ઉનાળાની ગરમી માં જો આઈસ્ક્રીમ મળી જાય તો મજા જ આવી જાય છે અને મોંમાં પાણી પણ આવી જાય છે. આજે અમે લઈને આવ્યા છીએ એકદમ સોફ્ટ મેંગો આઈસ્ક્રીમ. જો એકવાર બનાવશો તો વારંવાર આજ આઈસ્ક્રીમ બનાવશો. તો ચાલો જોઈએ.
- મેંગો આઈસક્રીમ સામગ્રી :
- 2-3 વાટકી તાજો બનાવેલો કેરી નો રસ
- અડધી વાટકી ખાંડ
- અડધી વાટકી ફ્રેશ મલાઈ
- પા વાટકી મિલ્ક પાઉડર
- પા ચમચી જીએમએસ પાઉડર
- પા વાટકી બદામ પિસ્તાની કતરણ
- થોડી કાપેલી કેરી
- 1 વાટકી દૂધ
મેંગો આઈસક્રીમ બનાવવાની રીત :
સૌ પ્રથમ કેરીના રસને ગાળી લો. દૂધમાં ,મિલ્ક પાઉડર અને ખાંડ નાખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થઇ જાય એટલે તેમાં કેરીનો રસ, જીએમએસ પાઉડર , દૂધ, મલાઈ નાખી મિક્સરમાં બરાબર મિશ્રણ કરો.
હવે આ મિશ્રણને આઈસ્ક્રીમ પોટમાં નાખો અને એક કે દોઢ કલાક માટે ફ્રીઝરમાં મુકો. હવે ફરીરહી બહાર કાઢો અને મિક્સરમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઈસ્ક્રીમ પોટમાં નાખ ઓછામાં ઓછું ત્રણ – ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે કતરણ સજાવી અને કેરીના કાપેલા ટુકડાથી ગાર્નિશ કરો. તો તૈયાર છે મેંગો આઈસ્ક્રીમ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.