આજે અમે તમને એવી ૭ કિચન ટીપ્સ વિશે જણાવીશું જે તમે કદાચ જાણતા નહિ હોય. આ ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો આ ૭ ટીપ્સ વિશે જાણી અને આગળ તમારે મિત્રો સુઘી આ માહિતી શેર કરવાનુ ભૂલતા નહિ.
ઉનાળા માં પનીર પીગળી જાય છે તો તેના માટે તમે એક પ્લાસ્ટિક ના કન્ટેનર માં પનીર મુકો અને પનીર ડૂબે તેટલું પાણી એડ કરીને કન્ટેનર બંદ કરીને ફ્રિજ માં મૂકી દો.
આપણે માર્કેટ માંથી ટામેટા લાવીએ છીએ અને એનું સલાડ બનાવા જઇયે ત્યારે તે સોફ્ટ હોવાથી સ્લાઈસ કરવામાં મુશ્કેલી થાય છે તો આ સોફ્ટ ટામેટા ને ટાઈટ (કઠણ) કરવા માટે તમે એક બાઉલ માં ઠંડુ પાણી એડ કરી મીઠું નાખો અને ટામેટા ને 20 થી 25 મિનિટ સુધી રહેવા દો. ટામેટા એકદમ કડક થઇ જશે અને સલાડ માટે સ્લાઈસ સારી બનશે.
ઘણી વાર 2 સ્ટીલ ગ્લાસ ભેગા મુકવાથી ચોંટી જતા હોય છે તો તેના માટે બંને ગ્લાસ ની વચ્ચે થોડું ઓઇલ નાખો અને 2 મિનિટ પછી નીકાળવાનો પ્રયાસ કરો.
બજાર જેવા મસાલા કાજુ ઘરે બનાવીયે છીએ ત્યારે કાજુ કાચા રહી જાય છે અથવા ફ્રાય કરતી વખતે વધારે બળી જાય છે તો તમે ખાડા વાળી કડાઈમાં ઘી માં ફ્રાય કરો, તમે થોડા ઘી માં શેલો ફ્રાય પણ કરી શકો છો.
જયારે તમને લાગે કે 80 % કાજુ ફ્રાય થઇ ગયા નીકાળી લો કારણ કે ઠંડા થઇ ગયા પછી કાજુ નો થોડો વધારે ડાર્ક થશે. જેવા કાજુ ફ્રાય થઇ જાય તરત જ મસાલા એડ કરો. ઘી માં ફ્રાય કર્યું હોવાથી મસાલા સારી રીતે ભળી જશે.
પેન ના નીચે નો ભાગ કાળો થઇ ગયો હોય તો, પેન પર અડધી ચમચી મીઠું અને વિનેગર એડ કરી બ્રશ થી ઘસી લો અને 1 મિનિટ સુધી રહેવા દો. 1 મિનિટ પછી ધોઈ લો.
કુકરમાં ખીચડી બનાવતી વખતે સીટી વાગવાથી ઉભરો આવે છે અને તે ગેસના સ્ટવ પર પડે છે અને કુકર-સ્ટવ બંનેને ખરાબ કરે છે તો, તમે કુકર ને બંદ કરતા પહેલા ઢાંકણ પર રીંગ આવે ત્યાં ઓઇલ લગાવી પછી કુકર બંદ કરી લો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.