આજે એક એવા ફળ વિશે જોઈશું જેને નાશપતિ, પેરુ અથવા તો બાબુપોચા નામથી ઓળખાય છે. નાસપતિમાં ઘણા ઔષધીય ગુણો રહેલા હોય છે અને તેના ઘણા બધા ફાયદાઓ છે. નાસપતિ ખાસ કરીને ઉનાળો પતવા આવે અને ચોમાસું બેસે એ વખતે ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે. આ ફ્રુટ ને તમે છાલ સાથે ખાઈ શકો છો.
સૌથી પહેલાં નાશપતિ પાકેલું હોવું જોઈએ, જો કાચું હશે તો તેના જેટલા ફાયદા થવા જોઈએ તેટલા ફાયદા થશે નહિ અને ખાવામાં પણ મીઠું લાગશે નહિ. નાસપતિ માં ભરપૂર પ્રમાણમાં ફાયબર રહેલું હોય છે, જે આપણી પાચન ક્રિયાને મજબૂત કરે છે અને કબજિયાત નથી થવા દેતું.
જે ગર્ભવતી મહિલા છે તેમના શરીરમાં પાણીની કમી ના થાય તેના માટે ખાસ સિઝનમાં જો આ ફળનુ સેવન કરવું જોઇએ. તો તેનાથી શરીરમાં પાણીની કમી ઉભી થવા દેતું નથી. તો આ ફળ ખાસ કરીને કબજિયાત ન થાય તેના માટે, ગર્ભવતી મહિલાઓ અને નોર્મલ પણ આપણે પણ ખાઈ શકીએ છીએ.
તે સિવાય આ ફળમા વિટામીન-સી, વિટામીન-એ, બી વન, બી ટુ, પોટેશિયમ ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલા હોય છે. એટલે નાશપતિ ખાવાથી ચામડી ના રોગોમા પણ ઘણા ફાયદા થાય છે. તે સિવાય આ ફ્રૂટમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે નાની મોટી બિમારીઓથી બચાવે છે અને શરીરને શક્તિ પ્રદાન કરે છે.
આ ફળ માં કેલ્સિયમ રહેલું હોય છે. તેથી આ ફળ ખાવાથી આપણા હાડકા એકદમ બજબૂત બને છે. જો ગર્ભવતી મહિલા આ ફળનું સેવન કરે તો તેના હાડકા મજબૂત બને છે સાથે સાથે તેના બાળકને પણ કેલ્સિયમ મળી રહે છે.અને તેના હાડકા મજબૂત બને છે.
આ ફ્રુટ છાલ સાથે જ ખાવું, છાલ કાઢીને ક્યારેય ખાવુ નહિ. કારણ કે તેની છાલમાં પેક્ટિન નામનું દ્રવ્ય હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલ ની જાળવી રાખે છે. આપણા વડીલો સલાહ આપતા હોય છે ફળ હંમેશા છાલ સાથે જ ખાવું જેેેેથી છાલ માં રહેલા બધા પોષક તત્વો મળી રહે.દાડમ કે પપૈયું હોય તો તમારે છાલ કાઢવાની જરૂર પડે છે.
જ્યારે પણ તમે બાબુપોચા અથવા તો પેરુ ઘરમાં લાવો અને કાપો તો કાપી ને તરત જ ખાવું, ફ્રીજ માં મૂકીને મોડેથી ના ખાવું, કારણકે તમે જેટલો ટાઇમ વધારે બહાર રાખજો તો તેની ઉપર ની સ્કીમ છે એ થોડી બ્રાઉન થવા લાગે છે. એટલે હંમેશા કોઈ પણ ફ્રુટ સફરજન હોય કે દાડમ હોય. તમે તેને એટલે તરતજ તે ખાઈ લેવું જેથી તેના બધા પોષક તત્વો શરીર ને મળી રહે.
આ ફળ ખાવામાં પણ બહુ મીઠું લાગે છે કારણ કે તેની અંદર નેચરલ શુગર રહેલી હોય છે તેથી ડાયાબિટીસના પેશન્ટ પણ આનું સેવન કરી શકે છે. તો રોજ થી ૧ થી ૨ પેરુનું તમારે સેવન કરવાનું છે. જ્યારે સીઝન હોય ત્યારે તમારે આનું સેવન જરૂર કરવું જોઈએ જેથી શરીર ને પૂરતા પ્રમાણ માં પોષક તત્વો મળી રહે અને તમે સ્વસ્થ રહી શકો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.