kesar keri pakavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેરી બધા ને પ્રિય હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા ઉનાળાની રાહ જોતા હોય છે કારણ કે કેરીની સીઝન ઉનાળો છે પરંતુ આ કેરી ને જલ્દી પકવવા અને કમાણી બમણી કરવા માટે અમુક લોકો કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરે છે.

કેરી તો જલદી પાકી જાય છે અને દેખાવમાં પણ મસ્ત લાગે છે. તમને સુગંધ પણ તેની સરસ આવે છે પરંતુ આ બધું ખાવાથી નુકસાન પણ એટલું જ થાય છે. કુદરતી રીતે દાબો નાખીને જે કેરી પકવવા માં આવે તે ખાવાથી તમને કોઈપણ જાતનું નુકસાન નથી થતું પરંતુ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને જે કરી પકવવામાં આવે છે તે ખાવાથી આપણા શરીરમાં અનેક રોગો થાય છે.

પ્રથમ તો આપણને ચાંદા પડવાનું શરૂ થાય છે. અચાનક ચાંદા પડવાનું શરૂ થાય તો સમજજો કે કદાચ તેમાં કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થયો હોય તેવું માનવું. પેટમાં ગરબડ ઊભી થાય છે એટલે પેટમાં અપચો થઈ જાય, પેટ ભારે ભારે લાગે, અરુચિ, મંદાગ્નિ આ બધી જ તકલીફ થાય તો તમારે કેરીને તપાસીને ખાવી જોઈએ.

જો તમે કેલ્શિયમ કાર્બાઇડ વાળી કેરી પકવેલી ખાશો તો આ બધી તકલીફ તમને થઈ શકે છે. પાચનતંત્રના અવયવોને પણ નુકસાન કરે છે અને આપણું પાચનતંત્ર મંદ પડી જાય છે, ક્યારેક આપણને ઉલટી પણ થઇ શકે છે. આવા બધા નાના નાના રોગો આપણને થયા કરે છે તો આ બધું થવાનું કારણ કેલ્શિયમ કાર્બાઇડ કાર્બનથી પકવેલી પણ હોઈ શકે છે

જો તમારે કેરીનું સેવન કરવું હોય તો, ઘરે કાચી કેરી લઈ આવો, તેને તમે નીચે કોથળો પાથળી ઉપર કેરી ઉભી ગોઠવી દો, તેમાં થોડી ડુંગળી ના કટકા નાખો, ત્યારબાદ ઉપર છાપુ અને તેની ઉપર કોથળો ઢાંકી દો. એ ધાબામાં પવન ન લાગવો જોઇએ અને જેમ જેમ પાકતી જાય તેમ તમે તેનો ઉપયોગ કરતા જાવ.

હવે ખબર કેમ પડે કે કાર્બન વાળી કેરી હશે? તો કેમિકલથી પકવેલી કેરી પર અચાનક કાળા રંગના ધાબાં જોવા મળે છે એને ચાંદા પડ્યા હોય જેને જોઈને તમે ઓળખી શકો છો. અમુક હદ સુધી નક્કી કરી શકાય છે કે આ કાર્બાઇડ વાળી કેરી હોઈ શકે છે.

તો મિત્રો આપણે કેરીની ખાતરી કરી લેવી, ખાતરી વાળી જગ્યાએ થી જ કેરી ખરીદવી કે જ્યાં ખાતરી હોય કે આમાં કોઇપણ જાતના કેમિકલનો ઉપયોગ નહીં કર્યો હોય અને અથવા તો ઘરે કાચી કેરી લઈ દાબો નાખીને તેનું સેવન કરશો તો તમને ફાયદો થશે અથવા તો તમને નુકસાન પણ થઈ શકે છે.

તો લાંબા ગાળે આ પ્રકારની કેરી ખાવાનું તમે શરૂ રાખો તો હાથ પગ ના દુખાવા થશે, યુરિક એસિડ વધશે, ગોઠણના દુઃખાવા વધશે, માથાના દુખાવા, કાચો આમ પ્રદીપ થશે. આ બધા પ્રશ્નો થવાથી બીજા પણ રોગો નો જન્મ થાય છે તો આપણે કોઈ પણ રોગના મૂળમાં જઈએ અથવા તો આપણે સમજી જઈએ કે આ વસ્તુ ખાવાથી આ તકલીફ થઈ શકે છે તો તેને આપણે ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “પીળી દેખાતી કેરી આ વસ્તુથી પણ પકવવામાં આવે છે કોઈ જાણતું જ નથી – હજુ સમય છે ચેતી જજો આ રોગ થશે”

Comments are closed.