડધું દુધ અને અડધા પાણીનો ઉપયોગ કરી ને લોટ બાંધી લેવો. 10 મીનીટ પછી તેમાંથી રોટલી, પુરી કે પરાઠા બનાવવા જેથી તે કડક બનશે નહી.
ટિપ્સ 4. જ્યારે તમે ફ્રીઝ માં ડુંગળી, લસણ કે કોઈ પ્રકાર ની વાનગી મુકો, તો તેમાંથી વાસ આવતી હોય છે. તો આ વાસ ને દુર કરવા માટે, થોડા કોલસાને એક વાટકીમાં મૂકીને 2 થી 3 કલાક ફ્રિજમાં મુકી દો. 2-3 કલાક પછી જોશો તો ફ્રિજમાં રહેલી વાસ દૂર થઈ જશે.
ટિપ્સ 5. આપણે જયારે કૂકર માં દાળ રાંધીએ ત્યારે તેની સીટી વાગતા તે ઉભરાઈ જાય છે. તો આ માટે, જ્યારે કુકર મા દાળ સાથે પાણી, હળદળ, મીઠું નાખો છો ત્યારે તેમાં 1 ચમચી ઘી ઉમેરો અને કુકર ની સીટી હોય ત્યાં અંદર નાં ભાગે પણ ઘી લગાવી દો. આમ કરવાથી સીટી વાગશે ત્યારે તે ઉભરો બહાર આવશે નહીં.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.