keri ni gotli benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે આ કહેવત તો બાળપણમાં વૃદ્ધોના મુખે થી સાંભળી જ હશે “આમ કે આમ ગુટલીઓ કે ભી દામ”. તે સમયે આપણે તેના કોઈ પણ અર્થને સમજી શકતા ન હતા. પરંતુ એ સાચું છે કે ફળોનો રાજા કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે. તેનાથી પણ વધારે તેની ગોટલી આપણા માટે રામબાણ સાબિત થાય છે. આપણે કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દઈએ છીએ. જો આપણે તેના લાભ વિશે જાણતા હશો, તો ગોટલી ફેકતા પહેલા આપણે હજાર વાર વિચારીશું.

કેરીની ગોટલી ના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ગોટલી આપણા શરીર માટે અત્યંત લાભદાયી છે. 100 ગ્રામ કેરીની ગોટલીમાંથી બે કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતા ૫૦ ગણા વધુ પોષક તત્ત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે.

કેરીની ગોટલી માં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઈટોકેમિકલ્સ હોય છે. માનવ શરીરમાં વિટામિન ડી સિવાયના વિટામિન બનતા નથી. આ વિટામિન મેળવવા માટે આહાર પર જ આધાર રાખવો પડે છે. કેરીની ગોટલી માંથી વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ઈ મળે છે, જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિઓક્સિડન્ટ તરીકેની ભૂમિકા પણ ભજવે છે.

કેરીની ગોટલી માંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા ખનિજ તત્વ પણ મળી રહે છે. કાજુ – બદામ કરતા પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલી માં છે. વળી શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી. તો ચાલો જાણીએ કેટલાક વિશેષ ફાયદાઓ.

1. કેરીની ગોટલી માથાની જુઓ માટે અત્યંત ફાયદાકારક છે. આ માટે કેરી ના ઝાડ ની સૂકી છાલ અને કેરીની ગોટલીને સૂકવી તેને ખાંડીને બારીક પાવડર બનાવવો. આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને માથામાં લગાવો. થોડા દિવસમાં માથાની જુઓ નો અંત આવી જશે.

2. જો કેરીની ગોટલીને ચાવીને ખાવામાં આવે તો બ્લડ પ્રેશરમાં રાહત આપે છે. વધુમાં ગોટલી હૃદય માટે ફાયદાકારક છે. ગોટલીનો પાઉડર ખાવાથી હૃદય રોગને લગતી બીમારીઓ માં પણ લાભ થાય છે. આ સાથે રક્ત પ્રવાહ પણ સામાન્ય રહે છે.

3. ભાગદોડવાળી જિંદગીમાં લોકોમાં જાડાપણું વધી રહ્યું છે. નાની વયના લોકો પણ ચરબીના કારણે ફાંદવાળા દેખાય છે. આવામાં કેરીની ગોટલી નો પાવડર ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોટલી ના પાવડરનું સેવન કરવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ થાય છે. સાથે વજન પણ ઘટે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ સંતુલિત રહે છે.

4. વારંવાર થતા ડાયરિયાથી પરેશાન છો. તો કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટી લો અને દિવસમાં બે ચમચી ત્રણ વખત લેવાથી ડાયરિયા ની સમસ્યા દૂર થઈ જશે. હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સાથે સાથે ગોટલી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. બ્લડ સર્ક્યુલેશનને વ્યવસ્થિત કરીને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

5. આજે લોકોમાં દાંતના દુખાવા વધુ જોવા મળે છે. જેનાથી લોકો મીઠી વસ્તુ ખાઈ શકતા નથી. ખાસ કરીને બાળકોના દાંત માં ઘણાં હોય છે. આવામાં કેરીના સૂકા પાંદડા બાળીને તેમાં ગોટલીનું પાઉડર બારીક પીસીને મિક્ષ કરી લો. દરરોજ સવારે આ પાઉડર નો ટૂથબ્રશ કરો. દાંતમાં દુખાવો થોડા સમયમાં સમાપ્ત થશે.

તેમ જ દાંતની પીળાશ પણ દૂર અને દાંત ચમકવા લાગશે. આ પાઉડર દરરોજ ઉપયોગ કરવાથી દાંત મજબૂત બનશે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થશે. આ ઉપરાંત દરરોજ કેરીના પાંદડાને થોડી વાર ચાવીને થૂંકવાથી દાંત હલવા અને દાંતમાંથી લોહી આવવાનું બંધ થઇ જશે. ડાયાબીટીશના વ્યક્તિઓ માટે પણ ગોટલી એક આશીર્વાદ સમાન છે.

6. ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બી12 ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં ગોટલી મદદરૂપ બની શકે છે કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતી ગોટલી નો ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાં વિટામીન બી12 ની કમી દૂર થાય છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા