લોકો તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો વિટામિનની ગોળીઓ લઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઉકાળો પી ને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તે પૂરતું છે?
આહાર અને પોષણ નિષ્ણાતો કહે છે કે પોતાને સ્વસ્થ રાખવા માટે આપણે શું ખાવું જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે આપણે ઘણી વાર ભૂલી જઇએ કે આપણે શું ન ખાવું જોઈએ. આપણે જાણી જોઈને કે અજાણતાં રોજ આવી ઘણી વસ્તુઓ ખાઈએ છીએ જે ધીરે ધીરે આપણી ઇમ્યુનીટી નબળી પાડે છે.
આ આર્ટિકલમાં, અમે તમને એવા જ 4 સામાન્ય ખોરાક વિશે જણાવીશું કે જેને આપણે ટાળવું જોઈએ. આપણે બધા રોજિંદા જીવનમાં આ ચીજોનું સેવન કરીએ છીએ પરંતુ તેનાથી થતા નુકસાનથી અજાણ છીએ. તો ચાલો જાણીયે.
મીઠા નું વધારે સેવન: ડાયેટિશિયન્સના જણાવ્યા મુજબ મીઠું ખોરાકનો સ્વાદ વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તેનો ખૂબ ઉપયોગ શરીર માટે હાનિકારક હોઈ શકે છે.
પેકેજ્ડ ચિપ્સ, બેકરી વસ્તુઓ અને ફ્રોઝન ડિનરમાં મીઠું વધારે હોઇ શકે છે. શરીરમાં મીઠાની અતિશય માત્રા સોજા અને ઓટોઈમ્યુન રોગોનું જોખમ વધારે છે.
તળેલા ખોરાક : તળેલા ખોરાકમાં એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ (એજીઈ) ની માત્રા વધુ હોય છે. એજીઇનું સ્ટાર વધવાથી સોજા અને સેલ્યુલર નુકસાન સાથેની સમસ્યાઓનું જોખમ વધારે છે.
શરીરની એન્ટીઓકિસડન્ટ સિસ્ટમ ઘટાડવાની સાથે, તે આંતરડાના બેક્ટેરિયાને નકારાત્મક અસર કરીને સેલ્યુલર ડિસફંક્શન અને શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી કરે છે. શરીરમાં એજીઈનું સ્તર ઘટાડવા માટે તળેલા ખોરાકનું સેવન ઓછું કરો.
ખૂબ કોફી પીણું : કોફી અને ચામાં વિવિધ પ્રકારના એન્ટીઓકિસડન્ટો હોય છે, જેના લીધે શરીરને ફાયદો થઈ શકે છે, જો કે, કેફીનની વધારે માત્રા લેવાથી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.
પરિણામે, બળતરા પ્રત્યેની પ્રતિક્રિયા વધી શકે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પર તેની અસર જોઇ શકાય છે. રાત્રે સુતા પહેલા ચા / કોફી નું સેવન ના કરવું જોઈએ.
આલ્કોહોલ અને ધૂમ્રપાન: વધુ પડતા આલ્કોહોલનું સેવન (સ્ત્રીઓ માટે દરરોજ એક પીણું, પુરુષો માટે દરરોજ બે કરતા વધુ પીણું) શરીરની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરી શકે છે. આનાથી ન્યુમોનિયા અને શ્વસન સંબંધી સમસ્યાઓનું જોખમ વધે છે. તે જ રીતે, ધૂમ્રપાન કરવાથી ફેફસાંનું ઘણું નુકસાન થાય છે, તે ઈમ્યુનીટી કમજોર પાડે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.