“મગ ચલાવે પગ” બીમાર માણસ ને પણ દોડતો કરે એનું નામ મગ. આ મગ ની પ્રકૃતિ સ્વભાવે શીતળ અને અતી પૌષ્ટિક હોય છે. મગ માં સારા પ્રમાણ માં પ્રોટીન,અને હિમોગ્લોબીન હોય છે. મગ નું સેવન આંતરડાને શુદ્ધ કરે છે અને પચવામાં માં સરળ છે. જો કોરોનાના દર્દીની જમવામા સ્વાદ ન આવતો હોય તો તેના માટે આ સુપ એક્દમ સારો છે.
સામગ્રી:
- ૧/૪ કપ મગ
- જરૂર મુજબ પાણી
- મીઠું
- અડધી ચમચી હળદળ
- એક ચમચી ધાણજીરૂ પાઉડર
- અડધી ચમચી શેકેલું જીરું પાઉડર
- અડધી ચમચી કાળામરી પાઉડર
- અડધી ચમચી સંચળ પાઉડર
- ખમણેલું આદું
- ૩-૪ લીમડાના પાન
- તજ નો ટુકડો
- ફૂલચકરી( બાદિયા)
- એક લવિંગ
- અડધી ચમચી જીરૂ
- નાના નાના ગાજર નાં ટુકડાં
- અડધા લીંબુ નો રસ
- કોથમીર
વઘાર માટે
- એક ચમચી ઘી.
- અડધી ચમચી આખું જીરૂ
- અડધી ચમચી થી ઓછો અજમો
- હીંગ
મગનો સ્વાદિષ્ટ સુપ બનાવવાની રીત: સૌ પ્રથમ એક કુકર મા મગ લઈ તેમાં પાણી એડ કરી દો. હવે તેમાં હળદળ, તજ નો ટુકડો, બાદિયાનું એક પાન, લવિંગ અને મીઠું નાખી મગ ને બાફવા મૂકો. મગ બફાઈ ગયા પછી તેમાંથી જે લવિંગ, બાદીયા અને તજ નાખ્યા હતા તેને કાઢી લો.
હવે બ્લેન્ડર ની મદદ થી મગ ને ક્રશ કરી ને ગાળી લો. (અહિયા તમે જરૂર મુજબ પાણી એડ કરી શકો છો). હવે ગેસ પર એક વાસણ મુકી તેમાં ગાળેલા મગ ને લઈ તેમાં ગાજર નાં ટુકડાં, ધાણાજીરૂ પાઉડર, શેકેલું ધાણાજીરૂ પાઉડર, અડધી ચમચી કાળામરી પાઉડર, અડધી ચમચી સંચળ, ખમણેલું આદું, ૩-૪ લીમડાના પાન, નાખી ૪-૫ મીનીટ ગરમ કરો.
હવે સૂપ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એક વઘારિયામાં ઘી લઈ તેમાં આખું જીરું,અજમો અને હીંગ નાખી વઘાર કરી લો. હવે આ વઘાર ને સૂપ માં એડ કરી લો. હવે તેને ૧ મીનીટ ગરમ કરી લો.
તો અહિયાં સૂપ બનીને તૈયાર છે. હવે તેમાં લીંબુ નો રસ અને કોથમીર એડ કરો. તો આ સૂપ તમે કોરોના નાં દર્દી ને આપી શકો છો જેથી તેને મોઢામાં સ્વાદ પણ આવશે અને ભૂખ પણ ઉગડસે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.