આજે આપણે જોઇશું અંબોર નાં ગોટા જેવો ગોટાનો લોટ ઘરે કેવી રીતે બનાવવો. તમે અંબોળ નાં ગોટા વિશે સાંભળ્યું હસે. અંબોર નું નામ સાંભળતા તેના ગોટા યાદ આવી જાય છે. આ ગોટા એટલા પોચા રૂ જેવા હોય છે કે મોંઢા માં મુકતાં જ ઓગળી જાય છે. તો આજે જોઈશું આ ગોટા જેવોજ લોટ ઘરે તૈયાર કરવાની રીતે. આ લોટ તમે ૫-૬ મહિના સુધી ફ્રીઝ મા રાખી શકો છો.
- સામગ્રી:
- ૨૫૦ ગ્રામ ચણા દાળ
- એક મોટી ચમચી કાળા મરી
- એક મોટી ચમચી વરીયાળી
- એક ચમચી અજમો
- એક ચમચી તલ
- એક ચમચી સુકા ધાણા
- ૫ નંગ લવિંગ
- એક તજ નો ટુકડો
- ૩-૪ ચમચી દળેલી ખાંડ
- એક ચમચી હળદળ
- અડધી ચમચી હિંગ
- એક ચમચી લાલ મરચું
- એક ચમચી લાલ કાશ્મીરી મરચું
- સ્વાદ પ્રમાણે મીઠું
ગોટાનો લોટ બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેન માં ચણા દાળ લઇ તેને ગરમ કરવા મૂકો. આ દાળ નો રંગ બદલાય અને તેની સુગંધ આવે ત્યાં સુધી શેકી દો. ૫-૬ મીનીટ સુધી સતત હલાવતા જાઓ. ૫-૬ મીનીટ પછી દાળ સારી રીતે શેકાઈ ગઈ હશે, હવે પેન ને નીચે ઉતારી દાળ ને ઠંડી થવા દો.
એક પેન મા બાકીના મસાલા કાળા મરી, વરીયાળી,અજમો,ધાણા, તલ, લવિંગ અને તજ નો ટુકડો લઈ પેન મા એડ કરી ૨-૩ મીનીટ માટે શેકી લો. અહિયાં બધા મસાલા ને પેન માં સારી રીતે હલાવતા જાઓ. લગભગ ૨-૩ મીનીટ માં બધા મસાલા સારી રીતે શેકાઈ જસે અને તેમાંથી સુગંધ આવવા લાગશે.
હવે બધા મસાલા ને પેન માં થી પ્લેટ મા લઈ ઠંડા થવા દો. હવે એક મિક્સર જારમા, જે દાળ ઠંડું થવા મુકી હતી તે લઈ દાળ ને અધકચરી પીસી લો. હવે એક નાના મિક્સર જાર માં બીજા બધા મિક્સ કરેલાં મસાલા ને પીસી લો.આ મસાલાઓ ને પણ અધકચરા પીસી લેવાના છે.
હવે એક વાસણમાં અધકચરી દાળનો લોટ અને અધકચરા પીસી લીધેલા મસાલાઓ ને એડ કરો. હવે તેમાં દળેલી ખાંડ, હળદર, હીંગ, લાલ મરચું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મસાલા મિક્સ કરી દો.
બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં સફેદ તલ એડ કરો. તો અહિયાં તમારો અંબોર નાં ગોટા જેવો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. જ્યારે તમારે ગોટા બનાવવા હોય ત્યારે તમે આ લોટ નો ઉપયોગ કરીને ફકત ૧૦ જ મીનીટ મા પોચા રૂ જેવા ગોટા ઘરે બનાવી શકો છો. તમે આ લોટ ને ૫-૬ મહિના સુધી ફ્રીઝ મા સ્ટોર કરીને રાખી શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.