આજે અમે તમારી જોડે એક ઈમ્યૂનિટી બૂસ્ટર,આયુર્વેદિક રેસીપી વિષે જણાવીશું, તે ખૂબ ફાયદાકારક છે અને તે વાઇરસ ઇન્ફેક્સન, શરદી-તાવ, ગળામાં દુખાવા થી બચાવવામાં તમને ઘણી મદદ કરશે.
તમને ખબર છે કે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે આ આયુર્વેદિક ઉપચાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તમે લીલા શાકભાજી પણ ખાઈ શકો છો, ગાય નું દૂધ પી શકો છો, સવારે વેહલા ઉઠીને વ્યાયામ પણ કરી શકો છો. જ્યારે પણ પાણી પીવો, ત્યારે ગરમ પાણી પીવો.
સૌ પ્રથમ ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળા ને બનાવવા માટે, લીમડાના પાનની દાંડી લો. જે તમે નીચે આપેલા ફોટા માં જોઈ શકો છો. જો લીંબડાના પાંદડા લેશો તો ઉકાળો ખૂબ કડવો બને છે.)
હવે એક તપેલી લો. તેમાં ત્રણ થી ચાર ગ્લાસ પાણી ઉમેરો. ગેસ ને મધ્યમ રાખવાનો છે. પાણીને ઉકળવા દો અને તેમાં 10 થી 12 લીંબડા ની દાંડીઓ, 15 થી 20 તુલસીના પાન, 8 થી 10 લવિંગ , 8 થી 10 કાળા મરી, 1 મોટો ટુકડો તજ,
1 થી 2 તજ પત્તા, 1 ચમચી અજમો, 1 ચમચી હળદળ, 1 મોટો ટુકડો ગોળ, હવે ગિલોય ની દાંડી ના 4 થી 5 ટુકડા (ગિલોય બધા રોગો નો ઈલાજ છે ), 1 ચમચી સૂંઠ હવે આ બધી સામગ્રી ને બરાબર ઉકાળવા ડો જ્યાં સુધી અડધુ પાણી ના થઇ જાય.
આ ઉકાળાને ઉકળતા 30 મિનિટ લાગી શકે છે. હવે એક ગરણી ની મદદ થી ગાળી લો. અને થોડો ગરમ હોય ત્યારે ઉપયોગ માં લઇ લેવો. આ ઉકાળા ને પીવાથી તમારી શરીર માં ઇમ્યુનીટી સિસ્ટમ ને મજબૂત કરે છે. આ એક નેચરલ ઉકાળો છે.
આ ઉકાળા ને તમે 2 દિવસ સુધી પણ સંગ્રહ કરી શકો છો. ઉકાળાને સવારે નરણા કોઠે પીવો અથવા રાત્રે સુતા પહેલા પીવો ફાયદાકારક છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.