જે વ્યક્તિ સ્વસ્થ હોય છે તે બધા કાર્યો સમયસર કરે છે અને તેની શારીરિક જરૂરિયાતો પણ સમયને અનુરૂપ રહે છે. એ જ રીતે જે વ્યક્તિ સ્વસ્થ હોય તેને સમયસર ભૂખ લાગે છે પણ વારંવાર ભૂખ લાગવી એક બીમારી હોઈ શકે છે. એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે કેટલાક ખાસ પ્રકારના કારણોથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થાય છે
અને આપણે એ કારણો સમજ્યા વિના વધારે ખાવાનું કરવાનું શરૂ કરી દઈએ છીએ. સાથે જ વારંવાર ભૂખ લાગવાથી વધુ ખવાઈ જાય છે. જેના કારણે સ્થૂળતા અને અન્ય રોગો થવાની સંભાવના પણ વધી જાય છે. જેથી આજે અમે તમને 6 એવા કારણો વિશે જણાવીશું. જે જાણીને તમે વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થી છુટકારો મેળવી શકશો.
સવારે નાસ્તો ન કરવો : 6 થી 8 કલાકની ઊંઘ લીધા બાદ સવારે ઉઠ્યા પછી શરીરને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ખોરાકની જરૂર પડે છે. હકીકતમાં સવારનો હેલ્ધી નાસ્તો શરીરમાં બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખે છે. જેના કારણે આખો દિવસ ભૂખ લાગવાની સમસ્યા રહેતી નથી અને જો તમે સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર ખાદ્ય વસ્તુઓનું સેવન કરો છો તો વારંવાર ભૂખ લાગવાની સમસ્યા રહેતી જ નથી. હવેથી ભુલ્યા વિના સવારે હેલ્ધી નાસ્તો કરવાનો નિયમ બનાવો .ભલે કેટલી પણ ઉતાવળ હોય એ નિયમ તોડશો નહીં, પછી જુઓ આખો દિવસ ભૂખ લાગશે નહીં.
પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું : પાણી આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે. કેટલીકવાર શરીરને પૂરતું પાણી ન મળવાથી શરીરની હાઇડ્રેટ થઇ જાય છે અને આપણને સમજાતું નથી કે આપણે શું થયું છે. ક્યારેક આપણને એવું લાગે છે કે કંઈક ખાઈ લેવાથી સારું લાગશે અને ખાતા રહેવાનું મન થાય છે.
પરંતુ હકીકતમાં આવું પાણીની ઉણપને કારણે થાય છે. ખાસ કરીને શિયાળામાં પાણીની ઉણપને કારણે આવું વધારે થાય છે. જેનાથી તમારું વજન તો વધે છે સાથે જ શરીરમાં નબળાઈ પણ આવે છે. જેથી વારંવાર ની ભૂખ થી બચવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. પાણી પીવાનું ટાળવું જોઇયે નહિ.
પ્રોટીન અને ફાઇબર ની ઉણપ : આપણે જે પણ ખાઈએ છીએ, જો એમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વ ન હોય તો શરીરને પોષક અને સંતોષ મળતો નથી. જેમ કે ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન ન હોય તો ભૂખ સંતોષાતી નથી. વારંવાર ભૂખ લાગવા નો અહેસાસ થયા કરે છે જેથી જ્યારે તમે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાકનું સેવન કરો છો ત્યારે પેટમાંથી એવા હોર્મોન્સ નીકળે છે જે ભૂખને શાંત કરી દે છે. એટલે કે જ્યારે તમે યોગ્ય પ્રોટીન અને ફાઇબર ડાયટ નથી લેતા ત્યારે ભૂખ લાગવાની સમસ્યા નહીં કરે છે.
યોગ્ય માત્રામાં કેલરી ન મેળવી : શરીરને સંપૂર્ણ આહાર ની જરૂર હોય છે એવામાં કેટલાક લોકો બોડી મેઇન્ટેન ના ચક્કરમાં કેલરી વગરનો ખોરાક ખાવાનું પસંદ કરે છે. જો કે આવા ખોરાક શરીર માટે હાનિકારક હોય છે. જે આપણા શરીરને એક નિશ્ચિત માત્રામાં કેલરી એટલી જરૂર પડે છે જેટલી કે અન્ય પોષક તત્વોને પડે છે. જેથી જો તમે વજન વધવાના ચક્કરમાં કેલરીની મથામણ માં રહેશો અને લો કેલરી ફૂડનું સેવન કરતા રહેશો તો તમને પૂરતા પ્રમાણમાં કેલરી મળશે નહીં અને શરીરમાં કેલરીની ઉણપ વધશે. જેથી તમારું પેટ હંમેશા ખાલી લાગશે અને તમને ભૂખ લાગવાની સમસ્યા વધશે.
પૂરતી ઊંઘ ન લેવી : એવું કહેવાય છે કે સારી ઊંઘ અનેક સમસ્યાઓની એક જ દવા છે. સાત આઠ કલાકની પૂરતી હું તમને ન માટે હેલ્ધી રાખે છે પણ સુંદર અને ઉર્જાવાન બનાવે છે. જો તમે પુરતી ઉંઘ નહીં લો તો શરીર થાકેલું લાગશે અને એ થાકને દુર કરવા માટે તમને વધારે ઊર્જાની જરૂર પડશે.
જેની પૂર્તિ માટે ભોજનની જરૂર પડશે. જેથી તમને વધુ ખાવાનું મન થશે. ઊર્જા ન હોવાથી વારંવાર ભૂખ લાગે છે. જેથી જો એકવાર પૂરતી ઉંઘ લેવાથી ઊર્જા મળી જાય તો તમને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થશે નહીં કારણ કે પૂરતી ઊંઘ શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે.
ખાવામાં ઉતાવળ કરવી : જો તમને વારંવાર ભૂખ લાગે ત્યારે તમે ઝડપથી ખાવા લાગો છો, પણ જે પણ ખાવો હંમેશાં શાંતિથી અને બરાબર ચાવીને જ ખાવું જોઈએ. આનાથી તમારો ખોરાક પેટમાં જઈને સરળતાથી પચી જશે અને તેમાંથી મળતા પોષક તત્વો શરીરને પૂરતી ઊર્જા પ્રદાન કરે છે. તેનાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર રહે છે.
અન્ય સમસ્યાઓને કારણે જો વારંવાર ભૂખ લાગવાની સમસ્યા બહુ વધી ગઈ હોય અને દૂર ન થઈ રહી હોય તો તમારે કોઈ સારા ડોકટરને બતાવવું જોઈએ કારણ કે એવું પણ બની શકે કે કોઈ ગંભીર બીમારીને કારણે પણ તમને આ સમસ્યા થતી હોય કેટલીક વાર ડાયાબિટીસ જેવા રોગોના શરૂઆતના લક્ષણમાં વારંવાર ભૂખ લાગે છે જેથી ચેકઅપ કરાવી લેવું.