આજે આપણે જોઇશું નાના મોટા સૌની ફેવરીટ પાણીપુરી ની રેસિપી. પાણીપૂરી એ આપણા દેશ માં ખુબજ લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે અને એમાં ખાસ કરીને મહિલાઓને તો ખુબજ ભાવતી હોય છે. પાણીપૂરી માં જો પાણીપૂરી નું પાણી જો સરખા માપ સાથે મસાલા નાંખીને બનાવવામાં આવે તો ખાવાની બહુજ મજા આવે છે. તો ચાલો જોઇલો ઘરે પાણીપૂરી બનાવવાની રીત.
- મસાલો બનાવવા માટે
- ૧ કપ ફણગાવેલા મગ
- પાણી
- અડધી ચમચી હળદળ
- અડધી ચમચી મીઠું
- ૧ મોટું બટાકુ
- ૧ કપ બાફેલા ચણા
- ચાટ મસાલો
- ૧/૪ ચમચી શેકેલું જીરુ પાઉડર
- ૧/૪ ચમચી કારા મરી પાઉડર
- બુંદી
- કોથમીર અને ફુદીના નાં પાન
- સ્વાદ પ્રમાણે સંચળ પાઉડર
- એક ચમચી લાલ મરચું
પાણીપૂરી નું પાણી બનાવવા
- ચપટી જીરું
- ચપટી હિંગ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ચમચી ખાંડ
- ૩-૪ કપ કોથમીર
- બે લીંબુ
- ૨ કરી લસણ
- એક નાની ડુંગળી
- ૫-૬ બરફ નાં ટુકડાં
- ૨-૩ લીલા મરચા
- ૨ આદુના ટુકડા
- ૨ કપ ફુદીનાના પાન
પાણીને ચટપટું બનાવવા માટે
- એક ચમચી સંચળ પાઉડર
- અડધી ચમચી આમચૂર પાઉડર
- ૧/૪ ચપટી સૂંઠ પાઉડર
- ૧/૪ ચમચી કારા મરી પાઉડર
- એક ચમચી શેકેલા જીરાનો પાઉડર
- એક ચમચી પાણીપૂરી નો મસાલો( તૈયાર મળે છે)
પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત:
સૌ પ્રથમ એક કુકર મા ફળગાવેલા મગ લઈ તેમાં જરૂરી પાણી એડ કરો. હવે તેમાં હળદળ, મીઠું એડ કરી ૩-૪ મીનીટ માટે ઢાંકણું બંધ કરી કુક થવા દો. અહિયાં મગ ને વધુ કુક થવા દેવાના નથી. હવે આ મગમાંથી ચારણી વડે મગનું પાણી છૂટું પડી લો.
એક બટાકુ લઈ તેના બે ભાગ કરી લો. બટાકા ને એક કુકર મા લઇ તેમાં અડધી ચમચી હળદળ અને મીઠું નાખી બટાકા ને સારી રીતે બાફી લો. બટાકા બફાઈ ગયા પછી તેના નાના નાના ટુકડા કરી લો. હવે એક બાઉલમાં બાફેલા ચણા લઈ તેમા થોડાં બાફેલાં બટાકાં અને બાફેલાં મગ લઈ તેમાં જીરું, મરી,કોથમીર, ફુદીના, સંચળ અને બુંદી નાખી સારી રીતે મિક્સ કરી લો.
તો અહિયાં તમારો એકદમ પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ થી ભરપુર પાણીપૂરી નો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપર થોડુ મરચું નાંખી દો.
હવે ચટપટું પાણીપૂરી નું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક પાઉડર બનાવીશું. તો પાઉડર બનાવવા માટે એક મિક્સર જાર માં જીરૂ, ખાંડ, મીઠું અને હીંગ નાખી ગ્રાઇન્ડ કરી લોટ તૈયાર કરી લો. આ પાઉડર ને મિક્સર જાર માં રાખી તેમાં કોથમીર નાં પાન, એક લીંબુનો રસ, લસણ, સમારેલી ડુંગળી, બરફના ટુકડાં અને થોડું ઠંડું પાણી એડ કરી ગ્રાઇન્ડ કરી લો.
ગ્રાઇન્ડ થઈ ગયા પછી તેમાં આદુના ટુકડાં, લીલા મરચા, ફુદીનાના પાન અને થોડું ઠંડું પાણી નાખી ફરીથી ગ્રાઇન્ડ કરી લો.અહિયાં તમારે ફુદીનાના પાન કોથમીર નાં પાન કરતા થોડાં ઓછા લેવાં. બધું ગ્રાઇન્ડ થઈ ગયાં પછી એક ચારણી લઈ ગ્રાઇન્ડ કરેલા મિશ્રણ ને ગાળી લો.
તો અહિયાં તમારું પાણી બનીને તૈયાર છે. આ પાણી માં થોડાં ૩-૪ બરફ નાં ટુકડાં એડ કરો જેથી પાણી ૬-૭ કલાક સુધી ગ્રીન જ રહે. હવે ફરીથી એક લીંબુ નો રસ એડ કરો. અહિયાં તમારે ડુંગળી કે લસણ ની વાસ પાણીમાં આવશે નહિ . તમે આ પાણીને ૩-૪ દિવસ સુધી ફ્રીઝ મા સ્ટોર કરી શકો છો.
હવે પાણીને વધુ ચટપટું સ્વાદિષ્ટ બનાવવા માટે પાણીમાં સંચળ પાઉડર, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, કારા મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, અને તૈયાર બજાર માં મળતો પાણીપૂરી નો મસાલો નાખો. તો અહિયાં તમારી ચટપટું પાણી બનીને તૈયાર છે. હવે આ પાણીને તમે સર્વ કરી શકો છો.
એક પ્લેટ મા પાણીપૂરી ની પૂરી, બનેલો પાણીપૂરી નો મસાલો અને ચટપટું સ્વાદિષ્ટ પાણી લઈ પાણીપૂરી ને સર્વ કરો. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.