આજે જણાવીશુ કબજિયાત વિશે. કબજીયાત મા ધ્યાનમાં લેવા જેવી ઘણી બાબતો છે. સામાન્ય રીતે જોઈએ તો કબજિયાતની સમસ્યા સમગ્ર વિશ્વમાં વ્યાપક થયેલી જોવા મળે છે. જો કે આયુર્વેદ અનુસાર કબજિયાત એક રોગ નથી. પરંતુ જો આંતરડાંમાં રહેલો મળ બે ત્રણ દિવસ સુધી બહાર ન નીકળે તો આંતરડા માં રહેતી ગંદકી અને ઝેરીલા પદાર્થો થી અનેક રોગ થાય છે. ખાસ કરી ચામડીના રોગો, સંધિવા, ગાંઠો, એપંડી, બીપી, હરસ, મોતિયો વગેરે થઇ શકે છે.
કબજિયાતને લીધે ક્યારેક કઠણ મળ થઈ જવાને કારણે તે જોર કરવાથી બહાર નીકળે છે. જેનાથી મળદ્વાર છોલાઈ જાય છે અને તેમાંથી લોહી નીકળે છે. વારંવાર છોલાવાથી તે ખૂબ જ કષ્ટદાયક હોય છે. જુના તથા કઠણ કબજિયાતથી માથાનો દુખાવો, ચાંદા પડવા, શ્વાસમાં વાસ આવવી, ચક્કર આવવા તથા ભૂખ ન લાગવી, પેટમાં ગેસ થવો, હ્રદયમાં બળતરા થવી, સ્વભાવ ચીડિયો થઈ જવો વગેરે થાય છે તથા કોઈ પણ કામમાં મન લાગતું નથી.
કબજીયાતથી પીડાતા લોકોને વારંવાર સંડાશ જવા ની ઈચ્છા થાય છે, પરંતુ લાંબો સમય સન્ડાસ માં બેસવા છતાં પણ તેમને મળત્યાગ થતો નથી. આવી સ્થિતિમાં કબજિયાતને દૂર કરવાથી અનેક દવાઓ નો સહારો લેવો પડે છે. ઘણા લોકો તો વર્ષો સુધી આવી દવાઓ લેતા હોય છે. આવી દવાઓના સેવનથી તેમનું પાચન તંત્ર નબળું પડી જાય છે અને આ ઉત્તેજક પદાર્થોને બહાર કાઢવા માટે શરીરમાં ઉપસ્થિત તરલ પદાર્થોને પ્રવાહી કરતા રહે છે જેને કારણે માસપેશીઓમાં ગડબડ થાય છે.
કબજિયાત નાશક દવાઓના સેવન પછી મોટા ભાગના લોકો પેટનો દુખાવો અને નબળાઈ નો અનુભવ કરે છે. કબજિયાત નિવારક મોટાભાગની દવાઓ શરીરના પાચનતંત્ર તથા મળમૂત્રમાંથી મોટા પ્રમાણમાં પ્રવાહી પદાર્થોનું શોષણ કરે છે તથા ઉત્તેજક પદાર્થો પેદા કરે છે. શોષીત કરવામાં આવેલા પદાર્થોમાં પોટેશિયમની ઉણપ પેદા થાય છે. જેને લીધે અનેક રોગો પેદા થાય છે. શરીરમાં વિટામિનો અને ખનિજો ની ઉણપ પેદા થાય છે. જેના પરિણામે અનેક રોગોને વિકસવાનો મોકો મળે છે.
જુલાબ એનીમા ના બે પ્રકાર છે. પાણીનો એનિમા અને તેલનો એનિમા. સાધારણ કબજીયાત માટે પાણીનો એનિમા લેવામાં આવે છે. ગરમીની ઋતુમાં ઠંડા પાણીનો અને ઠંડીની ઋતુમાં નવશેકા પાણીનો એનીમા શકાય છે.તેને પ્રભાવશાળી બનાવવા માટે પાણીમાં લીંબુનો રસ મેળવવો માં આવે છે. વધારે કબજિયાત હોય તો તેલનો એનીમા આપવામાં આવે છે.
તેલમાં ખાસ કરીને ઓલીવનુ તેલ ઉપયોગમાં લેવાય છે. તેને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેમાં બરાબર માત્રામાં ગ્લીસરિન મેળવીને આપવામાં આવે છે. આ મિશ્રણના એનીમાથી કઠોળ કબજિયાતમાં પણ અમલનું નિષ્કલંક થાય છે. મળત્યાગ થઈ જાય છે. કબજિયાતને દૂર કરવા માટે મધ તથા લીંબુનું શરબત પણ લઈ શકાય છે. રોજ રાત્રે સૂતાં પૂર્વે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ તથા એક ચમચી લીંબુનો રસ નાખી પીવામાં આવે તો સામાન્ય રીતે સવારે પેટ સાફ આવે છે.
ઘઉંને તવીમાં ત્યાં સુધી શેકવી કે જ્યાં સુધી તેનો રંગ લાલ ન થઈ જાય. ત્યાર પછી તે શેકેલા ઘઉંને મિક્સર કે ઘંટીમાં પીસી લેવા. આ ચૂર્ણ એક ચમચી લઇ તેને એક ગ્લાસ ગરમ પાણીમાં નાખી તેમાં દૂધ તથા બે ચમચી ખાંડ મેળવી, સવાર-સાંજ પીવાથી કબજિયાત દૂર થાય છે.
કબજિયાત મટાડવા માટે માટીનો પ્રયોગ પણ કરવામાં આવે છે. ચોખી માટી લઈ તેને પાણીમાં ગુંદવી. આ ગુંંદેલી માટીને એક પાતળા કપડામાં પોટલી બનાવી રાત્રે સૂતી વખતે આ પોટલીને પેડુ ઉપર બાંધવી. સવારે ઊઠીને સંડાશ જવાથી મળ બરાબર રીતે બહાર નીકળશે અને પેટ સાફ થઈ જશે. આ પ્રયોગથી કબજિયાત દૂર થશે અને સાથે સાથે શરીરના પાચન તંત્રને આંતરડાને કોઈ નુકસાન થતું નથી.
માટીની પોટલી ની લંબાઈ ૬ ઇંચ, પહોળાઈ ૩ ઇંચ અને જાડાઈ અડધો ઇંચ જ હોવી જોઈએ . આહારમાં સામાન્ય ફેરફાર કરવો ગાજર નાસ્પતિ, જામફળ, પપૈયું, સફરજન વગેરે ખાવાથી પણ કબજિયાત મટે છે. દરરોજ મગનું પાણી,મગની દાળનું સેવન કરવાથી પણ કબજિયાત દૂર થાય છે. ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ તથા ભોજનની વચ્ચે પાણી પીવું તથા અંતમાં એક પાણી પીવું.
સાંજે ભાજી ખાવી, અથાણા, વાલ, વટાણા ચણા, મઠ ,ભીંડો આ ચીકણા પદાર્થો વગેરેનું સેવન કરવું જોઇએ નહીં તો આ પદાર્થોનું સેવન કરશો તો કબજિયાત થશે. જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે.