ઉનાળામાં સર્વશ્રેષ્ઠ અને શરીર માટે એકદમ ઠંડક આપતી એવી આજે આપણે તાંદળજાની ભાજી બનાવવાના છીએ તો અહીં ભાજી ૭૫૦ ગ્રામ લીધી છે અને નાના પાન વાળી લેવાની છે. ભાજી બે પ્રકારની આવે છે એક લીલી અને જાંબલી. તો અહીંયા જાંબલી લેવાની છે.
જો મોટા પાનવાળી લેશો તો તે સ્વાદમાં મીઠી નહીં બને. સૌથી પહેલા કુણા પાન ને અલગ કરી લો. ડાળીઓ લેવાની નથી. તાંદળજાની ભાજી ઉનાળાની સિઝનમાં વધારે જોવા મળે છે. આ ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે જેથી ઉનાળામાં તાંદળજાની ભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી છે.
આ ભાજી બનાવતી વખતે ન્યુટ્રીશન વેલ્યુ નાશ ન પામે તેનું ધ્યાન રાખવું જોઈએ. તો પહેલા તેને સારી રીતે ચાર થી પાંચ વખત પાણીથી ધોઈ લેવાની છે જેથી કચરો અને માટી નીકળી જાય.
- સામગ્રી:
- ભાજી ૭૫૦ ગ્રામ,
- 3 ટેબલસ્પૂન તેલ,
- 1/4 ટીસ્પૂન હિંગ,
- 1 ટીસ્પૂન જીરૂ,
- આઠ થી નવ લસણની કળી,
- અડધી ચમચી હળદર પાવડર,
- 1.5 ચમચી લાલ મરચું પાઉડર,
- 1/2 મીઠું (સ્વાદ પ્રમાણે),
- 2 ચમચી ઘી
બનાવવાની રીત:
એક નોન સ્ટિક કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું અને જેવું તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરૂ એડ કરી દેશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. આઠ થી નવ લસણની કળી (ચોપ કરેલી) એડ કરો.
થોડી લાલ કલરની થાય ત્યાં સુધી સાંતળી લો. જે લોકો લસણ ના ખાતા હોય તો skip કરી શકે છે. લસણ સંતળાઈ જાય એટલે ભાજી એડ કરો. ગેસ ની ફ્લેમ ફૂલ કરીને 2 મિનિટ સુધી સતત હલાવતા રહો. 2 મિનિટ પછી ઢાંકણ ને ઢાંકી ને 5 મિનિટ માટે કુક થવા દો ( વચ્ચે વચ્ચે હલાવતા રહેવું).
5 મિનિટ પછી 1 થી 1.5 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 મીઠું (સ્વાદ પ્રમાણે) એડ કરી લો અને 2 મિનિટ માટે કુક કરી લો. પછી 2 ચમચી ઘી એડ કરી મિક્સ કરી લો. ગેસ ની ફ્લેમ બંદ કરી લો. તો ઉનાળામાં ઠંડક આપતી તાંદળજાની ભાજી તૈયાર છે. એક બાઉલ માં કાઢી ને ગરમાગરમ પીરશો.
તાંદળજાની ભાજી ના ફાયદા: આ ભાજી નો ગુણધર્મ ઠંડી છે તો, ઉનાળામાં તડકા માં એ શરીર ને ઠંડક આપે છે. જો તમારે વાળ ખરવાની સમસ્યા છે તો અઠવાડિયામાં 2 વાર આ ભાજી નું સેવન કરી શકો છો. ઉનાળામાં ચૈત્ર, વૈશાખ અને જેઠ માસ દરમિયાન પીત્તદોષ ના કારણે રક્તધાતુ દુષિત થવાની શક્યતા રહે છે જેને કારણે આંખોમાં બળતરા, ખરજવું જેવી સમસ્યા માટે ફાયદાકારક છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.