આજે વાત કરીશું પાંચ પ્રકારના મીઠામાંથી તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક એવા મીઠાં વિશે. તમાર મનમાં એવું હસે કે મીઠું એક જ પ્રકારનું હોય છે, પણ એવું નથી. મીઠાના પાંચ પ્રકાર હોય છે. અહિયાં આપણે જોઇશું પાંચ પ્રકારના મીઠાં વિશે જેથી તમે નક્કી કરી શકો કે કયું મીઠું તમારા મારે સૌથી વધુ ફાયદા કારક છે.
મીઠું ને રસોડા નો રાજા પણ કહેવામાં આવે છે. મીઠું એક એવો મસાલો છે કે જે દરેક વસ્તુઓ ના ઉપયોગમાં લેવાય છે. મીઠું સોડિયમ નો સૌથી સારો અને સીધો સ્ત્રોત ગણાય છે. મીઠા માં રહેલું સોડિયમ ભોજન પચાવવા ની સાથે સાથે આપણા પાચનતંત્રને પણ વ્યવસ્થિત રાખે છે. સોડિયમ અને કલોરાઇડ આપણા શરીરની દરેક અંદર અને બહારની તરફ હાજર અન્ય ખરીદો સાથે તાલમેલ બનાવીને શરીરને સંચાલન કરવામાં મદદ કરે છે. હવે જાણીશું મીઠાં નાં પાંચ પ્રકાર વિશે.
સાદું મીઠું:- સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ તેમાં પહેલું સે table salt એટલે કે સાદું મીઠું. આ મીઠું માં સોડિયમ નું પ્રમાણ સૌથી વધારે રહેલું હોય છે. table salt માં આયોડિન પણ પર્યાપ્ત માત્રામાં રહેલું હોય છે, જે વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. જો આ મીઠાનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો આ મીઠું કેટલાક ફાયદા કરાવે છે.
પરંતુ જો આ મીઠા ને વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે આપણા શરીરના હાડકા ઉપર પણ સીધો પ્રભાવ પાડે છે. જેને કારણે આપણા શરીરના હાડકા નબળા પડવા લાગે છે. આજકાલ નાં જુવાન માણસોમાં હાડકાનું સમસ્યા સૌથી મોટી બની ગઈ છે જેનું કારણ આ મીઠાનું વધારે સેવન અને ફાસ્ટ ફૂડની ખોટી આદત ગણાય છે.
સિંધવ-મીઠું( ફરાળી મીઠું) :– આ સિંધવ મીઠાને rock salt અને લાહોરી મીઠા ના નામે પણ ઓળખવામાં આવે છે. સિંધવ-મીઠું રિફાઇન્ડ કર્યા વગર જ તૈયાર કરવામાં આવે છે. જો કે સિંધવ મીઠામાં સાદા મીઠાંની તુલનામાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ નું પ્રમાણ વધારે હોય છે.
આ સાથે સિંધવ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે. જે લોકોને હૃદય અને કિડની સંબંધી તકલીફો હોય તેમના માટે સિંધવ મીઠાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
કાળું મીઠું:- આ મીઠાને બ્લેકહોલ પણ કહેવામાં આવે છે. આ મીઠાં નું સેવન દરેક પ્રકારની વ્યક્તિ માટે ફાયદારૂપ સાબિત થાય છે. કારણ કે કાળા મીઠાનું સેવન કરવાથી પેટનો દુખાવો, ચક્કર આવવા, ઊલટી થવી અને જીવ ગભરાય જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
ઉનાળાની ઋતુમાં ડોકટર પણ લીંબુ પાણી કે પછી છાશની સાથે કાળા મીઠાનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. તમણે જણાવી દઇએ કે કાળું મીઠું ભલે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, પરંતુ કાળા મીઠા માં fluoride પણ રહેલું હોય છે એટલા માટે કાળા મીઠાનો વધારે સેવન કરવામાં આવે તો તે આપણા શરીરને નુકસાન થવાનો ખતરો પણ રહેલો હોય છે.
લો સોડિયમ સોલ્ટ:– આ મીઠાને બજારમાં પોટેશિયમ ના નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે સાદા મીઠાની જેમ જ આ લો સોડિયમ મીઠાં માં પણ સોડિયમ અને પોટેશિયમ રહેલા હોય છે. જે વ્યક્તિઓ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમને લો સોડિયમ સોલ્ટ નું સેવન જરૂરથી કરવું જોઈએ. લો સોડિયમ સોલ્ટ મીઠું હૃદયરોગના દર્દીઓ માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ low sodium salt નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે.
સી સોલ્ટ :- સી સોલ્ટ એટલે કે દરિયાઈ મીઠું. ઉનાળા દરમિયાન પાણીનું બાષ્પીભવન કરી બનાવવામાં આવે છે. આ મીઠું સાદા મીઠાની જેમ ખારું નથી હોતું. આ મીઠાં ના સેવન થી પેટનું ફૂલવું તેમજ તણાવ અને સોજા જેવા રોગો અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે ત્યારે આ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.