આપણે જોતા હોઈએ છીએ કે, દાળ, ચોખા અને ઘઉં માં કીડા પડતા હોય છે અને આપણે તેના માટે ઘણા ઉપાયો કરતા હોઈએ છીયે, પણ આજે અમે લઈને આવ્યા છીએ લીંબડાની ગોળી જે કેમિકલ વગરની છે અને આ દેશી ઘરેલુ ઉપાય છે જે 100% અસરકારક છે.
સામગ્રી
- 1 કપ લીંબડાના સૂકા પાન,
- 1 કપ લસણ ના ફોતરાં
- 15 નંગ લવિંગ
બનાવવાની રીત
લીમડાના પાન ને એક મિક્સર માં ગ્રાઈન્ડ કરીને પાઉડર બનાવી લો. તે જ રીતે તમે લસણ ને પણ ગ્રાઈન્ડ કરીને પાઉડર બનાવી લો અને લવિંગ પણ તેજ રીતે ક્રશ કરીને પાઉડર બનાવી લો.
આ બધી સામગ્રીને એક ડીશ માં કાઢી લો. થોડું થોડું પાણી એડ કરતા જાઓ અને બરાબર મિક્સ કરતા જાઓ. આ એકદમ નેચરલ છે કારણ કે લીંબડા ના પાન માં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે અને લીંબડા ના મદદ થી અનાજ ને લાંબો સમય સુધી સ્ટોર કરવામાં મદદ મળે છે.
લસણ ના ફોતરાંમાં પણ સ્મેલ હોય છે જેથી જીવાત, કીડા પડતા નથી. લવિંગ પણ ગરમ હોય છે અને જેની સ્મેલ પણ બહુ જ સ્ટ્રોંગ હોય છે.
બરાબર મિક્સ થઇ ગયા પછી, હાથ ની મદદ થી નાની નાની ગોળી બનાવી લો. ગોળી બનાવ્યા પછી 3 થી 4 દિવસ તડકા માં અથવા છાંયડામાં સુકાવા માટે મૂકી દો. તૈયાર છે લીંબડાની ગોળી.
નોંધ : આ કેમિકલ વગર ની ગોળી છે. લીંબડા ના પાન ને 3 દિવસ સુધી સુકાવવા ફરજીયાત છે. લીંબડાની દાંડીઓ ને લેવાની નથી.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.