આજે જોઈશું ઉનાળાની ગરમીમાં શરીર ને રાહત આપે તેવા ચાર પ્રકાર ના શરબત ની રેસિપી. આ શરબત ઘરે રહેલી સામગ્રીથી એકદમ ઓછા ખર્ચા માં સરળતાથી બની જાય છે. એકવાર શરબત બનાવવાની રીત જોઇ લો અને સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર તો જરૂર કરજો.
- કાચી કેરીનો શરબત માટે સામગ્રી:
- એક કાચી કેરી(૨૫૦ગ્રામ)
- ૪-૫ ચમચી ફુદીનાના પાન
- ૪ મોટી ચમચી કપ ખાંડ
- અડધી ચમચી એલચી પાવડર
- અડધી ચમચી જીરું પાવડર
- ચમચી મરી પાવડર
- એક ચમચી સંચળ
- પાણી
આમ પન્ના અથવા કાચી કેરીની શરબત બનાવવાની રીત:
એક કેરી લઈ તેને પ્રેશર કૂકરમાં પાણી એક કરી ૨ વિશલ વાગે ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દો.૨ વિસલ પછી કુકર ખોલી તેમાં બફાઈ ગયેલા કેરી બહાર કાઢી ઠંડી થવા દો. હવે કેરી પર ની છાલ કાઢી કેરી નાં પલ્પ ને કાઢી લો. હવે આ પલ્પ ને એક મિક્સર બાઉલ માં લઇ તેમાં ફુદીનાના પણ, ખાંડ, એલ ચી પાઉડર, જીરાનો પાઉડર, કારા મરી પાઉડર, સંચળ પાઉડર એડ કરી, પાણી એડ કર્યાં વગર ગ્રાઇન્ડ કરી લો.
તો અહિયાં તમારો કાચી કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે. એક ગ્લાસ માં બરફ નાં ટુકડાં લઈ તેમાં આ પલ્પ એડ કરી સર્ચ કરી શકો છો. તો અહિયાં ઉનાળામાં લૂ સામે રક્ષણ આપે તેવો કાચી કેરીનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે.
- કાકડી અને ફુદીનાનું શરબત માટે સામગ્રી:
- ૫૦૦ ગ્રામ કાકડી નાં ટુકડાં
- બે ચમચી ખાંડ
- બે ચમચી ફુદીનાના પાન
- બે ચમચી લીંબુનો રસ
- ચમચી સંચળ મીઠું
- બે કપ ઠંડુ પાણી
કાકડી અને ફુદીનાનું શરબત બનાવવાની રીત :
સૌ પ્રથમ એક મિક્સર બાઉલમાં કાકડીના ટુકડાં, ફુદીનાના નાં પાન, ખાંડ, લીંબુ નો રસ, સંચળ પાઉડર એડ કરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. હવે એક ગ્લાસ માં બરફના ટુકડાં લઈ તેમાં આ મિશ્રણ અને પાણી એક કરી સર્વ કરો. તો અહિયાં તમારું કાકડી અને ફુદીનાનું શરબત બનીને તૈયાર છે.
- ગોળ નો શરબત માટે સામગ્રી:
- એક કપ ગોળ
- અડધી ચમચી આદુ પાવડર
- બે એલચી
- એક ચમચી વરિયાળીનાં દાણા
- એક ચમચી સંચળ મીઠું
- બે કાળા મરી
- અડધી ચમચી જીરું
- એક લિટર પાણી
- અડધી ચમચી ચાટ મસાલા
- એક લીંબુનો રસ
- એક ચમચી સબજા બીજ
- બરફના ટુકડા
ગોળ નો શરબત બનાવવાની રીત:
સૌ પ્રથમ એક મિક્સર બાઉલમાં ગોળ, સુકા આદુનો પાઉડર, ઇલાયચી, વરિયાળી, સંચળ, મીઠું, કાળા, મરી, જીરું અને પાણી ઉમેરી તેને ગ્રાઇન્ડ કરો.
ગ્રાઇન્ડ થઈ ગયા પછી મિશ્રણ માં પાણીની કરી તેમાં અડધી ચમચી ચાટ મસાલા પાઉડર, અને એક મોટા લીંબુ નો રસ એડ કરો. તો અહિયાં શરીર ને તાકાત આપે તેવો ગોળ નું શરબત બનીને તૈયાર છે. એક ગ્લાસ માં બરફ નાં ટુકડાં લઈ તેમાં આ મિશ્રણ ને મિક્સ કરી સર્વ કરો.
- તડબૂચ શરબત માટે સામગ્રી:
- બે – ત્રણ કપ સમારેલા તડબૂચના ટુકડા
- બે ચમચી ફુદીનાના પાન
- બે ચમચી લીંબુનો રસ
- બે મોટી ચમચી ખાંડ
- અડધી ચમચી કાળા મરી પાવડર
- બે કપ પાણી
તડબૂચ શરબત બનાવવાની રીત:
સૌ પ્રથમ એક મિક્સર બાઉલમાં તરબૂચ નાં ટુકડાં, ફુદીનાના પાન, લીંબુનો રસ , ખાંડ, કાળાં મરી પાઉડર નાખી ગ્રાઇન્ડ ક્રી લો. હવે એક ગ્લાસ માં બરફના ટુકડાં, અને આ બનાવેલાં મિશ્રણ ને એડ કરી સર્વ કરો. તો અહિયાં ઉનાળામાં ઠંડું ઠંડું તરબૂચ નું શરબત બનીને તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.