જો શરદી, ખાંસી, અને છાતી અથવા તો ગળા માં કફ જામી ગયો હોય તો તેવા લોકોને શ્વાસ લેવામા તકલીફ પડતી હોય છે અને બીજી બધી સમસ્યા થતી હોય છે. શરદી અને ખાંસી થવાનુ કારણ વાયરલ ઇન્ફેક્શન અને બીજા ઘણા કારણો હોઈ શકે છે. જો તમે ઘરેલૂ ઉપાય કરો તો તમે આ બધી સમસ્યામાંથી બહાર આવી શકો છો. તો જાણી લો ઘરે શું કરી શકો છો.
(1) હળદળ ની ચા:– એક કપ દૂધ માં અડધી ચમચી હળદળ પાઉડર મિક્સ કરી ઉકાળો. પછી તેને ગાળી તેમાં એક ચમચી સાકર મિક્ષ કરી રાતે સૂતી વખતે પીવો. (2) મેથીની ચા:- એક કપ મેથીના દાણા અથવા તો પાઉડર લઇ એક કપ પાણી માં ઉકાળી ગાળી તેમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવો.
(3)આદું – લીંબુ ની ચા:– એક ટુકડો આદું, એક લીંબુ નો રસ, એક ચમચી તજ નો પાઉડર, ૩-૪ લવિંગ એક કે દોઢ કપ પાણીમાં ઉકાળી તેમાં એક ચમચી મધ નાંખીને પીવો. (4) ફુદીનાની ચા:- ફુદીનાના ૧૨-૧૫ પાન ને એક કપ પાણીમાં ઉકાળી ગાળી ચાની જેમ સવાર સાંજ પીવો.
(5) જેઠીમધ ની ચા:- એક ચમચી જેઠીમધ નો પાઉડર, અડધી ચમચી તજ નો પાઉડર, ૩-૪ લવિંગ પાણીમાં ઉકાળી લો. પછી ગાળી તેમા એક ચમચી મધ મિક્સ કરીને પીવો. (6)લવિંગ અને એલચી ની ચા:– એક કપ પાણીમાં ૩-૪ લવિંગ,એક એલચી નો દાણો નાખી ઉકાળી અને ગાળી, ચા ની જેમ પીવો.
(7) તુલસી ની ચા:- તુલસી નાં ૧૨-૧૫ પાન, ૩-૪ લવિંગ, ૩-૪ કાળાં મરી લઈ એક કપ પાણીમાં ઉકાળી પછી ગાળી તેમાં એક ચમચી મધ નાંખીને પીવો. (8) અંજીર ની ચા:- એક કપ પાણીમાં ૫ અંજીર નાંખીને ઉકાળી ગાળી આ પાણી સવાર- સાંજ આ ની જેમ પીવો.
(9) અજમાની ચા:- એક ચમચી અજમો, ૧/૨ સિંધાલૂણ મીઠું, ૩-૪ લવિંગ ને એક કપ પાણીમાં ઉકાળી ગાળી લો હવે તેમાં એક ચમચી મધ કરીને પીવો. (10) બેકીગ સોડા ચા:- એક કપ ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મીઠું મિક્સ કરી સવાર – સાંજ તેનાથી કોગળા કરો.
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.